SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] પ્રાર્થના વિચાર [ ૨૫૧ • મુક્ત કરાવનારી હોય છે. આ બન્ને પ્રકારની આશાઓમાં ઘણું જ અંતર રહેલું છે. એક માણસ તો બંધનમાં પડવાની આશા પૂરી કરાવવા ચાહે છે અને બીજે માણસ બંધનમાંથી મુક્ત થવાની આશા પૂરી કરાવવા ચાહે છે. આ પ્રમાણે પરમાત્મા પાસે આશાની પૂર્તિ બે પ્રકારે કરાવવામાં આવે છે. આપણે પરમાત્મા પાસે કઈ આશાની પૂર્તિ કરાવવા ચાહીએ છીએ અને કઈ આશાની પૂર્તિ કરાવવા માટે પ્રાર્થના કરીએ છીએ તે વિષે અત્રે વિચાર કરવાને છે. પ્રત્યેક વ્યક્તિની આશાઓ ભિન્નભિન્ન હોય છે, પરંતુ એક આશા એવી છે કે જે આશાને બધા લેકો પૂરી કરાવવા ચાહે છે. સંસારમાં જીવન–સંબંધી આશા તે બધા લેકે પૂરી કરાવવા પ્રયત્ન કરે છે, પરંતુ શાસ્ત્રકારો કહે છે કે, પરમાત્મા પાસે મૃત્યુ સંબંધી આશાની પૂર્તિ કરાવો. જીવન વિકૃત છે પરંતુ મૃત્યુ પ્રકૃત છે. જે દૂધ હોય તો તેનું દહીં થાય તો એમાં કાંઈ આશ્ચર્ય નથી. આ જ પ્રમાણે જ જીવન છે તે તેની સાથે મૃત્યુ પણ જોડાએલું છે. જીવન–સંબંધી આશા તે ઘણું લોકે કરે છે અને જીવનને સુધાર પણ કરે છે પરંતુ જ્ઞાનીજને કહે છે કે, કેવળ જીવનને સુધાર કરવામાં જ રહી ન જાઓ, પરંતુ મૃત્યુને સુધારવાને પણ ઉપાય કરો. તમારું મૃત્યુ સુધરી જાય એવી પરમાત્મા પ્રત્યે પ્રાર્થના કરે. - અત્રે કઈ એવો પ્રશ્ન કરે કે, મૃત્યુને સુધારવાની વાત તે મૃત્યુ સમીપ આવશે ત્યારે જોવાઈ જશે ! મૃત્યુને સુધારવાનો પ્રયત્ન અત્યારથી કરવાની શી જરૂર છે ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે, જ્યારે મૃત્યુ સમીપ આવશે ત્યારે શું મૃત્યુને સુધારવાનો પ્રયત્ન થઈ શકશે ? શું તે વખતે પરમાત્માની પ્રાર્થના કરવાનો અવસર પ્રાપ્ત થઈ શકશે ? જ્યારે આગ લાગી હોય તે વખતે જે કોઈ વ્યક્તિ કુવો ખોદવા લાગે છે તે કુવો ક્યારે ખોદી શકશે અને આગ કયારે બઝી શકશે ? આગ લાગી હોય ત્યારે કુવો ખોદવાથી શું લાભ ? આ જ પ્રમાણે જ્યારે મૃત્યુ સમીપ આવશે, વાત પિત્ત કફ આદિ વિકારોથી કંઠ ઘેરાઈ જશે, શરીર ઠંડુ પડી જશે અને સાંધાઓ તૂટવા લાગશે ત્યારે શું મરણને સુધારવા માટે પ્રયત્ન થઈ શકશે? ત્યારે પરમાત્માને એવી પ્રાર્થના કરી શકાશે કે મારું મૃત્યુ સુધરી જાય એવી મારી આશાને પૂરી કરે ! આ પ્રશ્નને નિશ્ચિત ઉત્તર એ જ છે કે, મૃત્યુ સમયે પરમાત્માની પ્રાર્થના બરાબર થઈ શકતી નથી, એટલા માટે મૃત્યુ સુધરે એ માટે અત્યારથી પ્રયત્ન કરે અને પરમાત્માની એ આશાની પૂર્તિ કરાવવા માટે પ્રાર્થના કરતા રહો કે, હે પ્રભો ! મારું મરણ સુધરી જાય. આ પ્રમાણે નિરંતર અભ્યાસ કરતા રહેવાથી મરણ સુધરી જાય એ સંભવ છે. જીવનને સુખી બનાવવાનો પ્રયત્ન તે બધા લોકો કરે છે. રાજા કે રંક બધા લકે જીવનને સુખી બનાવવા માટે શક્ય બધા પ્રયત્ન કરે જ છે, પરંતુ જ્ઞાનીજનો કહે છે કે કેવળ જીવનને સુખી બનાવવાના પ્રયત્નમાં પોતાની શક્તિ ન ખર્ચતાં મરણ સુધારવાને પણ સક્રિય પ્રયત્ન કરે. મૃત્યુને સુધાર કરવા માટે પહેલેથી જ અભ્યાસ કરવો આવશ્યક છે. કહેવત છે કે મૃત્યુ સમયે જેવી મતિ હોય છે તેવીજ ગતિ થાય છે. મૃત્યુ સમયે ઉચ્ચ ભાવ રાખવા બહુજ કઠીન છે. કેટલાક લેકે મરણુસન્ન હોય છે અર્થાત મૃત્યુશા ઉપર પડેલા હોય છે ત્યારે માંગલિક સંભળાવવા માટે સાધુ મહારાજશ્રીને લઈ
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy