SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ પ્રાપ્ત છે કે, અમે ગમે તેટલીવાર વિવાહ કરી શકીએ. આ પ્રમાણે કહી અનેક લેકે કેવળ સ્ત્રીને જ પવિત્ર રાખવા ચાહે છે. પરંતુ જેઓ પોતે જ પવિત્ર નથી તેઓ બીજાને પવિત્ર રાખવાના અધિકારી કેવી રીતે હોઈ શકે ? હું તમને સદાચારનું પાલન કરવાનો ઉપદેશ આપું છું. પરંતુ જે મારે પોતાને જ સંયમ બરાબર ઠીક ન હોય તે આ દિશામાં તમે મને શું કહેશે? એ જ કે, મહારાજ ! પહેલાં તમારું આચરણ તે જુઓ ! આ જ પ્રમાણે જે પિતે જ પવિત્ર નથી તે બીજાને પવિત્ર કેવી રીતે રાખી શકે ! આનો અર્થ એ નથી કે, તમે લેકે અમારા સંયમ ઉપર ધ્યાન ન આપે. તમે લેકે અમારા સંયમ ઉપર બરાબર ધ્યાન આપતા રહે. પરંતુ સાથે સાથે તમે પોતે પણ પવિત્રતાનું અનુકરણ તથા પાલન કરે. તમારે પણ તમારા ગૃહસ્થધર્મનું બરાબર પાલન કરવું જોઈએ. સાધુએ શ્રાવક ઉપર અને શ્રાવકે સાધુ ઉપર ધ્યાન રાખવું જોઈએ. આ પ્રમાણે કરવાથી બન્નેના ધર્મનું પાલન બરાબર થઈ શકશે. પરંતુ આનો અર્થ કોઈએ ન કાઢે કે, જે કઈ પિતાનો ધર્મ પાળતા ન હોય તે બીજાએ પણ ધર્મનું પાલન ન કરવું. બીજે કઈ ધર્મનું પાલન કરે કે ન કરે પરંતુ આપણે તે આપણા ધર્મનું પાલન કરવું જ જોઈએ. પ્રત્યેક મનુષ્ય કેવળ પિતાનો જ સ્વાર્થ જેવો ન જોઈએ પરંતુ પરમાર્થ પણ જે જોઈએ. પવનકુમાર એ વિચાર કરી શકતા હતા કે હું પુરુષ છું અને તેમાંય રાજપુત્ર છું. અંજના તે પિતાનાં કર્મોને ભેગવે છે, પણ હું સ્ત્રી-સુખથી શા માટે વંચિત રહું? બીજે વિવાહ શા માટે ન કરું? પરંતુ પવનકુમારે આ સ્વાર્થી વિચાર ન કરતાં બ્રહ્મચર્યનું જ શુદ્ધ રીતે પાલન કર્યું. લોકો જે વાત પિતાના માટે જુએ છે તે વાત બીજાને માટે જોતા નથી. આ કારણે ઘણે અન્યાય થાય છે. આજે પુરુષોમાં એવી પદ્ધતિ પ્રચલિત થએલી જોવામાં આવે છે કે, તેઓ પિતાને સ્વાર્થ જુએ છે; પરંતુ જે કામ પિતાને પસંદ નથી તે કામ પિતાની સ્ત્રીને કેમ પસંદ પડતું હશે તેને જરાપણ વિચાર કરતા નથી. આ વિષે ગુલિસ્તામાં એક કથા કહેવામાં આવી છે. તેમાં કહ્યું છે કે, એક અમીરની સ્ત્રી મરી ગઈ. અમીરના મિત્રોએ અમીરને કહ્યું કે, તમારી પાસે અખૂટ ધન-સંપત્તિ છે એટલા માટે તમે બીજે વિવાહ કરે. અમીરે જવાબમાં કહ્યું કે, મને વૃદ્ધા સ્ત્રી પસંદ નથી. મિત્રોએ કહ્યું કે, તમે વૃદ્ધ સ્ત્રી સાથે વિવાહ કરે એમ તમને કશું કહે છે? તમે નવયુવતી સાથે વિવાહ કરે. તમને તો અનેક નવયુવતી મળી શકે એમ છે. અમીરે ઉત્તર આપ્યો કે, તમે લેકે મારા કથનને આશય સમજી શક્યા નથી. મારે કહેવાનો આશય એ છે કે, જ્યારે મને વૃદ્ધ સ્ત્રી પસંદ નથી, તે પછી મારા જેવા વૃદ્ધ માણસને નવયુવતી કેવી રીતે પસંદ કરે ? હું મારે જ સ્વાર્થ જોઉં અને બીજાના હિતાહિતને પણ વિચાર ન કરું એ ઉચિત કેમ કહેવાય ? શું તમને અમીરની વાત યુક્તિસંગત જણાય છે? જે અમીરની વાત ઉચિત જણાતી હોય તો તમારે એવાં કામોમાં તે જરાપણ ભાગ લેવો ન જોઈએ, કે જ્યાં વૃદ્ધપુરુષની સાથે તરણ સ્ત્રીને વિવાહ કરવામાં આવતો હોય! વૃદ્ધવિવાહમાં ભાગ લેવાથી તમે પાપના ભાગીદાર બને છે, પણ તેમાં સહકાર ન આપવાથી તમે તે પાપકાર્યમાંથી તમારા આત્માને બચાવી શકે છે.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy