________________
કાળ
કે
. 11
:-
.
see
yuf {
કે "
-
-
-
-
-
-
-
-
-
- -
ચાતુર્માસ ]
પ્રાર્થના વિચાર
[ ૨૬૯
પરમાત્માના શરણે જવું મુશ્કેલ જણાય છે. પરંતુ જ્ઞાનીજનો કહે છે કે, ધનની રક્ષા માટે અથવા ધન ન હોવાના કારણે રોદણાં શા માટે ? છો ? શું રોદણાં રોવાથી ધનની રક્ષા કે ધનની પ્રાપ્તિ થઈ જશે ? જે વાસ્તવમાં તમને ધનની રક્ષા કરવાનું કે ધનને પ્રાપ્ત કરવાનું સાચું દુઃખ છે તે તમે પરમાત્માના શરણે શા માટે જતા નથી ? તમે જરા એટલે તે વિચાર કરે છે, ધન દ્વારા આત્માનું કલ્યાણ તે થઈ શકવાનું નથી. જો ધનદ્વારા આત્માનું કલ્યાણ થઈ શકતું જ હોત તો ચક્રવર્તી તથા ધનિક લેકે ધનને ત્યાગ કરી સંયમ શા માટે ધારણ કરતા ? શાસ્ત્રકારોએ તો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, વિન્ટેન તા ન મે પમરે, રૂમ ઢોઈ સવા વરહ્યા છે અર્થાત ધન દ્વારા આત્માનું આ લેકમાં કે પરલેકમાં રક્ષણ કે કલ્યાણ થઈ શકતું નથી.
જ્યારે રોદણું રેવાથી ધન પણ પ્રાપ્ત થઈ શકતું નથી અને ધનની રક્ષા પણ થઈ શકતી નથી તે પછી પરમાત્માના શરણે જઈ આત્માનું કલ્યાણ શા માટે સાધતા નથી ? પરમાત્માના શરણે જવાથી પ્રાપ્ત થનારું ધન આવતું અટકી નહિ જાય, અને કદાચિત ધનની પ્રાપ્તિ ન થાય તે છેવટે આત્માનું કલ્યાણ તે થશે જ. આ જ પ્રમાણે જ્ઞાનીજનો ગરીબ જનને સંબોધીને પણ કહે છે કે, તમને ભજનનું જે દુઃખ છે તે દુઃખ રેવાથી કે ભેજનનું ધ્યાન કરતાં રહેવાથી મટી શકશે નહિ, તે પછી આત્માનું કલ્યાણ કરવાનો પ્રયત્ન પણ શા માટે કરતો નથી ? જો તને ભોજનનું દુઃખ જ છે તો તું પરમાત્માના શરણે જઈ તે દુ:ખને દૂર કરવાને શા માટે પ્રયત્ન કરતો નથી ? જે તને કોઈ પ્રકારનો રોગ પેદા થયો છે તો પરમાત્માનાં શરણરૂપી હસ્પીટલ તે બધાં માટે ખુલ્લું જ છે. તું એ હૈસ્પીટલમાં શા માટે દાખલ થઈ જતું નથી? આધ્યાત્મિક રોગનું નિદાન એ હૈપીટલમાં સારી રીતે થશે અને ત્યાં તું નીરોગી પણ થઈ જશે.
કહેવાનો આશય એ છે કે, ભલે કઈ ધનવાન હોય કે ગરીબ હોય, બધાંએ પરમાત્માના શરણે જવું જોઈએ. પરમાત્માના શરણે જવાથી તેમને કોઈ પણ પ્રકારની વિન–બાધામાં પણ પડવું નહિ પડે. આ ઉપરથી કોઈ એમ પણ કહે છે, તો પછી સામાયિક-પ્રતિક્રમણ પૌષધ વગેરેને કરવાની શી આવશ્યકતા છે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, મારે કહેવાને આશય એ નથી કે સામાયિક-પૌષધ આદિ કરવાં ન જોઈએ. સામાયિક-પ્રતિક્રમણ-પૌષધ વગેરે ધર્મક્રિયા પણ ચિત્તને સ્વચ્છ કરવાનું સાધન છે અને પરમાત્માનું શરણ સ્વીકારવું એ પણ ચિત્તશુદ્ધિનું કારણ છે. જે પ્રમાણે કોઈ પણ લેકમાં જાઓ–ભલે ઊંચ લેકમાં જાઓ, નીચ લેકમાં જાઓ, અધોલકમાં જાઓ કે તિય લેકમાં જાઓ-કર્મો તે બધે ઠેકાણે ભોગવવાં પડે જ છે. તે જ પ્રમાણે ગમે તેવી પરિસ્થિતિમાં હો છતાં તમે પરમાત્માના શરણે જઈ શકો છો. પરમાત્માના નામને અનુરૂપ કામ કરતી વખતે તેમને યાદ કરવા–પરમાત્માનું વિસ્મરણ ન થવું એ જ પરમાત્માના શરણે જવા સમાન છે. આ પ્રમાણે પરમાત્માના શરણે જવાથી આત્માનું કલ્યાણ જ થાય છે, અકલ્યાણ થવાની કોઈ સંભાવના નથી. હવે આત્માનું કલ્યાણ કેવી રીતે કરવું તેનાં કેટલાંક માર્ગો બતાવું છું. સમ્યક્ત્વ–પરાક્રમમાં આત્મોન્નતિના માર્ગો જ બતાવવામાં આવેલ છે. અત્યારસુધી આત્મકલ્યાણ સાધવાનાં ૫૧ સાધન બતાવી દેવામાં આવ્યાં છે. આજે આત્મકલ્યાણના બાવનમાં સાધન વિષે વિચાર કરવાનો છે.