________________
ચાતુર્માસ] સમ્યકત્વ પરાક્રમ–પર મો બેલ [૨૭૧ અવશ્ય પહોંચી શકે છે. આ કથનાનુસાર પોતાની શક્તિ પ્રમાણે અને સત્ય શું છે ? એ વિષે દિગ્દર્શન કરાવવાનો પ્રયત્ન કરવામાં આવે કે
સામાન્ય રીતે પ્રત્યેક મનુષ્યને સત્ય શું છે ? એ વિષે જાણવાની ઈચ્છા રહે છે પણ સત્યને તે લેકો જ બરાબર જાણી શકે છે કે જેમને સત્ય હદયથી પ્રિય હેય. જેઓ સત્યના ઉપાસક છે અથવા સત્યોપાસક બનવા ચાહે છે, તેઓ સત્યની આગળ ત્રિલેકની ઋદ્ધિને જ નહિ પરંતુ પોતાના પ્રાણ સુદ્ધાંને પણ તુચ્છ સમજે છે. કિન્તુ જે લોકો કોઈ સંપ્રદાય, ધર્મ કે મતની પાછળ ઉન્મત્ત બની જાય છે અને સ્વાર્થને વશ થઈ સત્યાસત્યને વિવેક કરે ભૂલી જાય છે, તેઓ સત્યનું સ્વરૂપ સમજી શકતા નથી. તેમ સત્યને જીવનમાં ઉતારી પણ શકતા નથી. જીવનને નીતિમય, પ્રમાણિક, ધાર્મિક અને ઉન્નત બનાવવા સર્વપ્રથમ સત્યમય બનાવવું આવશ્યક છે. એટલા માટે અત્રે સત્ય વિષે થડે વિશેષ વિચાર કરવાની જરૂર જણાય છે.
જે નિત્ય છે, અવિનાશી છે અને વિકારોથી રહિત છે તે “સત્ય” કહેવાય છે. અવિનાશીપણાને પ્રકટ કરવા માટે જે વ્યવહાર કરવામાં આવે છે તે સત્ય છે. શ્રી. સ્થાનાંગ સૂત્રના ચોથા સ્થાનમાં સત્યની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે –
घउन्विहे सच्चे पण्णत्ते तंजहाकाउज्जुयया, भासुज्जुयया, भावु
ज्जुयया, अविसंवायणा जोगे ॥ અર્થાત-કાયાની સરળતા, ભાષાની સરળતા, ભાવની સરળતા અને મન વચન અને કાયા એ ત્રણેય યુગની સરળતાનું નામ “સત્ય” છે.
જે વિચાર, વાણી અને કાર્યપ્રણાલીમાં ત્રિકાલમાં પણ ફેરફાર ન થાય, જેને પિતાને આત્મા નિષ્પક્ષભાવે જીવનમાં અપનાવે, જે સંપૂર્ણરીતે હૃદયમાં સ્થિત થઈ જવાથી ભય, ગ્લાનિ, અહંકાર, મેહ, દંભ, ઈર્ષા, દ્વેષ, ક્રોધ, લોભ વગેરે કુત્સિત ભાવ નાશ પામે તથા જે ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં હશે અથવા જેના હેવાથી આત્માને સાચી શક્તિ પ્રાપ્ત થાય તેનું નામ “સત્ય” છે.
ગદર્શનના સાધન-પાદના ત્રીજા સત્રના ભાષ્યમાં વેદવ્યાસજીએ પણ સત્યની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે –
सत्यं यथार्थ वाङ्मनसे यथादष्टं यथानुमितं यथाश्रुतं तथा वाङ्मनश्चेति । परत्र स्वबोधसंक्रान्तये वागुक्ता सा यदि न
वंचिता भ्रान्ता वा प्रतिपत्तिवन्ध्या वा भवेदिति ॥ ભાવાર્થ–મયેગપૂર્વક વાણીની યથાર્થતા હેવી એનું નામ સત્ય છે. અર્થાત્ જેવું જેવામાં, સમજવામાં તથા સાંભળવામાં આવ્યું હોય તેવું જ બીજાને જોવામાં, સમજવામાં તથા સાંભળવામાં આવે તે સત્ય કહેવાય છે; પણ જે વાક્યાતુર્યથી કે અસાવધાનીથી તે જ શબ્દો દ્વારા બીજાને ભ્રમણું પેદા થાય છે તે સત્ય કહી ન શકાય. સંક્ષેપમાં વાસ્તવિક વિચાર, વાણી તથા કાર્ય સત્ય કહેવાય છે. મહાભારતમાં પણ કહ્યું છે કે –