________________
- -
-
• = "
<દા
: * ::::: :
-----
-
- --**--*-:
-
- -
*
ચાતુર્માસ ]
પ્રાર્થના વિચાર
[ ર૬૭
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૬ ભાદરવા સુદ ૩ શનિવાર
પ્રાર્થના શ્રી “દરથ” પતિ પિતા, “નદા” થારી માંય; રોમ રોમ પ્રભુ મો ભણી, શીતલ નામ સુહાય. જય૦ ૧
–વિનયચંદ્રજી કુંભટ ચોવીશી શા શીતલનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પૂર્ણ પરમાત્માની પ્રાર્થના, પૂર્ણ બનવા માટે જ કરવામાં આવે છે. આત્મામાં અપૂર્ણતા હોવાને કારણે જ આત્મા સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે અને જન્મ-મરણનું દુઃખ જોગવી રહ્યો છે. જ્યાં સુધી આત્મા અપૂર્ણતાને દૂર કરે નહિ અને પૂર્ણતાને પ્રાપ્ત કરે નહિ, ત્યાં સુધી આત્મા દુઃખમુક્ત થઈ સુખ શાન્તિને પામી શકે નહિ. આત્માએ પોતાની અપૂર્ણતાને દૂર કરવા માટે પૂર્ણ પરમાત્માની સહાયતા લેવી જોઈએ. જે સહાયતા આપી શકે છે તેની જ સહાયતા લેવી ગ્ય છે. ભક્તજન કહે છે કે, અમે સંસારમાં અનેક લેકેના સંસર્ગમાં આવ્યા પરંતુ વીતરાગ ભગવાન સિવાય અમને કોઈ એવા સમર્થ જણાયા નહિ કે જેઓ અમને સાચી સહાયતા આપી અમારા આત્માની અપૂર્ણતા દૂર કરી શકે ! સંસારમાં બીજા બધા તે અપૂર્ણ છે. અપૂર્ણ વ્યક્તિ અમારી અપૂર્ણતા કેવી રીતે દૂર કરી શકે? પૂર્ણ પરમાત્મા જ અપૂર્ણતાને દૂર કરવા સમર્થ છે. વાસ્તવમાં વીતરાગ ભગવાન જ પૂર્ણ પરમાત્મા છે અને એટલાજ માટે અમે તેમના શરણે જઈ એવી પ્રાર્થના કરીએ છીએ કે - હે ! પ્રભે! તુંજ ત્રિભુવન સ્વામી છે ! તારો સદા જયજયકાર થાઓ! તારા જયકારમાં જ જગતને જયકાર રહે છે. હે પ્રભે! તું અશરણને શરણ હોવાથી હું તારા શરણે આવેલ છું. શરણાગતની હવે રક્ષા કરે એ જ હૃદયગત પ્રાર્થના છે.
કાઈના શરણે જઈએ ત્યારે શરણદાતાને છેડી ભેટ પણ ધરવી જોઈએ. આને માટે ભક્ત કહે છે કે, હું પરમાત્માને કઈ ચીજની ભેટ ધરું ? મારી પાસે એવી કોઈ વસ્તુ નથી કે જેને પરમાત્માના ચરણે ધરી શકું ! સંસારમાં જે કાંઈ છે તે તે બધું તેમનું જ છે. તેઓ તે ત્રિભુવનનાથ છે. એવી દશામાં હું તેમની જ ચીજ તેમને કેવી રીતે ભેટ સ્વરૂપ આપી શકું?
ભક્તજન કહે છે કે, જે કે સંસારની બધી વસ્તુઓના સ્વામી ભગવાન જ છે પરંતુ હું મેહને વશીભૂત થઈ સંસારની ચીજોને પોતાની કહું છું અને ભગવાનને ત્રિભુવનનાથ પણ કહું છું. રાજાને રાજ્યના સ્વામી માનીને એમ પણ કહેવું કે, રાજ્યમાં જે કાંઈ છે તેના સ્વામી રાજા છે અને પછી એમ પણ કહેવું કે, અમુક ચીજ મારી છે. આ વાત ઉચિત કેવી રીતે કહી શકાય? આ જ પ્રમાણે હું પરમાત્માને ત્રિભુવનનાથ પણ કહું છું અને સંસારની ચીજને પોતાની પણ માનું છું. આ પદ્ધતિ બરાબર ન હોવાથી આ પદ્ધતિને હું બદલી નાંખું એજ પરમાત્મા પાસે હું માંગું છું. જે હું સંસારનાં પદાર્થોને પિતાના માનવાનું છોડી દઉં તો પછી પૂર્ણ જ થઈ જાઉં, અને એ દશામાં મને કોઈ પ્રકારનું