SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ દુઃખ પણ ન રહે; પરંતુ આ પ્રમાણે કરવામાં હું પાતે અશક્ત છુ અને એટલાજ માટે પરમાત્માના શરણે જઈ તેમની સહાયતા માંગું છું. પ્રત્યેક આત્માએ દુઃખમુક્ત થવા માટે પરમાત્માની પ્રાના કરવી જોઇએ, પરંતુ આળસ–પ્રમાદને વશ થવાને કારણે આત્મા પરમાત્માની આ પ્રમાણે પ્રાના કરી શકતા નથી. પરમાત્માની પ્રાર્થના કરવી એ તે આત્માને અભ્યાસ હોવા જોઈ એ. આત્માનું કલ્યાણુ પણ એમાંજ રહેલું છે. જે પ્રમાણે ભેાજન હમેશાં કરવું આવશ્યક માનવામાં આવે છે તે જ પ્રમાણે અન્તઃકરણથી પરમાત્માની પ્રાર્થના કરવી પણ આવશ્યક માનવી જોઇએ. પરમાત્માના શરણે જવાથી કાઇ પ્રકારની વિઘ્ન—બધા પણ ઉપસ્થિત થતી નથી. વળી, પરમાત્માના શરણે ગયા વિના આત્માનું કાઇ કાર્ય પણ થઇ શકતું નથી. આત્માની જીવનદોરી પરમાત્માના હાથમાં સાંપાએલી છે. જો આત્મા પરમાત્માના પગલે ચાલે તે સ્વકલ્યાણુ સાથે પરકલ્યાણ સાધી શકે છે. આત્માનું કલ્યાણ કરવાની સાથે પ્રત્યેક કામ પોતાની શક્તિ પ્રમાણે જ કરવું જોઈ એ. કાઇ ઉત્કૃષ્ટ કામ કરવાની પોતાની શક્તિ ન હોય તેા ઉત્કૃષ્ટ કામને ઉત્કૃષ્ટ માની પોતાની શક્તિ પ્રમાણે કામ કરવું જોઇએ. જેમકે આનંદ શ્રાવકે ભગવાન મહાવીરને કહ્યું હતું કે, હે પ્રભુ! તે લેાકેા ધન્યવાદને પાત્ર છે કે જે તમારી પાસે સયમને સ્વીકાર કરી આત્માનું કલ્યાણ કરે છે, પર ંતુ મારામાં સંયમ લેવાની શક્તિ ન હેાવાને કારણે હું તેને સ્વીકાર કરી શકતા નથી. એટલા માટે તમે મને શ્રાવક-ધર્મને સ્વીકાર કરાવે. આ પ્રમાણે આનંદે સંયમની પ્રશ'સા કરી સયમની ઉત્કૃષ્ટતાના સ્વીકાર કર્યો, પરંતુ પોતાની અશક્તિને કારણે પોતે સંયમ અંગીકાર ન કર્યાં. આ જ પ્રમાણે તમે પણ જો પેાતામાં આત્મકલ્યાણનાં ખીજા કામેા કરવાની શક્તિ નથી એમ કહી અને પેાતાની અશક્તિ પ્રદર્શિત કરી આત્મકલ્યાણનાં બીજાં સાધતેની ઉત્કૃષ્ટતાને સ્વીકાર કરવાની સાથે પરમાત્માના શરણે જા તે એ દશામાં પરમાત્માના શરણે જવામાં કાર્ય પ્રકારની મુશ્કેલી પણ જણાશે નહિ અને આત્માનું કલ્યાણ પણ થશે. અત્રે કાઈ મને એવા પ્રશ્ન પૂછી શકે કે, તમે તે સાધુ છે એટલા માટે તમને પરમાત્માના શરણે જવામાં કાઇ પ્રકારની મુશ્કેલી જણાતી નથી. પરંતુ અમે ગૃહસ્થ છીએ એટલા માટે અમે પરમાત્માના શરણે કેવી રીતે જઇ શકીએ ? કારણ કે અમારે સાંસારિક અનેક કામે કરવાં પડે છે! આ પ્રમાણે કહેનાર લોકોને મારે કેવળ એટલું જ કહેવાનું છે કે, અનેક કામેા કરવાનાં હોવા છતાં તમે પરમાત્માના શરણે જઈ શકો છે અને એ દશામાં તમારાં કામેામાં કાઈ પ્રકારની મુશ્કેલી પણ આવશે નહિ, પણ ઊલ્ટી સુગમતા થશે. ઉદાહરણ તરીકે માને કે, કોઈ ધનવાનને પરમાત્માના શરણે જવાનું કહેવામાં આવે છે તે તે એમ કહે છે કે, આજકાલને જમાને બહુ જ ખરાબ થઇ ગયા છે, વેપાર–રાજગાર પણ અધ થઈ ગયાં છે અને પાસે જે કાંઇ છે તેને સાચવવું પણ મુશ્કેલ થઈ પડયું છે. બીજી બાજુ ગરીમાને એમ કહેવામાં આવે છે કે, તમે પરમાત્માના શરણે જાએ તે તેએ એમ કહે છે કે, અમારે તે ખાવાનાં પણ સાંસાં છે તે અમે પેટની પૂત્તિ કરવા માટે પ્રયત્ન કરીએ કે પરમાત્માના શરણે જઈએ ? આ પ્રમાણે ગરીબ કે ધનિક–બન્ને પ્રકારના લાંકાને
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy