SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાક્રમ-બોલ ૫૦ મે ૨૫૩ થઈ શકે જ નહિ. અરણીમાં અગ્નિ, દૂધમાં ઘી તથા તલમાં તેલ પ્રત્યક્ષ ન દેખાવા છતાં તે અવ્યક્તરીતે અવશ્ય રહેલ જ છે, તે જ પ્રમાણે શરીર ધારણ કરતી વખતે કર્મથી સંડાવાએલું ચેતનતત્ત્વ રહેલું જ છે અને શરીર ક્ષીણ થયે (કર્માનુસાર) બીજા શરીરમાં યોજાય છે. પિતાના આ કથનના ઉત્તરમાં પુત્રોએ કહ્યું કે – नो इन्दियगेज्झ अमुत्तभावा अमुत्तभावा वि य होइ निश्चो। अज्झत्थहेउं निययस्स बंधो संसारहेउं च वयन्ति बन्धं ॥ उ०१४-१९॥ અર્થાત–હે પિતાજી ! આત્મા અમૂર્ત હોવાથી ઈદ્રિયદ્વારા ગ્રહણ કરી ( જોઈ કે સ્પર્શી) શકાતા નથી. વળી ખરેખર અમૂર્ત હોવાથી જ તે નિત્ય ગણાય છે. આત્મા નિત્ય હોવા છતાં જીવાત્મામાં રહેલા અજ્ઞાનાદિ ષોએ કરીને તે બંધાય છે. આ બંધન એજ સંસારપરિભ્રમણનું કારણ છે એમ મહાપુરુષ કહે છે. જેટલા અમૂર્ત દ્રવ્યો છે તે બધાં નિત્ય હોય છે. જેમકે આકાશ અમૂર્ત છે તો તે નિત્ય જ છે; પરંતુ આકાશ દ્રવ્ય અખંડ નિત્ય છે અને જીવાત્મા (કર્મથી બંધાએલ છવ) પરિણામી નિત્ય છે, અને તેથીજ કર્મવશાત્ તે નાના મોટા આકારમાં પરિણમી ઉચ્ચનીચ ગતિમાં ગમન કરે છે. આત્મા અમૂર્ત હોવાથી ઈન્દ્રિયગ્રાહ્ય નથી. ઈન્દ્રિયો એક એક વિષયને જ ગ્રહણ કરે છે. જે વિષય જે ઇન્દ્રિયદ્વારા ગ્રહણ કરી શકાય છે તે વિષયને બીજી ઈન્દ્રિય ગ્રહણ કરી શકતી નથી. સાંભળવાનું કામ કાન અને જોવાનું કામ આંખ જ કરી શકે છે. જો કોઈ વ્યક્તિ સાંભળવા માટે કાન બંધ કરી દે અને આંખ ઉઘાડી રાખે અથવા જેવા વખતે આંખ બંધ કરી કાન ખુલ્લા રાખે તે જોઈ પણ ન શકાય તથા સાંભળી પણ ન શકાય, કારણકે ઇન્દ્રિયો પિતપોતાનાં વિષયને જ ગ્રહણ કરી શકે છે. પરંતુ આત્મા બધાનાં વિષયોને ગ્રહણ કરે છે અને આત્મા હોવાને કારણેજ ઈન્દ્રિયો પિતાનાં વિષયો ગ્રહણ કરી શકે છે. જો આત્મા શરીરમાંથી નીકળી જાય તે ઇન્દ્રિો શરીરમાં રહેવા છતાં પણ પિતા પોતાના વિષયોને ગ્રહણ કરી શકે નહિ. મૃત વ્યક્તિની ઈન્દ્રિયો મૃત શરીરમાં હોવા છતાં પણ આત્મા ન રહેવાને કારણે કામ કરી શકતી નથી. આ ઉપરથી એ વાત સિદ્ધ થાય છે કે, આત્મા હોય તેજ ઈન્દ્રિય વિષયોને ગ્રહણ કરી શકે છે. અન્યથા નહિ. આ પ્રમાણે આત્મા સૂક્ષ્મ હોવા છતાં ઇન્દ્રિયનો સ્વામી છે. પ્રત્યેક કામ આત્મા હોય તો જ થઈ શકે છે. રાજા પણ જ્યાં સુધી શરીરમાં આત્મા હોય છે ત્યાં સુધી જ દંડ આપી શકે છે. આત્મા નીકળ્યા બાદ શરીરને રાજા પણ દંડ આપતો નથી. આત્માવિહીન શરીરને કાં તે બાળી નાંખવામાં આવે છે અથવા જમીનમાં દાટી દેવામાં આવે છે. પુરોહિતની પુત્રો કહે છે કે, આત્મા પૂલ આંખોથી જોઈ શકાતો નથી તેમજ બીજી ઈન્દ્રિયોથી ગ્રહણ પણ કરી શકાતો નથી. તે આત્મા અમૂર્ત છે. અમૂર્ત આત્મા મૂર્ત ઈન્દ્રિયોદ્વારા કેવી રીતે દેખી શકાય ? આત્મા ઈન્દ્રિયગ્રાહ્ય ન હોવા છતાં આત્માનું અસ્તિત્વ માનવું પડે છે. આત્માને માન્યા વિના કામ ચાલી શકતું નથી, પરંતુ અનેક અણસમજુ લેકે નાસ્તિકની કલ્પિત વાતમાં એટલા માટે ફસાઈ જાય છે કે, આત્માને ન માનવાથી
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy