________________
૨૫૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ ' [ અમદાવાદ સાથે વિવાહ ન કર્યો, તે જ પ્રમાણે મારા પતિએ પણ કેઈ બીજી સ્ત્રી સાથે વિવાર કર્યો નથી. તે પછી હું પણ રાજીમતીની માફક બ્રહ્મચર્યનું પાલન શા માટે ન કરું? -
અંજના આ પ્રમાણે પોતાની સખીને સમજાવી શાન્ત કરતી, અને પોતે બ્રહ્મચર્યનું બરાબર પાલન કરતી અને પરમાત્માનું ધ્યાન કરવામાં જીવન વ્યતીત કરતી. જે અંજના ચાહત તે પિતાના પિતાને ત્યાં જઈ શકતી હતી. પરંતુ તેણે તેમ ન કરતાં એક બે વર્ષ નહિ પણ બાવીસ વર્ષ સુધી બ્રહ્મચર્યનું યથાવત પાલન કરતી રહી. તેની સખીઓ તેને કહેતી કે, તમારી ઉચ્ચ ભાવના જોતાં તમારું આ દુઃખ અધિક સમય સુધી ચાલશે નહિ, તમારા દુઃખનો અન્ત શેડા વખતમાં આવી જશે. સખીઓના આ કથનના ઉત્તરમાં અંજના કહેતી કે, સખી! તમારાં આ વચનો ધૈર્ય આપતા રહો એ જ મારી ઈચ્છા છે.
દુઃખ તે બધાં લકે ઉપર પડે છે પરંતુ જેઓ દુઃખના સમયે વૈર્ય ધારણ કરી રાખે છે તેમના દુઃખનો અન્ત જલ્દી આવી જાય છે. દુઃખના સમયે વૈર્ય ધારણ કરવાથી અંજનાને શો લાભ થયો એ વિષે હવે પછી આગળ વિચાર કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત ૧૯૬ શ્રાવણ વદી પ શનિવાર
પ્રાર્થના જય જય જગત શિરોમણિ, હું સેવક ને તું ધણી; અબ તૌસું ગાઢી બણું, પ્રભુ આશા પૂરે હમ તણી. મુઝ હેર કરે ચંદ્ર પ્રભુ, જગજીવન અંતર જામી; ભવ દુઃખ હરે સુનિએ અરજ હમારી ત્રિભુવન સ્વામી. મુઝ૦ ૧
–વિનયચંદ્રજી કુંભટકત ચોવીસી.
ચન્દ્રપ્રભુ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આ પ્રાર્થનામાં જે ભાવ કહેવામાં આવ્યાં છે તે ભાવોનું પૂર્ણરૂપે વર્ણન તે કઈ મહાન યોગીશ્વર જ કરી શકે, છતાં હું મારી શક્તિ તેમજ બુદ્ધિ અનુસાર તે વિષે સંક્ષેપમાં કહું છું.
ભગવાન ચન્દ્રપ્રભુની પ્રાર્થના કરવી એ સંકીર્ણતામાંથી નીકળી વિશાળતાને અપનાવવા સમાન છે. પોતાનામાં જે સંકીર્ણતા તથા તુચ્છતા છે તેમાંથી બહાર નીકળી વિશાળતામાં પગ મૂકવો એ જ પરમાત્માની પ્રાર્થના છે. તમે કદાચ એમ કહે કે, પ્રાર્થના કરવા માત્રથી