________________
* પ ક
ન ક - "
કા કા કા
મ
મ મ
.
૨૫૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અમદાવાદ
દાન ધર્મ તપત્નશીલ આદિ કાંઈ કરવું પડતું નથી અને જીવન વિષયાનંદમાં પસાર થાય છે. આ પ્રમાણે વિષયાનંદમાં લેલુપ બની લોકો નાસ્તિકતાને સ્વીકાર કરે છે. પરંતુ જે મહાત્માઓએ વિષયસુખ તથા સંસાર સંપદાનો ત્યાગ કર્યો છે તેમના કથન ઉપર અવિશ્વાસ કરી આત્માને ન માનવો, અને જેઓ વિષયસુખના દાસ બનેલા છે તેમના કથન ઉપર વિશ્વાસ રાખી વિષયલેલુપી બની જીવનને નષ્ટ ભ્રષ્ટ કરવું એ કયાં સુધી ઉચિત છે? એ વાતને તમે ઊંડો વિચાર કરે.
તથા યશોભદ્ર તેના પિતા ભગુપુરે હિતને કહે છે કે, હે પિતાજી! આપ આત્મતત્વને ભૂલી જવાને કારણે જ એમ કહે છે કે આત્મા અને શરીર ભિન્નભિન્ન નથી પરંતુ દૂધ તથા ઘી આદિની માફક શરીરમાં - જીવનશક્તિ છે એમ કહે છે, પરંતુ વાસ્તવમાં આત્મા અને શરીર, તલવાર અને મ્યાન જેમ જુદા જુદા છે તે જ પ્રમાણે જુદા જુદા છે. તલવાર તથા મ્યાન બને જુદા જુદા હોવા છતાં મ્યાનમાં તલવાર રહે છે તેજ પ્રમાણે આત્મા અને શરીર વારતવમાં ભિન્ન ભિન્ન હોવા છતાં આત્મા શરીરમાં રહે છે. આત્મા અમૂર્ત તથા અવિનાશી છે. શરીર મૂર્તા તથા વિનાશી છે. આત્મા તે અજર અમર છે પણ શરીર તે જીર્ણ શીર્ણ થનારું છે.
આ ઉપરથી કૉંચ કોઈ એવો પ્રશ્ન કરે કે, આત્મા અમૂર્ત તથા અવિનાશી છે તે મૂર્ત તથા જીર્ણ શીર્ણ થનારા શરીર સાથે તેને સંબંધ કેવીરીતે થયો ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, મિથ્યાત્વ આદિ કારણને લીધે જ આત્મા જન્મ મરણ કરે છે. આત્માને જે જેવો અધ્યવસાય હોય છે તે પ્રમાણે તેને જન્મ મરણ કરવાં પડે છે.
કેટલાક લેકે કહે છે કે, પરમાત્માજ આત્માને જન્માવે છે તથા મારે છે, પરંતુ આ કથન વિષે ઊંડે વિચાર કરતાં કંઈપણ રીતે તે ઠીક તેમજ યુક્તિસંગત જણાતું નથી. ગીતામાં પણ આ વિષે સ્પષ્ટ કહ્યું છે કે :
न कर्तुत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः।
न कर्मफलसंयोगं, स्वभावस्तु प्रवर्त्तते ॥ અર્થાત –પરમાત્મા કર્તા નથી, કર્મ કરાવતા નથી, લેકનું સર્જન કરતા નથી તથા કોઈને દંડ પણ આપતા નથી. આ બધું તે સ્વભાવથી જ થાય છે. જે પ્રમાણે મોઢામાં મરચું નાંખવાથી સ્વભાવતઃ તીખાશ જણાય છે અને મોઢામાં સાકર નાંખવાથી સ્વભાવતઃ મીઠાશ જણાય છે તે જ પ્રમાણે કર્મનું ફળ પણ સ્વભાવતઃ મળે છે. પરમાત્મા, કર્મનું ફળ આપવાના કે જન્મ-મરણ કરાવવાના ઝઘડામાં પડતા જ નથી. આમ હોવા છતાં કેટલાક લેકે, પરમાત્મા, કાળ આદિ ઉપર બધી જવાબદારી ઢોળી અમે શું કરીએ ? કાળ જ એવો આવી ગયો છે અથવા પરમાત્માએ જ એમ કર્યું આ પ્રમાણે કહે છે. પરંતુ આ પ્રમાણે પરમાત્મા કે કાળ આદિ ઉપર ભાર મૂકવો એ અજ્ઞાન છે.
શાસ્ત્ર કહે છે કે, તમે જ કર્મના કર્તા તથા તમે જ કર્મના ભોક્તા છો. તમે જ તમારે સુધાર કે કુધાર કરી શકે છે. કાળ–સ્વભાવ આદિની સહાયતા તમારા કાર્યમાં અવશ્ય મળે છે, પરંતુ કર્મના કર્તા તો તમે પોતે જ છો. તમે પુરુષાર્થ કરશે તે તમારા