SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ Estaછે.' '* - *' . . rosh.r't-2 :ffકે દવા શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ સમ્યકત્વ પરાક્રમ–બલ પર મો. કરણ સત્ય અર્થાત સત્ય પ્રવૃત્તિથી જીવાત્માને શું લાભ થાય છે એ વિષે આગળ વિચાર કરવામાં આવ્યો છે. હવે સત્યયોગ અર્થાત મન, વચન તથા કાયાના સત્ય વ્યાપારથી જીવાત્માને શો લાભ થાય છે એ વિષે ગૌતમસ્વામીએ મહાવીર ભગવાનને પૂછ્યું કે – બાવનમો બોલ (૨૨) નૌકાસ મંતે ! ની વિ ના ? અર્થાત–હે ભગવાન! ગસત્યથી છવાત્માને શો લાભ થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે – નો નો વિસોફા પર છે અર્થાત–હે ગૌતમ ! ગસત્યથી યોગોની વિશુદ્ધિ થાય છે. વેગને અર્થ મન, વચન તથા કાયાનો વ્યાપાર થાય છે. મન, વચન તથા કાયાના કેગનાં ૧૫ ભેદ છે. યોગના ત્રણ પ્રકાર છે. મ ગ, વચનયોગ અને કાયાગ. આ ત્રણ પ્રકારના વેગના પંદર ભેદ થાય છે. મનગના ચાર ભેદ, વચનયોગના ચાર ભેદ અને કાયાગના સાત ભેદ છે. વચન તથા કાયાની સાથે મન રહે છે, પરંતુ કોઈ વાર મન સત્યમાં પ્રવૃત્ત રહે છે તે કોઈ વાર મન અસત્યમાં પ્રવૃત્ત રહે છે. અસત્યમાં તે મન પ્રવૃત્ત થાય છે, પરંતુ યોગને સત્ય મનમાં જ પ્રવૃત્ત કરવાં જોઈએ. સત્ય મનમાં યોગને પ્રવૃત્ત કરવાથી જીવાત્માને શે લાભ થાય છે એ બતાવવા માટે જ ગૌતમસ્વામીએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે અને ભગવાને એ પ્રશ્નનો ઉત્તર આપ્યો છે કે સત્યયોગથી યોગની વિશુદ્ધિ થાય છે. સત્ય મનમાં યોગને પ્રવૃત્ત કરવો એ જ યોગ સત્ય છે અને આ યોગ સત્યથી વેગની વિશુદ્ધિ થાય છે. યોગને અર્થ જોડવું પણ થાય છે. મન, વચન તથા કાયાને કોઇની સાથે જોડવાં એનું નામ પણ યુગ છે. મન, વચન તથા કાયાને જેની સાથે જોડવામાં આવે છે તેને જ ગ કહેવામાં આવે છે. જે પ્રમાણે પાણીમાં કોઈ પણ ચીજ ઢાળવામાં આવે છે તે પાણી તે વસ્તુને રંગ લઈ લેશે તે જ પ્રમાણે જે યોગને સત્યમાં પ્રવૃત્ત કરવામાં આવે તે સત્યાગ કહેવાશે અને યુગને અસત્યમાં પ્રવૃત્ત કરવામાં આવે તે અસત્ય વેગ કહેવામાં આવશે. આ જ પ્રમાણે સત્ય તથા અસત્ય બનેમાં યોગને મિશ્રિત કરવામાં આવશે તે મિશ્ર યુગ કહેવાશે. ' કહેવાનો આશય એ છે કે, વેગને સત્યમાં પ્રવૃત્ત કરવો જોઈએ. પરંતુ પ્રશ્ન તે એ ઉપસ્થિત થાય છે કે, સત્ય કોને કહેવું ? આ પ્રશ્નનો ઉત્તર આપવો જરા મુશ્કેલ છે. કારણ કે સત્યની પૂર્ણ વ્યાખ્યા તો જેમણે સત્યને પિતાના જીવનમાં તાણાવાણાની માફક વણી લીધું હોય તે મહાપુરુષો જ કરી શકે છે. જે મહાપુરુષોએ સત્યને જીવનમાં સાંગોપાંગ સંપૂર્ણ રીતે ઉતારી લીધું છે તેમાં અને ઈશ્વરમાં પછી કાંઈ ભેદ રહેતો નથી. કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે, સત્ય એ જ ભગવાન છે અર્થાત ભગવસ્ત્રાતિને સાચે માર્ગ સત્ય જ છે. સત્યની પૂર્ણ વ્યાખ્યા કરવી એ છે કે આપણું માટે અવશ્ય મુશ્કેલ છે, તે પણ પ્રત્યેક મનુષ્ય પોતાના પુરુષાર્થદ્વારા સર્વથા નહિ તે ચેડા અંશે પણ પિતાના ધ્યેયને
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy