SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ બારી વાટે તે પ્રતિદિન પિતાના પતિદેવ પવનકુમારનાં દર્શન કરી લેતી હતી. એક વખત પવનકુમાર અંજનાને દર્શન કરતી જોઈ. બારી વાટે અંજનાને દર્શન કરતી જોઈ પવનકુમારે કહ્યું કે, આ સ્ત્રી તે મારે પીછો જ છોડતી નથી. આ પ્રમાણે કહી તેમણે તે બારી બંધ કરાવી દીધી. અંજનાને હવે ક્રોધ પેદા થાય એવું કારણ મળ્યું હતું, પરંતુ અંજનાએ બારી બંધ કરાવી દીધી છતાં જરાપણ ક્રોધ ન કર્યો. તે તે મનમાં એમજ વિચારતી હતી કે, આ તે મારી પરીક્ષા થઈ રહી છે. મારે વૈર્યપૂર્વક આ પરીક્ષામાંથી ઉત્તીર્ણ થવું જોઈએ. વસન્તમાલા રાજકુમારની આ અન્યાયવૃતિ જોઈ અંજનાની પાસે આવી કહેવા લાગી કે, સખી! તું તો ધર્મને નામે રાજકુમારનાં અપરાધેને ક્ષમ્ય ગણે છે અને તેમની મંગલકામને ચાહે છે. પરંતુ રાજકુમારના અન્યાયની હવે અવધિ આવી ગઈ છે. તેમણે મહેલની ખડકી પણ બંધ કરાવી દીધી. શું આ કાર્ય તેમણે ઉચિત કર્યું છે? અંજનાએ શાન્તિપૂર્વક વસન્તમાતાને કહ્યું કે, સખી ! તેમણે જે કર્યું છે તે ઠીક જ કર્યું છે. જે મારા હૃદયમાં પતિ પ્રત્યે સાચે પ્રેમભાવ છે તે પછી બારી વાટે તેમના દર્શન કરવાની શી આવશ્યક્તા છે? તેઓ તે મારા હૃદયમાં બિરાજિત જ છે. હું મારા હૃદયમાં બિરાજેલા હૃદયદેવનાં દર્શન અહીં બેઠાં જ કરી લઈશ. બારી બંધ કરી દેવાથી હું પતિની સમીપ વધારે ગઈ છું એટલા માટે બારી બંધ કરી દીધી એ એકરીતે હું જ થયું છે. આ પ્રમાણે અંજના પતિદ્વારા પરિત્યક્તા થવા છતાં વૈર્યપૂર્વક વિપત્તિને પણ સંપત્તિ માની રહી છે. જે વ્યક્તિ વિપત્તિ કે સંપત્તિમાં પોતાના મનને શાંત રાખે છે તે અવશ્ય કલ્યાણને પામે છે એટલા માટે તમે પણ સતી અંજનાની માફક વિપત્તિને પણ સંપત્તિ માને અને ચિત્તને શુદ્ધ તથા શાન્ત રાખે તો તેમાં તમારું કલ્યાણ જ રહેલું છે. વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૬ શ્રાવણ વદ ૨ ગુરૂવાર. પ્રાર્થના પ્રતિષ્ઠસેન” નરેશ્વર કે સુત, “પૃથ્વી તુમ મહતારી; સુગણ સનેહી સાહબ સાચે, સેવક ને સુખકારી. શ્રી જિનરાજ સુપાસ પૂર આશ હમારી. . ટેર૦ શ્રી. ૧ –વિનયચંદ્રજી કુંભટકૃત ચોવીશી. શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આ પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે કે, હે પ્રભો ! મારી આશાની પૂર્તિ કરનાર તમે જ છે. એટલા માટે મારી આશા પૂરી કરે એવી હું તમને પ્રાર્થના કરું છું. સંસારમાં અનેક પ્રકારની આશાઓ છે અને પ્રત્યેક વ્યક્તિની આશાઓ પણ ભિન્ન ભિન્ન છે. કોઈ આશા તૃષ્ણમાં ફસાવનારી હોય છે અને કેઈ આશા તૃષ્ણના ફંદામાંથી
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy