SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ તે હૈ જોઈએ ને? પિતા-પુત્રને સંબંધ પવિત્ર સંબંધ છે. આ સંબંધની દૃષ્ટિએ પણ પિતાને બદલે મારે યુદ્ધમાં જવું એ મારું કર્તવ્ય છે પવનકુમારે મિત્રને કહ્યું કે, જ્યારે હું બળવાન તથા યોગ્ય છું તે પછી પિતાજી તે યુદ્ધમાં જાય અને હું અહીં બેસી રહે એ કેમ બની શકે ? મિત્રને આ પ્રમાણે કહી પવનકુમાર પોતાના પિતા પ્રલાદની પાસે ગયા અને તેમને કહ્યું કે, પિતાજી! તમે કયાં જવાની તૈયારી કરી રહ્યા છો ? રાજા પ્રલાદે બધા સમાચાર કહી સંભળાવ્યા કે, હું રાવણુ તરફથી વરુણની સાથે યુદ્ધ કરવા માટે જઈ રહ્યો છું. પવનકુમારે કહ્યું કે, મારા હોવા છતાં તમે યુદ્ધમાં જાઓ એ ઠીક ન કહેવાય. તમે યુદ્ધમાં ન જાઓ, તમારા વતી હું યુદ્ધમાં જઈશ. રાજા પ્રલાદે પવનકુમારને કહ્યું કે, બેટા! યુદ્ધ કરવું એ કાંઈ સરળ કામ નથી. વરુણ રાજા તથા તેની સેના પણ યુદ્ધકુશળ છે અને એટલા જ માટે તેની સાથે યુદ્ધ કરવા માટે રાવણે મને આજ્ઞા આપી છે. આવી અવસ્થામાં વરુણની સાથે યુદ્ધ કરવા માટે તેને કેવી રીતે મોકલી શકું? પવનકુમારે કહ્યું કે, પિતાજી! શું હું આજ્ઞાંકિત પુત્ર નથી કે તમે મને આ પ્રમાણે યુદ્ધમાં જવાની ના કહી રહ્યા છો ? શું તમે મને કાયર સમજે છે ? જો વાસ્તવમાં તમે મને કાયર માનતા ન હો તો પછી યુદ્ધમાં શા માટે જવાની મને આજ્ઞા આપતા નથી ? જ્યારે રાજા રાવણું તમને પિતાની તરફથી યુદ્ધ કરવા માટે મોકલી રહ્યો છે તે પછી તમારા તરફથી હું યુદ્ધમાં જાઉં તો તેમાં શું ખોટું છે ? શું હું તમારે પુત્ર નથી કે તમારા તરફથી પણ હું યુદ્ધ કરવા માટે જઈ શકે નહિ ? રાજા પ્રલાદે પવનકુમારને કહ્યું કે, બેટા! હું એ કેવી રીતે કહી શકું કે તું મારો પુત્ર નથી ! તું મારા પ્રિય પુત્ર છો પરંતુ જે કામ મારે કરવાનું છે તે કામ કરવા માટે તમે કેવી રીતે મોકલી શકું ? તને હજી યુદ્ધવિષયક વિશેષ અનુભવ પણ નથી. પિતાના કથનના ઉત્તરમાં પવનકુમારે કહ્યું કે, શું આ કામ મારાથી થઈ નહિ શકે ? શું એટલે બધો કાયર છું ? હું કાયર છું કે વીર એ જાણવા માટે પણ તમે મને યુદ્ધમાં જવા દો. જે હું વરુણ રાજાને પરાજિત કરી આવીશ તે એ દશામાં તમારી પણ પ્રશંસા થશે અને મને પણ આત્મ-સંતોષ થશે, માટે મને યુદ્ધ કિરવા જવાની આજ્ઞા આપે. રાજા પ્રલાદે પવનકુમારની વાત સાંભળી વિચાર કર્યો કે, પવનકુમાર ઠીક કહી રહ્યો છે કે, વાસ્તવમાં તેણે જે વરુણને પરાજિત કર્યો તે મારી પ્રશંસા તથા પ્રતિષ્ઠા વધશે અને પવનકુમારને યુદ્ધનો અનુભવ મળવાની સાથે આત્મ–સંતોષ પણ થશે. આ પ્રમાણે વિચાર કરી પ્રલાદે પવનકુમારને યુદ્ધમાં જવાની રજા આપી. ચીન દેશ વિષે એવું સાંભળવામાં આવે છે કે, ત્યાં પુત્ર કોઈ સારું કામ કરે છે તો તે પુત્રના પિતાનું સન્માન કરવામાં આવે છે અને પદક પણ તેને આપવામાં આવે છે. આ પદ્ધતિ અનેક દૃષ્ટિએ યોગ્ય છે. જે લોકોને પદપ્રતિષ્ઠાની આવશ્યકતા હશે તેઓ પોતાના સંતાનને યોગ્ય બનાવશે જ. માતા-પિતા જેવાં જ સંતાનો બને છે. વીર પિતાને પુત્ર વીર બને છે અને કાયરને પુત્ર કાયર બને છે. યુદ્ધમાં જવાની પિતાની આજ્ઞા મેળવી પવનકુમાર વરુણ રાજાની સાથે યુદ્ધ કરવા જાય છે એ વાત આખા નગરમાં વાયુવેગે ફેલાઈ ગઈ. આ વાત અંજનાના સાંભળવામાં પણ આવી. હવે આગળ શું થાય છે તે વિષે હવે પછી વિચાર કરવામાં આવશે.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy