________________
ચાતુર્માસ ] સતી અંજના ચરિત્ર-૪
[૨૪૯ શ્રી ઊત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે, મન ન મોરવ ત્યિ અર્થાત કરેલાં કર્મોને ભગવ્યા સિવાય છૂટકે નથી. આજ પ્રમાણે શ્રી ભગવતીસૂત્રમાં પણ કહેવામાં આવ્યું
भगवं! सकड़ा कम्म वेदन्ति परकड़ा ? गोयमा ! सकड़ा कम्म वेदन्ति नो परकड़ा!
અર્થાત–ગૌતમસ્વામીએ પૂછ્યું કે, હે ભગવન! સ્વકૃત કર્મો ભોગવવા પડે છે કે પરકૃત? આ પ્રશ્નના જવાબમાં ભગવાને ફરમાવ્યું કે, હે ગૌતમ ! પિતાનાં કરેલાં જ કર્મો ભોગવવાં પડે છે, બીજાનાં કરેલાં કર્મો ભોગવવાં પડતાં નથી.
આ પ્રમાણે અંજના “મેં પૂર્વ જન્મમાં કોઈ અપરાધ કરેલ છે અને એ કર્મના ફળસ્વરૂપ મારા પતિદેવ મારા પ્રત્યે અપ્રસન્ન રહે છે ” એમ વિચાર કરી ધૈર્ય ધારણ કરતી હતી. અંજના નિશ્ચયમાં તે આ પ્રમાણે વિચાર કરી વૈર્ય ધારણ કરવાનો પ્રયત્ન કરતી હતી પરંતુ વ્યાવહારિક દષ્ટિએ વિચાર કરતાં તેને કઈ કઈવાર ઉદાસીનતા પણ આવી જતી હતી.
એક દિવસ અંજના વિચારમગ્ન થઈ ઉદાસીન બેઠી હતી. ત્યારે તેની સખી વસન્તમાલા તેની પાસે આવીને કહેવા લાગી કે, સખી ! તું આટલી બધી ઉદાસ કેમ રહે છે ? તે એવો કોઈ અપરાધ કર્યો નથી છતાં રાજકુમાર તમારા ઉપર આટલા બધા અપ્રસન્ન શા માટે રહે છે ? આ તે પુરુષોનો દેખીતે અન્યાય જ કહેવાય ! રાજકુમાર તમારા પ્રત્યે જે અન્યાય કરી રહ્યા છે તેનું ફળ તેમના પિતાના માટે પણ સારું નહિ આવે પરંતુ ખરાબ જ આવશે.
સખીના આ કથનના ઉત્તરમાં અંજના કહેતી કે, “બેન ! તમે આમ ન બેલે. પતિનું જરાપણુ અનિષ્ટ થાય એવો હું વિચાર પણ કરી શકું નહિ; કારણ કે તેમનું અનિષ્ટ ચાહવામાં મારું જ અનિષ્ટ રહેલું છે. મેં પૂર્વજન્મમાં કોઈ અપરાધ કર્યો હશે ત્યારે જ પતિદેવ મારા પ્રત્યે અપ્રસન્ન રહે છે. મારે મારાં કરેલાં કર્મો ભોગવવાં જ જોઈએ. જે હું પવિત્ર છું તો મારે પવિત્ર જ રહેવું જોઈએ. કેઈપણ કારણે મારા હૃદયમાં અપવિત્રતાને પ્રવેશ થવા ન દેવા જોઈએ. કંચનને તપાવવામાં કે ટીપવામાં આવે છે તો પણ કંચન તો કંચન જ રહે છે. શેરડીને પીલવામાં આવે છે છતાં તે મીઠાશ જ આપે છે, કડવાશ આપતી નથી. આ જ પ્રમાણે મારા ઉપર ગમે તેટલી વિપત્તિઓ પડે છતાં મારે પતિનું અનિષ્ટ ચાહવું ન જોઈએ. પરંતુ આથી વિપરીત મારે તો પતિદેવની કુશળકામના જ કરવી જોઈએ અને પવિત્ર રહેવું જોઈએ. જો હું કષ્ટોથી ગભરાઈ જઈ પતિનું અનિષ્ટ ચાહું તે હું હજી કષાયોથી યુક્ત છું એમ કહી શકાય. મારે પતિ ઉપર સ્વપ્નમાં પણ ક્રોધ કરવો ન જોઈએ. આ ભવમાં તો મારા પતિદેવ તેઓ જ છે, બીજા કોઈ નથી. મેં મારો આ ભવ તે તેમને જ સમર્પિત કરી દીધો છે. એ કારણે હું તેમનું સ્વપ્નમાં પણ અનિષ્ટ ઈચ્છી શકું નહિ.
આ પ્રમાણે અંજના આવા વિચારધારા પતિદેવની કુશળ-કામના પ્રગટ કરતી હતી અને પિતાની ઉદાસીનતા પણ દૂર કરતી હતી. અંજનાના મહેલમાં એક બારી હતી. આ
૩૨