SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ ]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ કરવાથી શો લાભ? વિજળીના ગ્લેબમાં જે પ્રકાશ આવે છે તે પાવરહાઉસમાંથી આવે છે. જે પાવરહાઉસમાંથી પ્રકાશ આવતું ન હોય તે સ્લેબમાં પ્રકાશ ક્યાંથી આવે ? આ જ પ્રમાણે જે કાંઈ દુઃખ કે સુખ આવે છે તે પોતાનાં કરેલાં કર્મોને કારણે જ આવે છે. જેઓ અજ્ઞાની છે તેઓ તે સુખ આવવાથી પ્રસન્ન થાય છે અને દુઃખ પડવાથી દુઃખી થાય છે; પરંતુ જેઓ જ્ઞાની હોય છે તેઓ સુખ કે દુઃખમાં સમાન રહે છે. તેઓ એમજ વિચારે છે કે, આ સુખ કે દુઃખ મારાં કર્મરૂપી પાવરહાઉસમાંથી જ આવેલ છે. આ પ્રમાણે વિચાર કરવાને કારણે જ જ્ઞાનીજને સુખના સમયે ફુલાતા નથી અને દુઃખના સમયે ગભરાતા નથી. અંજના પણ આ પ્રમાણે કર્મફળ વિષે વિચાર કરી ધૈર્યપૂર્વક પતિના વિયોગને સહી રહી હતી. તેમનું ધૈર્ય તથા તેમની ઉચ્ચ ભાવના જોઈ તેની સખીઓ તેને કહ્યા કરતી કે, સખી! તમારાં આ દુઃખનાં દિવસે હવે વધારે વખત નહિ રહે! અંજના, સખીના કથનનાં ઉત્તરમાં જણાવતી કે, તમે આવી ઉચ્ચ ભાવના દ્વારા મને વૈર્ય આપતા રહે એજ હું ચાહું છું. અંજનાએ આ પ્રમાણે બાવીસ વર્ષ વ્યતીત કર્યા. આ વર્ષોમાં તેને મનમાં દુર્ભાવના પેદા ન થઈ તેમ પવનકુમાર પ્રતિ ક્રોધ પણ ન આવ્યું. તમે કદાચ કહેશો કે, અંજનાએ બાવીસ વર્ષ સુધી દુખ સહન કેવી રીતે કર્યું હશે? આ પ્રમાણે આજે તમને બાવીસ વર્ષ સુધી દુઃખ ભોગવવાનો સમય બહુ જ જણાય છે. પરંતુ નરકમાં કેટલો સમય દુઃખ ભોગવ્યું છે તે શું ભૂલી ગયા? જ્યારે સાગરોપમ વર્ષો સુધી દુઃખ ભોગવ્યાં છે તે પછી થોડાં વર્ષો દુઃખ ભોગવવામાં શું થઈ ગયું? આ પ્રમાણે વિચાર કરી જ્ઞાનીજનો દુઃખ આવ્યાથી પૈર્ય ધારણ કરે છે અને ગભરાતા નથી. અંજના વિચારશિલા હતી એટલા માટે તેણે બાવીસ વર્ષો સુધી દુઃખ પૈર્યપૂર્વક સહન કર્યા. હવે તેનાં દુઃખને અન્ત આવેલો જણાતો હતો. પરંતુ કોઈ કામનું નિમિત્ત કારણ પણ હોય છે એ કથનાનુસાર દુઃખને અન્ત આણવામાં પણ નિમિત્ત કારણ હોવું જોઈએ. આ કથનાનુસાર અંજનાને પણ એક એવું નિમિત્ત કારણ પ્રાપ્ત થયું કે જેને કારણે અંજનાનું દુઃખ દૂર થઈ શકર્યું. એક દિવસ રાજા રાવણના મનમાં એવો વિચાર આવ્યો કે, બધા રાજા તો મને નમે છે પરંતુ વરુણ રાજા મને શા માટે નમત નથી? જ્યાં સુધી વરુણ રાજા મને નમે નહિ ત્યાં સુધી હું સર્વોપરિ રાજા કેવી રીતે કહેવાઉં? આ પ્રમાણે વિચાર કરી રાવણે વરુણની પાસે દૂત મોકલીને કહેવડાવ્યું કે, કાંતો તમે રાજા રાવણને નમન કરો અથવા યુદ્ધ કરવા તૈયાર રહે. દૂતનું કથન સાંભળી વરુણે ઉત્તર આપે કે, રાવણ રાક્ષસ છે અને હું દૈવી પ્રકૃતિને છું, એટલા માટે હું રાજા રાવણને નમી શકું નહિ. વરુણે આ પ્રમાણે દૂતને કહી વિદાય કર્યો પણ તેણે પોતાના પુત્રોને બોલાવીને કહ્યું કે, રાવણ રાક્ષસ તે છે તે પણ તે પરાક્રમી અને બલવાન રાજા છે, એટલા માટે આપણે શું કરવું જોઈએ? પુત્રેએ વરુણને કહ્યું કે, પિતાજી! આપ એની ચિન્તા ન કરે. અમે રાવણને સમજાવવાનો પ્રયત્ન કરીશું. પુત્રે રાવણને સમજાવવા માટે ગયા. રાવણની પાસે જઈ તેમણે કહ્યું કે, આપ વરણને શા માટે બોલાવો છો ? રાવણે ઉત્તર આપ્યો કે, હું મહારાજા છું. બધા રાજાઓ
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy