________________
૨૬૨ ].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અમદાવાદ
આજે તે સામાન્ય કલમ માટે પણ પરતંત્ર થઈ રહ્યા છીએ. પ્રાચીન સમયમાં બરુની કલમ બનાવવામાં આવતી હતી પરંતુ હવે તે હોલ્ડર અને ફાઉન્ટન પેનને પ્રચાર વધી ગયો છે. જોકે સગવડભર્યા સાધનો વધવાથી સુખી થયા છીએ એમ માને છે, પણ વાસ્તવમાં આ સાધનો દ્વારા સુખ નહિ પણ પરતંત્રતા જ વધવા પામી છે અને ખર્ચ પણ વધવા પામ્યું છે. પહેલાં બની કલમનો ઉપયોગ કરવામાં કેટલું ઓછું ખર્ચ થતું હતું હું જ્યારે સંસારાવસ્થામાં હતો ત્યારે બજારમાંથી કેટલાંક બરુ ખરીદી લાવ્યો હતો. તે બરુ હું જ્યાં સુધી સંસારાવસ્થામાં રહ્યો ત્યાં સુધી તો તે કામમાં આવ્યા જ, પરંતુ દીક્ષા લીધા બાદ પણ તે બઓ બચી શક્યાં હતાં જે પાછળથી બીજાનાં કામમાં આવ્યાં હશે! આ પ્રમાણે પ્રાચીન સમયમાં થોડા ખર્ચમાં કામ ચાલી શકતું હતું અને પરતંત્રતા પણ ભોગવવી પડતી નહિ.
જે પ્રમાણે લખવા માટે કલમ કરણ છે તે જ પ્રમાણે કલમ બનાવવા માટે ચપ્પ પણ કરણ છે. તમે લોકે મુંબઈ જાઓ છે. જે સાધન દ્વારા તમે મુંબઈ જાઓ છો તે સાધન રેલવે હોય, મોટર હેય, કે એરપ્લેન હોય તે કરણ છે. આ જ પ્રમાણે આત્માને માટે ઈન્દ્રિય કરણ છે. આત્મા ચાહે તો ઇન્દ્રિયો દ્વારા સંસારવૃદ્ધિનાં કામ પણ કરાવી શકે છે અને ચાહે તે સંસારથી મુક્ત થવાનાં કામ પણ કરાવી શકે છે.
ભગવાન કહે છે કે, કરણસત્યથી કરણમાં સત્યતા આવે છે અને જ્યારે કરણમાં સત્યતા આવી જાય છે ત્યારે જીવાત્મા જેવું કહે છે તેવું જ કરી બતાવે છે. જે કદાચ તેનાથી કોઈ કામ થઈ શકતું નથી તો તે સ્પષ્ટરૂપે કહી દે છે. જે પ્રમાણે આનંદાદિ શ્રાવકોએ ભગવાનને એમ કહ્યું હતું કે અમારામાં સંયમ લેવાની શક્તિ નથી, પરંતુ અમે જે વાતને સ્વીકાર કરશે તે વાતનું સંપૂર્ણ રીતે પાલન કરશું.
જે કરણમાં સત્યતા હશે તે કામ પણ બરાબર સિદ્ધ થશે. જે ચાકુ સારું હશે તે કલમ પણ સારી બની શકશે. પરંતુ જે ચાકુ ખરાબ હશે તો એ દશામાં તે ખરાબ ચાકુ દ્વારા કલમની અણી બરાબર નીકળી શકશે નહિ. આ જ પ્રમાણે જે વ્યક્તિમાં કરણ સત્ય હશે તે વ્યક્તિ જેવું બોલશે તેવું જ કરી બતાવશે. કરણમાં સત્યતા આવવાને કારણે કાર્યમાં પણ સરળતા આવ્યા વગર રહેતી નથી. કરણમાં સત્યતા આવ્યા બાદ–હાથીના દાંત બતાવવાનાં જુદાં અને ખાવાનાં જુદાં એ લેક્તિ અનુસાર કહેવું બીજું અને કરવું બીજું એવી ભિન્નતા રહેવા પામશે નહિ. પરંતુ પછી તો જેવો ઉચ્ચાર હશે તે જ આચાર હશે અર્થાત વાણી અને વ્યવહારમાં ભિન્નતા રહેવા પામશે નહિ.
" આજના લેકે પ્રાયઃ ઉચ્ચાર પ્રમાણે આચાર કરતા નથી અર્થાત બેલવા પ્રમાણે કાર્ય કરતા નથી. તેઓ જાણે એમ વિચારે છે કે, ઉચ્ચાર બાદ આચારની શી આવશ્યકતા છે? પરંતુ શાસ્ત્ર કહે છે કે, વાણી પ્રમાણે વ્યવહાર ન કરવાનું કારણ કરણસત્યનો અભાવ જ છે. જે વ્યક્તિમાં કરણસત્ય હશે તેજ વ્યક્તિ ઉચ્ચારને આચારમાં અવશ્ય ઉતારશે. જે વ્યક્તિ જેવું બેલે છે તેવું આચરણ કરે છે તે વ્યક્તિ જ આ લેકમાં પ્રશંસાને પાત્ર બને છે. અરબ દેશ માટે એમ કહેવામાં આવે છે કે, ત્યાંના લેકે બહુ ઓછું બેટું બોલે છે. તે લેકેને માટે આ પ્રશંસાત્મક કહેવાય, પરંતુ ભારતવાસીઓ કેવું બેલે છે તેને વિચાર કરે. શું ભારતીયો ખોટું તે બોલતા નથીને? જો એમ કહેવામાં આવે કે ભારતમાં બેટું બેલ્યા વિના કામ ચાલી શકતું નથી, માટે ખોટું બોલવું પડે છે, તે આ