SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] પાર્થના–વિચાર. [ ૨૫૯ સંકીર્ણતામાંથી વિશાળતામાં કેવી રીતે આવી શકાય ? આ પ્રશ્નના ઉત્તર રૂપે આ પ્રાર્થનામાં જ કહેવામાં આવ્યું છે કે:-“જય જય જગત શિરોમણિ” અર્થાત–હે જગત શિરોમણિ ભગવાન ! તારે જય જયકાર થાઓ. પરમાત્માનો જગત શિરોમણિ તરીકે સ્વીકાર કરી તેમની પ્રાર્થના કરવી એ જ સંકીર્ણતાને છોડી વિશાળતામાં પ્રવેશ કરવા સમાન છે. અત્રે એક વાત ખાસ ધ્યાનમાં લેવાની છે કે, આ પ્રાર્થના ઉપરછલી નહિ પણ હૃદયથી કરેલી હેવી જોઈએ. જે આપણે હૃદયથી પરમાત્માને જગત શિરોમણિ તરીકે સ્વીકાર્યા હશે તે એ દિશામાં આપણુમાં સંકીર્ણતા રહી જ શકે નહિ. જે વ્યક્તિ પરમાત્માને જગતશિરોમણિ માને છે તેનામાં કેવી વિશાળતા હોય છે અને જે તેમ માનતા નથી તેનામાં કેવી સંકીર્ણતા હોય છે એ વાતનો નિર્ણય કરવા માટે એક નાસ્તિક અને એક આસ્તિકના જીવનની સંકીર્ણતા તથા વિશાળતાનું માપ કાઢે. માનો કે, તમને જંગલમાં બે માણસો મળ્યા. આ બન્નેમાં એક માણસ આસ્તિક છે અને બીજો નાસ્તિક છે. આસ્તિક માણસ મનમાં એમ વિચારે છે કે, કોઈ વટેમાર્ગુને કષ્ટ આપવું જોઈએ નહિ, ભલે કોઈ કષ્ટ આપતાં જોતું નથી પરંતુ સર્વજ્ઞ પરમાત્મા તો બધું જુએ છે. ત્યારે નાસ્તિક માણસના હૃદયમાં તે બીજાને લુંટવાની જ ભાવના હોય છે. આ રીતે બાસ્તિકના હૃદયમાં દયાભાવના હોવાને કારણે વિશાળતા હોય છે અને નાસ્તિકના હૃદયમાં ક્રૂરતા હોવાને કારણે સંકીર્ણતા હોય છે. આ પ્રમાણે પરમાત્માને જગતશિરોમણિ માનનાર અને નહિ માનનાર વચ્ચે ઘણું અંતર હોય છે. જે વ્યક્તિ પરમાત્માને જગતશિરોમણિ માને છે તેના હૃદયમાં કોઈ પ્રકારનો ભય રહેતો નથી. સાચા ભક્તના હૃદયમાં નિર્મલતા હૈતી નથી. જ્યાં નિર્બલતા હોય છે ત્યાં નિર્ભયતા આવતી નથી. આજે તે લેકે પિતાની મેળે જ્ય પેદા કરે છે. આ પ્રમાણે ભયભીત થવાનું પ્રધાન કારણ એ છે કે પોતે જ પોતાને નિર્બલ માને છે. મેં એક પુસ્તકમાં વાંચ્યું હતું કે, ઘેટું પિતાને નિર્બલ માને છે અને પિતાને નિર્બલ માનવાને કારણે જ બીજા લોકો પણ તેને નિર્બલ માને છે. આ પ્રકારની પિતાની માનેલી નિર્બળતાને કારણે જ અનેક લેકે ઘેટાંને પિતાનું ભક્ષ્ય સમજે છે. સિંહ આદિ હિંસક પશુ તે ઘેટાંને પિતાનું ભક્ષ્ય માટે જ છે પરંતુ અનેક મનુષ્ય પણ તેને નિર્બલ માની પિતાનું ભક્ષ્ય માને છે તથા દેવીને તેનું બલિદાન પણ ચડાવે છે. દેવીને માતા કહેવામાં આવે છે. તે દેવી બલિદાન ચડાવનાર ભકતોની માતા છે. તે શું તે ઘેટાંની માતા નથી ? જે દેવીને જગન્માતા અથવા જગદંબા કહેવામાં આવતી હોય તો જગતમાં ઘેટાંને પણ સમાવેશ થઈ જાય છે; તો શું તે જગન્માતા પિતાના પુત્રતુલ્ય ઘેટાંને પણ ભોગ લે છે? અને તેને પણ ખાઈ જાય છે? વાસ્તવમાં વાત એમ છે કે, ઘેટું એક નિર્બલ પ્રાણી છે એટલા માટે તેની નિર્બલતાનો ગેરલાભ લઈ લેકે દેવી આગળ તેને ભોગ ધરે છે. જે લોકે આવા નિબંધ મૂક પ્રાણીની નિર્બળતાને અનુચિત લાભ લઈ દેવીને ભેગ ધરે છે તેઓ તે દેવીને બલિદાન ચડાવવામાં પોતાનું ભલું માનતા હશે. પરંતુ તમે લેકે તે અહિંસાવાદી હોવાથી જે દેવી-માતા આગળ પશુવધ કરવામાં આવે છે તે માતાના મંદિરમાં તે જતા નથી ને ?
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy