SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સતી અંજના ચરિત્ર–૬ [ ૨૬૩ પ્રશ્નને પ્રત્યુત્તર એ છે કે, વાસ્તવમાં સત્ય ખેાલ્યા વિના કામ ચાલી શકતું નથી. ઉદાહરણ તરીકે કાઈ માણસને ખૂબ ભૂખ લાગી છે પણ તે ખાટું ખેલીને એમ કહે કે મને ભૂખ લાગી નથી તે। શું તેની ભૂખનું દુઃખ દૂર થઈ શકશે અને તેનું કામ ચાલી શકશે ? આ ઉપરથી કદાચ તમે એમ કહેા કે, ત્યાં તેા ખાટું ખેલવું ચાલી શકે નહિ. તે પછી આને અર્થ એમ થયા કે, ભાળા લોકોને ઠગવા માટે ખાટું ખેલ્યા વિના કામ ચાલી શકતું નથી. લોકો એમ સમજી ખેડા છે કે, અમે ખાટું ખાલી બીજાને ગમે તે રીતે ઠગીએ તે પણ અમને કોણ જુએ છે? પણ શાસ્ત્રકાર ફરમાવે છે કે, બીજા કોઈ જુએ કે ન જુએ પણ તમારા પેાતાના આત્મા તથા પરમાત્મા તમારું કૃત્ય તે જુએ જ છે. જો તમે પરમાત્માને તથા તમારા પોતાના આત્માને પ્રસન્ન કરવા ચાહેા તે, જેવું તમે ખેાલા છે તેજ પ્રમાણે તમારે આચરણ કરવું જોઇએ. ખેલવું કાંઇ અને કરવું કાંઈ એ પતિને અગીકાર કરવાથી તમારા આત્માને સતાષ થતા નથી તેમ પરમાત્મા પણ પ્રસન્ન થતા નથી. કહેવામાં અને કરવામાં ભિન્નતા રાખવાથી જીવનને વ્યવહાર બરાબર ચાલતા નથી અને એટલા જ માટે કાઇએ કહ્યું છે કેઃ—‘ આ કરવું જોઈએ—આ ન કરવું જોઈએ એમ તે। બીજાને કહેવામાં આવે છે, પરંતુ કહેવા પ્રમાણે તું પોતે પણ આચરણ કરતા નથી, તે કયાંસુધી ઉચિત કહી શકાય ? કહેવું કાંઇ અને કરવું કાંઈ એવી ભેદનીતિ રાખવી એ તે સર્વથા અનુચિત જ છે. જ્યારે ગૃહસ્થાને માટે પણ કહેવું કાંઇ અને કરવું કાંઇ એવી ભેદનીતિ રાખવી અનુચિત ગણાય છે તે પછી સાધુઓને માટે તે તે અનુચિત તેમજ વર્જ્ય હેાય એ સ્વાભાવિક જ છે. આમ હૈાવા છતાં આજે કેટલાક સાધુએ પણ ખેાલવામાં તથા ખાચરણમાં ભિન્નતા રાખે છે. પરંતુ આ પ્રમાણે અનુચિત વ્યવહાર રાખવાથી પરમાત્મા પ્રસન્ન થઇ શકતા નથી. પરમાત્માને પ્રસન્ન કરવા માટે તેા ઉચ્ચારને આચરણમાં ઉતારવાની અતિ આવશ્યકતા રહે છે. સતી અંજનાએ ઉચ્ચાર અને આચારની એકતા સાધી કેવી રીતે પરમાત્માને પ્રસન્ન કર્યાં હતા તે વાત હવે ચરિત્રકથા ઉપરથી સમજાવું છુંઃ— સતી અંજના ચરિત્ર-૬ પવનકુમાર તથા અજના અને બ્રહ્મચર્યનું પાલન કરી રહ્યા હતા. પવનકુમાર ચાહત તા વિવાદ્ઘ કરી શકતા હતા. પરંતુ તેમણે વિવાહ ન કર્યાં. આ જ પ્રમાણે અંજના પણ સંસાર વ્યવહારની આશાએ પવનકુમારને પરણી હતી પરંતુ તેને સ'સાર–સુખથી ચિત રહેવું પડયું છતાં તે દુઃખ પામી નહિ. તે મનમાં એમ જ વિચારતી હતી કે, મારે જે કાંઇ દુઃખ ભાગવવું પડે છે તે મારાં કરેલાં કર્મોને કારણે જ ભાગવવું પડે છે તેા પછી હાય-વાય કરી કર્માંને શા માટે ભાગવવાં ? કર્મના કાયદો એવા અટલ છે કે તેમાં જરાપણ ફેરફાર થઇ શકતા નથી. કર્મના એવા નિયમ છે કે, જે કર્માં કરવામાં આવ્યાં છે તે કર્માંને પ્રદેશ અથવા વિપાકથી ભાગવવાં જ પડે છે. શાસ્ત્રમાં કહ્યું છે કેઃ—— कडाण कम्माण न मोक्ख अस्थि । અર્થાત્~-કરેલાં કર્માંને ભોગવ્યાં સિવાય છૂટકા નથી. આ પ્રમાણે જ્યારે કરેલાં કર્મોને ભાગવવાં જ પડે છે તેા હાય–વાય કરતાં શા માટે ભોગવવાં ? દુઃખના સમયે આત્ત ધ્યાન
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy