________________
ચાતુર્માસ ] સતિ અંજના ચરિત્ર-૫
[ ૨૫૫ કાર્યમાં કાળ આદિની સહાયતા પણ તમને મળી જશે. કહેવત પણ છે કે, “હિંમતે મર્દા તે મદદે ખુદા.” આ કહેવતને ભાવાર્થ એ છે કે, તમે હિંમત રાખશે તે તમને બીજાની સહાયતા પણ મળી જશે. પણ જો તમે પુરુષાર્થ કે પ્રયત્ન નહિ કરે તે તમને બીજાની મદદ પણ મળી શકશે નહિ. એટલા માટે પિતાની જવાબદારી બીજા ઉપર ન ઢોળતાં પિતાનું કામ પોતે જ કરવું જોઈએ.
પુત્રનું યુક્તિસંગત કથન સાંભળી ભગુ પુરોહિત સમજી ગયા. ભગુ પુરોહિતે તથા તેમની પત્નીએ દેવભદ્ર તથા યશોભદ્રને સંયમ ગ્રહણ કરવાની સહર્ષ અનુમતિ આપી, એટલું જ નહિ પણ પિતે પણ સંયમ ગ્રહણ કરી આત્મકલ્યાણ સાધ્યું. શાસ્ત્રકારોએ આ ઘટનાને શાસ્ત્રમાં સુરક્ષિત રાખી છે. તે આ ઘટના ઉપરથી સાર ગ્રહણ કરી તમે પણ આત્મસુધાર કરી આત્મકલ્યાણ સાધે.
કહેવાનું તાત્પર્ય એ છે કે, જે આસ્તિક હોય છે તે જ અતપ્રરૂપિત ધર્મની આરાધના કરી શકે છે અને જે અર્વત્રરૂપિત ધર્મની આરાધના કરે છે તે જ વાસ્તવમાં આસ્તિક છે. અહંધર્મની આરાધના કરનારે પરલેકમાં પણ ધર્મની આરાધના કરી શકે છે. આ પ્રમાણે મહાવીર ભગવાને ભાવસત્યને જ ધર્મની આરાધના કરવાનું મૂળ કારણ બતાવ્યું છે. એટલા માટે ધર્મની આરાધના કરવા માટે ભાવ સત્યને જીવનમાં સ્થાન આપો અને હૃદયની શુદ્ધિ કરે તે તેમાં કલ્યાણ જ છે. ભાવવિશુદ્ધિને જીવનમાં સ્થાન આપી સતી અંજનાએ આત્મકલ્યાણ કેવી રીતે સાધ્યું હતું એ વાત હવે સતી અંજનાની ચરિત્રકથા ઉપરથી સમજાવું છું – સતી અંજના ચરિત્ર–પ
પવનકુમારે અંજનાને પરિત્યાગ કર્યો હતો એ કારણે પવનકુમારને નિંદાપાત્ર કહી શકાય, પરંતુ અંજનાને તિરસ્કાર કરવાની સાથે સાથે તેમણે જે બીજું પ્રશંસનીય કાર્ય કર્યું હતું એ કારણે તેઓ પ્રશંસાને પાત્ર પણ હતા. આપણે કેવળ દેષદર્શન જ ન કરવું જોઈએ, પરંતુ ગુણદર્શન પણ કરવું જોઈએ.
પવનકુમાર રાજપુત્ર હતા. તેમને બીજી કન્યા મળી શકતી હતી. અને તેઓ અંજનાથી અપ્રસન્ન રહેતા હતા એટલા માટે બીજી કન્યાની સાથે તેઓ વિવાહ પણ કરી શક્તા હતા. પરંતુ તેમણે બીજે વિવાહ ન કર્યો. તેમના મિત્રોએ તેમને બીજે વિવાહ કરવા માટે પ્રેરિત પણ કર્યા હશે પરંતુ તેમણે એવા આશયને ઉત્તર આપ્યો હશે કે, જ્યારે હું એક સ્ત્રીનું ચરિત્ર જોઈ ચૂક્યો છું તે પછી બીજે વિવાહ કરી બીજી સ્ત્રીનું પણ જીવન આની માફક નષ્ટ કરવાનો મને શું અધિકાર છે ? હું બીજી કઈ સ્ત્રીને સંકટગ્રસ્ત બનાવું એના કરતાં હું પોતે જ શુદ્ધ શા માટે ન બનું?
આજે કેટલાક પુરો “અમે પુરુષ છીએ અને તે સ્ત્રી છે એ અભિમાનને કારણે સ્ત્રીઓ ઉપર અન્યાય-અત્યાચાર કરે છે. પરંતુ જૈન ધર્મ કહે છે કે સ્ત્રી કે પુરુષ બન્નેને સમાનાધિકાર છે. કોઈને કેઈને અધિકાર છીનવી લેવાનો અધિકાર નથી.
પવનકુમાર અંજના પ્રતિ ૩ષ્ટ તે હતા, પરંતુ તેમણે ક્રોધાવેશમાં આવી જઈ બીજે વિવાહ ન કર્યો પણ બ્રહ્મચર્યનું પાલન કર્યું. આ કેવો ઉચ્ચ આદર્શ છે! આજે તે પુરુષો એમ કહેવા તૈયાર થઈ જાય છે કે, અમે તે પુરુષ છીએ એટલા માટે અમને એ અધિકાર