________________
ચાતુર્માસ ] સતી અંજના ચરિત્ર
[ ૨૬૫ મને નમન કરે છે પણ વરણ નમન કરતો નથી. તેને નમન કરવા માટે જ બોલાવ્યો હતો. પુત્રોએ જવાબ આપે કે, વરણ પણ મોટો રાજા છે, તમારે બધાની સાથે એક સરખો વ્યવહાર કરવો ન જોઈએ. આ સાંભળી રાવણે કહ્યું કે, તે મોટે રાજા કેવી રીતે ? તે તે મારા સારથી જેવો છે. હું તેને છેડા જ સમયમાં પરાજિત કરી શકું એમ છું. પુત્રોએ કહ્યું કે, તમે વરુણને સામાન્ય ગણે છો પરંતુ જે એક બાજુ વરુણ પિતાના હાથમાં શો લે અને બીજી બાજુ તમે પણ હાથમાં શસ્ત્ર ધારણ કરી લડે તે એમાં તમારી શી મોટાઈ ? આ સાંભળી રાવણે ગર્વપૂર્વક કહ્યું કે, વરુણની શક્તિ મારી સામે શી વિશાતમાં છે? તેને હું સહજ પરાજિત કરી શકું એમ છું, અને હું પ્રતિજ્ઞા કરું છું કે, હું તેની સામે શસ્ત્ર ઉપાડીશ નહિ, એટલું જ નહિ પણ જો તેણે શસ્ત્રો ધારણ કર્યો હશે તે પણ હું તેની સાથે શસ્ત્ર રહિત જ લડીશ.
વરુણપુત્ર પિતાની પાસે આવી કહેવા લાગ્યા કે, પિતાજી ! રાવણુ માન નથી એટલા માટે આપ યુદ્ધ કરવા માટે તૈયાર રહો. અમે તેમને શસ્ત્રહિત લડવા માટે વચનબદ્ધ કરી લીધો છે એટલા માટે તે શસ્ત્રરહિત થઈને જ તમારી સાથે લડશે.
રાવણે ખરદૂષણ નામના સેનાપતિને વરુણ સાથે યુદ્ધ કરવા મોકલ્યો. ખરદૂષણ રાવણને બનેવી હતા. વરૂણના પુત્રએ ખરદૂષણ સાથે યુદ્ધ કર્યું. ખરદૂષણ રાવણના વચનને કારણે નિઃશસ્ત્ર હતો એટલા માટે વરુણના પુત્રએ તેને પરાજિત કરી બાંધી લીધે. આ સમાચાર રાવણને પ્રાપ્ત થતાં તે વિચારવા લાગ્યું કે, હવે શું કરવું જોઈએ ? મારી પાસે કેણ આવ્યું હતું કે જેણે મને યુદ્ધમાં નિઃશસ્ત્ર લડવા માટે વચનબદ્ધ કરી લીધા. હવે વરુણને કેવી રીતે છો ? મેં યુદ્ધમાં નિઃશસ્ત્ર લડવાનું વચન આપી ભારે ભૂલ કરી છે.
રાવણ ચિંતામાં પડી ગયા. રાવણને ચિંતાતુર બેઠેલે જઈ એક પ્રધાને કહ્યું કે, નિઃશસ્ત્ર રહેવાની આપે જે પ્રતિજ્ઞા કરી છે તે પ્રતિજ્ઞા તમારા માટે અને તમારા ભાઈઓ સુધી જ સીમિત હોવી જોઈએ. તમારા આધીન રાજાઓએ કાંઈ એવી પ્રતિજ્ઞા કરેલ નથી. એટલા માટે તમે તમારા કોઈ ચતુર સામંતને વરુણની સાથે યુદ્ધ કરવા માટે સશસ્ત્ર સેના સાથે મોકલે. તમારી પાસે પ્રલાદ જેવા બહાદુર સામંત છે તે પછી તમારે ચિન્તા કરવાની શી જરૂર છે ?
રાજા રાવણને આ વાત પસંદ આવી. રાવણે તુરત પ્રક્ષાદ રાજાની પાસે એક પત્ર મોકલી કહેવડાવ્યું કે, વરુણને જીતવા માટે તમારી આવશ્યકતા છે એટલા માટે તમે તૈયાર થઈ વરુણની સાથે યુદ્ધ કરવા જાઓ. પત્ર વાંચી પ્રલાદ રાજાએ વિચાર કર્યો કે, અત્યારે સ્વામી ઉપર સંકટ આવી પડયું છે એટલા માટે આ સંકટના સમયે સ્વામીની સેવા કરવી જોઈએ. આ પ્રમાણે વિચાર કરી તેઓ યુદ્ધમાં જવાની તૈયારી કરવા લાગ્યા. પવન કુમારે પિતાજીને યુદ્ધની તૈયારી કરતાં જોઈ પોતાના મિત્રને પૂછ્યું કે પિતાજી કયાં જવાની તૈયારી કરી રહ્યા છે મિત્રે બધાં સમાચાર પવનકુમારને કહ્યા. પવનકુમારે કહ્યું કે, વરુણની સાથે લડવાનું કામ જ્યારે આપણું પોતાનું કામ નથી તે પછી પિતાજી નિષ્કારણુ યુદ્ધ કરવા શા માટે જાય છે? મિત્રે જવાબમાં કહ્યું કે, સ્વામી-સેવકનો સંબંધ એવો જ હોય છે એટલા માટે પિતાજીએ સ્વામીનું સંકટ દૂર કરવા માટે યુદ્ધ કરવા જવું જ પડશે. પવનકુમારે કહ્યું કે, મિત્ર! જ્યારે સ્વામી-સેવકને સંબંધ આવો હોય છે તે પછી પિતા-પુત્રને પણ સંબંધ
૩૪