________________
૨૬૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અમદાવાદ
કેટલાક લકે કહેવા માટે તો એમ કહે છે કે અમને દયા માતા સારી લાગે છે, પરંતુ લેકવ્યવહારને કારણે માતાના મંદિરમાં જઈએ છીએ ! અહિંસાવાદી હોવા છતાં
જ્યાં પશુવધ કરવામાં આવે છે તે માતાના મંદિરમાં જવાની જે ભાવના હૃદયમાં રહે છે તેનું પ્રધાન કારણ એજ છે કે, હજી તમે પરમાત્માને સાચા હૃદયથી જગત શિરોમણિ તરીકે સ્વીકાર્યા નથી. તમે કેવળ જગતશિરોમણિ પસ્માત્માની ઉપરછલી જ પ્રાર્થના કરે છે. આવી દશામાં આત્માનું કલ્યાણ કેવી રીતે થઈ શકે ? કહ્યું પણ છે કે જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્યું નહિ ત્યાંલગી સાધના સર્વ જુઠી.” જે લેકે પરમાત્માને જગતશિરોમણિ માને છે તે લેકે પણ જયારે, જ્યાં ઘેટાં-બકરાં આદિનું બલિદાન આપવામાં આવે છે તે દેવ-દેવતાના મંદિરમાં દર્શનાર્થે જાય છે, ત્યારે એમ કહેવું જોઈએ કે એવા લેકમાં હજી પરમાત્મા પ્રત્યે સાચી શ્રદ્ધા જ પેદા થઈ નથી. કેટલાક અહિંસાવાદી લેકે કલકત્તામાં કાલી માતાના મંદિરમાં કે જ્યાં બલિદાનના કારણે રક્તનો પ્રવાહ ચાલવા લાગે છે ત્યાં દર્શનાર્થે જાય છે ત્યારે એવા લેકેને માટે એમ જ કહેવું જોઈએ કે, એ લોકોના હૃદયમાં પરમાતમાં જગતશિરોમણિ છે એવી સાચી શ્રદ્ધા જ પ્રગટી નથી. સાચી ધર્મશ્રદ્ધા તો કામદેવ શ્રાવક તથા અરણકમાં પ્રગટી હતી. કામદેવ તથા અરણકમાં એવી દૃઢ શ્રદ્ધા હતી કે, દેવ પણ તેમને ધર્મશ્રદ્ધાથી વિચલિત કરી શક્યા નહિ. પરંતુ આજના લેકામાં શ્રદ્ધા કેવી ઢીલી છે કે દયામાતા અમને શ્રાણપ્રિય છે એમ કહેવા છતાં પણ જે દેવદેવીઓને પશુઓનું બલિદાન ચડાવવામાં આવે છે તેમની આગળ મસ્તક નમાવે છે! જે કઈ આ વિષે કાંઈ કહે છે તે તેઓ નિઃસંકોચભાવે ઉત્તર આપે છે કે, સંસારમાં રહીએ છીએ એટલા માટે અમુક દેવ-દેવીને ન માનીએ તે સંસાર-વ્યવહારનાં કામ કેવી રીતે ચાલી શકે ? પરંતુ શાસ્ત્રકારોએ શાસ્ત્રમાં શ્રાવકે કેવા હોવા જોઈએ એ બતાવતાં કહ્યું છે કે, સવયા લસદ્ધિના સેવા-શ્રાવકે દેવોની પણ સહાયતા ચાહતા નથી. સાચા શ્રાવકો દેવની પણ સહાયતા એટલા માટે ચાહતા નથી કે તેમને પોતે કરેલાં પુણ્ય-પાપ ઉપર વિશ્વાસ હોય છે. તેઓ સારી રીતે એ વાત જાણે છે કે, સુખ કે દુઃખ અથવા સારું કે ખરાબ જે કાંઈ અમને મળશે તે અમારાં પુણ્ય-પાપની કરણી પ્રમાણે મળશે. અમારી પુણ્ય-કરણી વિના દેવ પણ અમને કાંઈ આપી શકે નહિ; તો પછી અમે તેમની સહાયતા શા માટે ચાહિએ? દેવદેવીની સહાયતા ચાહવી અથવા તેમની પાસે કોઈ માંગણી કરવી એ તે પોતાનાં પુણ્ય-પાપ ઉપર અવિશ્વાસ રાખવા સમાન છે. - કાઈ શેઠના પુત્રને તેને મુનીમ કાંઈ રૂપિયા-પૈસા આપે છે ત્યારે તે પુત્ર જ્યાં સુધી બાળક હોય છે ત્યાં સુધી તો એમજ માને છે કે મુનીમજીની મારી ઉપર બહુજ કૃપા છે એટલા માટે મને રૂપિયા-પૈસા આપે છે. પરંતુ જ્યારે તે શ્રેષ્ઠિપુત્ર મોટો થાય છે ત્યારે તે સમજી જાય છે કે મુનીમજીએ મને પિતાના ઘરમાંથી શું આપ્યું છે? મને અત્યારસુધી જે કાંઈ આપ્યું છે તે મારી પોતાની તિજોરીમાંથી જ આપ્યું છે, તો પછી હું મુનીમજીનો ઉપકાર શા માટે માનું? આ જ પ્રમાણે જે લેકે બાળજી છે તેઓ તો એમ માને છે કે અમને જે કાંઇ સંપત્તિ પ્રાપ્ત થએલ છે તે દેવ-દેવીની કૃપાથી જ પ્રાપ્ત થએલ છે. પરંતુ જે લોકો સમજદાર છે અને જેમને પુણ્ય-પાપ ઉપર વિશ્વાસ છે તેઓ તો એમજ માને છે કે, દેવ-દેવી અમને શું આપે છે ? જે કાંઈ અમને પ્રાપ્ત થએલું છે તે તે અમારા