________________
૨૭૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ
अविकारितमं सत्यं सर्ववर्णेषु भारत। અર્થાત–બધાં વણેમાં હમેશાં વિકારરહિત રહેનારનું નામ સત્ય છે.
સત્યની મૂર્તિ કે પાષાણની બનેલી હોતી નથી તેમ તેનું કેઈ નિયત સ્થાન પણ હેતું નથી. આ દેહમાં રહેલા જીવની માફક સત્ય બધી જગ્યાએ વ્યાપ્ત છે. કઈ વસ્તુ કે કઈ સ્થાન એવું નથી કે જ્યાં સત્ય ન હોય! જે વસ્તુમાં સત્ય નથી તે વસ્તુ જ કઈ કામની રહેતી નથી. જેમકે, સૂર્યમાં સત્ય વસ્તુ “પ્રકાશ” છે. જે સૂર્યમાંથી પ્રકાશ નીકળી જાય તે તેને કઈ સૂર્ય કહે નહિ. દૂધમાં સત્ય વસ્તુ “ઘી’ છે. જો દૂધમાંથી ઘી નીકળી જાય તે તેને કોઈ દૂધ કહે નહિ. કહેવાનો આશય એ છે કે, સત્ય તે સ્વાભાવિક અને વાસ્તવિક વસ્તુનું નામ છે કે જેના હોવાથી કોઈ વસ્તુ વિચાર, વાણી કે કાર્ય વગેરેનાં નામ, રૂપ તથા ગુણમાં પરિવર્તન થઈ ન શકે. સત્ય અપરિવર્તનશીલ અને સ્વાભાવિક છે.
સત્ય એક વ્યાપક અને સાર્વભૌમ સિદ્ધાન્ત છે. સંસારમાં અનેક મતમતાન્તરે પ્રચલિત છે અને તેનાં સિદ્ધાન્તો પણ જુદાં જુદાં છે. કેટલાંક મતનાં બાહ્ય સિદ્ધાન્તોમાં તે એટલી બધી ભિન્નતા હોય છે કે, એક મતાનુયાયી બીજા મતાનુયાયીને મળી પણ શકતો નથી, એટલું જ નહિ પણ આ સિદ્ધાતોને પકડી રાખીને પ્રાયઃ પરસ્પર મહાયુદ્ધ મચાવી - દે છે. આમ હોવા છતાં પણ બધા મતાવલંબીઓ જો ગંભીરતાપૂર્વક નિષ્પક્ષદષ્ટિએ વિચાર કરે તે તેમને માલુમ પડશે કે, ધર્મને પાયો સત્ય જ છે અને તે સત્ય બધાનું એક છે. આ સત્યનું જ સાચું સ્વરૂપ સમજવામાં આવે તે જે લોકો પરસ્પર ધર્મને નામે દ્વેષ રાખી કલેશ-કંકાસ કરે છે, તે લોકો પણ દ્વેષ-કંકાસનો ત્યાગ કરી એક બીજાને ભાઈની માફક ગળે વળગી પ્રેમપૂર્વક ભેટવા તૈયાર થઈ જાય છે.
- સત્યનું પૂજન પ્રત્યેક મનુષ્ય કરી શકે છે. સત્યનું પૂજન કરવામાં જાતિ વિશેષ કે ધર્મ વિશેષનું કાંઈ પણ બંધન નથી. એટલું જ નહિ પણ જે કઈ–પછી તે ગમે તે જાતિને હોય કે ગમે તે ધર્મને હાય-સત્યનું આચરણ કરે છે તે સાચો ધર્માત્મા બની જાય છે. સત્ય પૂજાની સામગ્રી માટે સાધારણ રીતે તે એક કેડી પણ ખરચવી પડતી નથી, પરંતુ કોઈ કોઈ વાર સત્યપૂજા માટે એટલે બધો આત્મભોગ આપવો પડે છે કે તેની બરોબરી સંસારની કઈ વસ્તુ કરી શક્તી નથી. આ ઉપરથી કાઈ એમ પૂછી શકે કે, સત્યનું પૂજન કેવી રીતે કરવું જોઈએ ? તે આ પ્રશ્નને નિશ્ચિત ઉત્તર એ જ આપી શકાય કે, સત્ય વરા અર્થાત સત્યનું આચરણ કરે. મન, વચન અને કાયાથી સત્યનું આચરણ કરવું એ જ સત્યની સાચી પૂજા છે.
સત્યનું પૂર્ણ સ્વરૂપ તે કેવળી ભગવાન જ જાણે છે. આપણે અપૂર્ણ પૂર્ણ સત્યનું વર્ણન કેવી રીતે કરી શકીએ ? કેવળી ભગવાન જેટલું જુએ છે તેટલું કહી શકતા નથી, કારણ કે યોગ તે સમયાનુસાર જ પ્રવર્તે છે. એટલા માટે તેઓ જેટલું જુએ છે તેટલાનું વર્ણન કેવી રીતે કરી શકે ? આપણે પણ જેટલું જોઈએ છીએ તેટલું વર્ણવી કે કહી શક્તા નથી, તે જેઓ સમસ્ત સંસારને જ્ઞાનદ્વારા હાથની રેખાની માફક જુએ છે તેઓ બધાંને કેવી રીતે કહી શકે? આ પ્રમાણે પૂર્ણ સત્ય તે અવર્ણનીય–અકથનીય છે. પૂર્ણ સત્યની પરિસીમાએ પહોંચવાથી મન અને વાણી પણ તેમાં જ મળી જાય છે. આ પ્રમાણે પૂર્ણ