________________
ચાતુર્માસ ]
સતી અંજના ચરિત્ર-૫
[ ૨૫૭
પવનકુમારના મિત્રો જ્યારે બીજે વિવાહ કરવા માટે આગ્રહ કરતા ત્યારે પવનકુમાર એ આશયને ઉત્તર આપતા કે, જ્યારે પોતાની સ્ત્રીની સન્મુખ બીજા પુરુષની પ્રશંસા સાંભળી મૌન રહેવું અને કાંઈ ન બોલવું—એ વાતને પણ હું સહી શકતો નથી, તે પછી હું કાઈ બીજી સ્ત્રીની સાથે વિવાહ કરું એ અંજના કેવી રીતે રહી શકે ? આવી દશામાં મારા માટે એ ઉચિત્ કેમ કહી શકાય કે હું બીજી સ્ત્રીની સાથે વિવાહ કરું! પવનકુમારની આ દઢતાથી તથા બીજે વિવાહ ન કરવાથી અંજના પણ પ્રસન્ન રહેતી. અંજના મનમાં વિચારતી હતી કે રાજકુમાર મારાથી રુઝ રહે છે, પરંતુ શીલનું પાલન કરવામાં તેઓ દઢ છે. દિવસમાં તો આ પ્રમાણે વિચાર કરી તે સાંત્વન લેતી અને રાત્રીના સમયે મારાથી શ અપરાધ થયો છે કે જેથી પતિદેવ મારા પ્રત્યે પુષ્ટ રહે છે તે વિષે આલોચના કરતી, અને પૂર્વ જન્મમાં કરેલા પાપકર્મને કારણે જ મારે આજે કહુફળ ભોગવવું પડે છે એમ માની સત્કાર્ય તથા સદ્વિચાર કરવામાં તે પ્રવૃત્ત થતી. કોઈ વાર તેની સખી વસંતમાલા પવનકુમારની અપ્રસન્નતાના સંબંધમાં કાંઈ કહેતી અથવા પવનકુમારની નિંદા કરતી તે અંજના સખીને કટુવચન બોલતાં અટકાવતી અને કહેતી કે, સખી! પતિની નિંદા ન કરે. તેઓ ભલે મારાથી સુઈ રહેતા હોય પણ આખરે તેઓ મારા પતિદેવ છે. મારું આ જીવન તેમની જ સેવામાં સમર્પિત કરેલું છે. તે કહે છે કે, આવું દુઃખી જીવન વ્યતીત કરવા કરતાં તે પિતાને ત્યાં અવિવાહિત રહેવું એ સારું હતું. તારું આ કથન પણ ભ્રમપૂર્ણ છે. કારણ કે પિતાને ત્યાંથી અહીં આવવાની ભાવના પણ મેં જ કરી હતી. પિતાએ જબરદસ્તીથી મને ઘર બહાર તો કાઢી નથી. જ્યારે મેં વિવાહ કરવાની સંમતિ આપી હતી ત્યારે જ મારે વિવાહ કરવામાં આવ્યો હતો. પિતાશ્રીએ પણ મારું જીવન પવિત્ર તથા સુખી થાય એ દૃષ્ટિએ જ મારો વિવાહ કર્યો હતો. હવે અહીં મારે પતિથી પરિત્યકતા થઈ રહેવું પડે છે એમાં કોઈને શો અપરાધ છે? મને તો મારા પાપકર્મને જ અપરાધ જણાય છે. પતિ તુષ્ટ હોવાને કારણે જ મારે બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે, પરંતુ તે મહાસતીઓ કેવી પવિત્ર તથા સુશીલ હતી કે જેઓ સ્વેચ્છાપૂર્વક જ બ્રહ્મચર્યનું પાલન કરવામાં પિતાના જીવનને ધન્ય માનતી હતી.
ब्राह्मी चंदनबालिका भगवती राजीमती द्रौपदी कौशल्या च मृगावती च सुलसा सीता सुभद्रा शिवा । कुन्ती शीलवती नलस्य दयिता चूला प्रभावत्यपि
पद्मावत्यपि सुन्दरी दिनमुखे कुर्वन्तु वो मंगलम् ॥ આ મહાસતીઓએ બ્રહ્મચર્યનું સ્વેચ્છાપૂર્વક વિશુદ્ધ રીતે પાલન કર્યું હતું એટલા જ માટે તેમનું પ્રાતઃકાલમાં સ્મરણ કરવામાં આવે છે.
અંજનાએ વસંતમાલાને સમજાવતાં કહ્યું કે, બેન! પતિદેવ મારાથી દુષ્ટ છે અને એ કારણે મારું જીવન દુઃખી છે એ વાત સાચી છે. પરંતુ પતિ તુષ્ટ હોવાને કારણે મારે બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે એ શું ખરાબ છે ? પતિ જો ચાહે તો બીજી સ્ત્રીની સાથે વિવાહ કરી શકે છે પરંતુ જે પ્રમાણે ભગવાન નેમિનાથે રામતીને ત્યાગ કરી બીજી સ્ત્રીની