________________
ચાતુર્માસ ]
સમ્યકૃત્વ પરાક્રમ—એલ ૫૧ મા
[૨૬૧
પુણ્યના પ્રતાપે જ મળ્યું છે. તમે લેકા પણ આ જ પ્રમાણે તમારાં પુણ્ય–પાપ ઉપર વિશ્વાસ ક્રમ રાખતા નથી ? જો તમે તમારાં પુણ્ય-પાપ ઉપર વિશ્વાસ રાખા તા તમારે તે દેવદેવીના શરણે પણ જવું નહિ પડે.
કહેવાને। આશય એ છે કે, આત્માને કાઇપણ દુ:ખ આપી શકતું નથી. આત્મા પોતાને નિલ માની ખેડા છે એ કારણે જ તે દુઃખને ભાગી બની રહ્યો છે. વાસ્તવમાં નિ`લતા જ દુઃખતી જનની છે. જો આત્મા પોતાની નિલતાને તિલાંજલિ આપી દે અને પોતા વિષે એમ માને કે, હું પણુ પરમાત્મા જેવાજ સર્વશક્તિમાન છું તે એ દશામાં આત્મા દુ:ખના ભાગી બની જ ન શકે; પરંતુ જ્યાંસુધી આત્મા પોતાને ઘેટાંની માફક નિળ માને છે ત્યાંસુધી તેનું દુઃખ કેવી રીતે દૂર થઈ શકે ? આત્મા પોતાને નિર્બળ માની રહ્યો છે એ કારણેજ તેણે દેવ-દેવીના શરણે જવું પડે છે અને તેમની પાસે સહાયતાની માંગણી કરવી પડે છે. જો આત્માને પોતાનાં પુણ્ય–પાપ ઉપર દૃઢ શ્રદ્ધા પેદા થાય, પરમાત્માને અંતઃકરણથી જગતિશરામિણ માનવા લાગે તથા પેાતાને પરમાત્માના જેવા સર્વશક્તિમાન માને તે આત્મા અવશ્ય દુઃખમુક્ત થઈ સુખનેા ભાગી બની શકે. હવે આત્મા કેવી રીતે દુ:ખમુક્ત થઇ શકે એ વાત શાસ્ત્રદ્રારા સમજાવું છુંઃ— સમ્યક્ત્વ પરાક્રમ—મેાલ ૫૧ મા
શાસ્ત્રમાં ભાવસત્ય વિષે વિચાર કરવામાં આવ્યા છે. ભાવસત્યથી શે લાભ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે, ભાવસત્યથી જીવાત્મા ભાવવિશુદ્ધિને પામે છે અને ભાવવિશુદ્ધિ કરવાથી કરણ તથા યાગની પણ વિશુદ્ધિ થાય છે. હવે કરવિશુદ્ધિ શું છે અને તે દ્વારા જીવાત્માને શે। લાભ થાય છે એ વિષે ગૌતમ સ્વામીએ મહાવીર ભગવાનને પૂછ્યું કેઃએકાવનમા બેલ
(૧૨) સઘળું મંતે ! નીવે ત્રિ નળયરૂ ?
અર્થાત્—હે ભગવન્ ! કરણસત્યથી જીવાત્માને શે। લાભ થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં મહાવીર ભગવાને ફરમાવ્યું કેઃ—
करणसच्चेणं करणसत्तिं जणयइ । करणसचे वट्टमाणे जीवे जहा वाई ता જારી ચાવિ મવર । ખ્ર્ ॥
અર્થાત્—હે ગૌતમ ! કર્ણ સત્ય ( સત્ય પ્રવૃત્તિ કરવા ) થી સત્ય ક્રિયાની શક્તિ પેદા થાય છે અને સત્યપ્રવૃત્તિમાં રહેલા જીવાત્મા જેવું ખેલે છે તેવું જ કામ કરે છે.
કરણ સત્યથી અર્થાત્ સત્ય પ્રવૃત્તિ કરવાથી હવે જીવાત્માને શે લાભ થાય છે તે વિષે વિચાર કરીએ તે પહેલાં કરણ એટલે શું એ વિષે વિચાર કરવે આવશ્યક જણાય છે.
કચ્છના સામાન્ય અર્થ સાધન થાય છે. કર્તા જે સાધનની સહાયતા દ્વારા ક્રિયા કરે છે તે સાધનનું નામ કરણ છે. જેમકે કુંભાર ચાકની સહાયતા વડે ધડા બનાવે છે એટલા માટે ચાક કરણ છે. આ રીતે ઇન્દ્રિયા પણ કરણ છે. કર્તા આ ઇન્દ્રિયા દ્વારા જેવું ચાહે તેવું કામ લઈ શકે છે. કર્તા આત્મા ઇન્દ્રિયાને સંસારની વૃદ્ધિ કરવામાં પણ ઉપયોગ કરી શકે છે અને સ'સારથી મુક્ત થવામાં પણ તેને ઉપયોગ કરી શકે છે,