SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ રપર ] શ્રી જવાહર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ જાય છે. પરંતુ મૃત્યુશય્યા ઉપર પડેલા બીમારના ભાવા માંગલિક વચન સાંભળવાનાં છે કે નહિ એ કાણુ જાણે? કારણ કે મૃત્યુ સમયે ઉચ્ચ ભાવા રાખવાં મુશ્કેલ છે. એટલા માટે મૃત્યુ સુધારવા માટે પરમાત્માની પ્રાર્થના કરા અને મૃત્યુ કેવી રીતે સુધરે એ કલા શીખેા. મરતા નિશ્રિત આવવાનું જ છે એટલા માટે મરણ સમયે ઉચ્ચ ભાવ રહે અને મૃત્યુ શાન્તિપૂર્વક થાય એવા અભ્યાસ કરવા જોઇએ અને “મારું મૃત્યુ સુધર્મ' એ આશાની પૂર્તિ કરાવવા માટે પરમાત્માની નિરતર પ્રાર્થના કરો. મૃત્યુ કેવી રીતે સુધરે અને મૃત્યુને સુધારવા માટે સર્વપ્રથમ કેવા અભ્યાસ કરવા જોઈએ એ વાત હવે શાસ્રારા સમજાવુ છુંઃ સમ્યક્ત્વ પરાક્રમ-મેાલ ૫૦ મેા (ચાલુ) શાસ્ત્રમાં ભાવ–સત્ય વિષે વિચાર ચાલી રહ્યો છે. ભગવાને ભાવ-સત્યનું ફળ બતાવતાં ફરમાવ્યું છે કે, ભાવ–સત્યથી હૃદયની વિશુદ્ધિ થાય છે. ભાવવિશુદ્ધિથી કરણ તથા યાગની પણ વિશુદ્ધિ થાય છે. આ પ્રમાણે વિશુદ્ધ અન્તઃકરણવાળા જીવાત્મા અર્હત્ત્રરૂપિત ધર્મની આરાધના કરી શકે છે અને જે અર્હત્ત્રરૂપિત ધર્મની આરાધના કરે છે તેજ પરલાકમાં ધર્મની પણ આરાધના કરે છે. ભગવાને જે ઉત્તર આપ્યા છે તે ઉપરથી એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, અર્હત્ધર્મની આરાધના અને પરલોક ધર્મની આરાધના એ બન્ને શું ભિન્ન છે ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે, એ બન્નેને અત્રે ભિન્ન કહીને લક્ષદ્રારા બન્નેને સબંધ બતાવવામાં આવેલ છે. આ લક્ષણદ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, અર્હધર્મની આરાધના તેજ કરી શકે છે કે જે આસ્તિક હાય છે, આસ્તિક તેજ છે કે જે અધર્મીની આરાધના કરે છે, જે આસ્તિક નથી પરંતુ જે નાસ્તિક છે તે અધર્માંની આરાધના કરી શકતા નથી. ભગવાન મહાવીરના યુગમાં પણ અનેક નાસ્તિક મતા હતાં અને આજે તે તે મતનું પ્રાબલ્ય વિશેષ વધવા પામ્યું છે. આજના ભૌતિક વૈજ્ઞાનિકા પણ કહે છે કે, પાંચ ભૂતાના સંમેલનથી જીવન પેદા થાય છે અને એ પાંચે ભૂતા વિખરાઈ જવાથી મૃત્યુ થાય છે. પરલાકમાં કાઇ આત્મા જતા કે આવતા નથી. આત્મા જ્યાંસુધી રહે છે ત્યાંસુધી જીવન છે અને તેના જવાથી જ મૃત્યુ છે. ભૃગુ પુરેહિતના પુત્ર દેવભદ્ર તથા યશાભદ્ર જ્યારે સયમ ધારણ કરી રહ્યા હતા ત્યારે તેમના પિતા ભૃગુ પુરોહિતે કહ્યું હતું કેઃ— जाय अग्गी अरणी असन्तो खीरे घयं तेल्लमहा तिलेसु । एमेव ताया सरीरंसि सत्ता संमुच्छई नासइ नावचिट्ठे ॥ उ० १४-१८ ॥ અર્થાત્—જેમ અણિમાં અગ્નિ, દૂધમાં ઘી, અને તલમાં તેલ પ્રત્યક્ષ ન દેખાવા છતાં સયેાગબળથી ઉત્પન્ન થાય છે તેજ પ્રમાણે હું બાળકા ! પંચભૂતાત્મક શરીરમાંથી જ જીવાત્મા ઉત્પન્ન થાય છે અને શરીરના નાશની સાથે જ જીવ નષ્ટ થાય છે. શરીર નાશ પામ્યા પછી ચેતન રહેતા જ નથી. ( તે પછી ધર્મ શા માટે? અને સયમ શા માટે?) ચાર્વાક મતનું એ કથન છે કે, પાંચ મહાભૂતથી જ કાઇ શક્તિ ઉત્પન્ન થાય છે અને તે શરીરની સાથે જ ક્ષીણ થાય છે. પરંતુ વાસ્તવિક રીતે ચેતન શક્તિને ક્ષય કદી
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy