SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ મિશ્રકેશીદ્રારા કરવામાં આવેલી વિદ્યુત્પ'ની પ્રશ'સા સાંભળી મૌન રહેવાને કારણે જ પવનકુમાર અંજના ઉપર કુદ્ધ થયા હતા અને ક્રોધાવેશમાં બન્નેને મારવા માટે પણ ઉદ્યત થયા હતા; પણ પ્રહસ્તે પવનકુમારને સમજાવી શાન્ત કર્યાં. પવનકુમારે તે। મનમાં ત્યાંસુધી નિશ્ચય કરી લીધા હતા કે, પરપુરુષની પ્રશ'સા સાંભળી ચૂપચાપ બેસી રહેનાર સ્ત્રી સાથે વિવાહ કરવાથી શે। લાભ ? આ પ્રમાણે પવનકુમારે અજના સાથે વિવાહ કરવાને વિચાર પણ માંડી વાળ્યા હતા પણ આખરે પ્રહસ્તે પવનકુમારને બહુજ સમજાવ્યા ત્યારે વિવાહ કરવા માટે સમ્મત થયા, પરંતુ તેમના મનમાં અજના પ્રતિ વૈરભાવ હતા અને તે વૈરને બદલે લેવા માટે જ વિવાહ કરવા તૈયાર થયા હતા. તેમણે વિચાર્યું કે, જો હું અજનાની સાથે વિવાહ કરી લઇશ તે મિત્રની વાત પશુ સચવાશે, માતા-પિતાની આજ્ઞાનુ પશુ પાલન થશે અને હું અંજના પ્રતિ વૈરનેા બદલા લઈ શકીશ. જો કે પવનકુમારની આ આ ભાવના સારી ન હતી પરંતુ વિવાહ કર્યાં બાદ તેમનામાં જે દૃઢતા રહી તે દૃઢતાને કારણે તેમના આ દુર્ભાવ ગૌણ થઈ ગયા. પવનકુમારના લગ્નની તૈયારી થવા લાગી. રાજા પ્રહ્લાદે પવનકુમારને વરરાજા બનાવ્યા અને પવનકુમારને લઈને માનસરોવર ઉપર ગયા. આ બાજુ મહેન્દ્ર રાજા પણ અંજનાને લઈ સરાવર ઉપર આવી પહેાંચ્યા. ત્યાં પવનકુમારની સાથે અંજનાના વિવાહ–સંસ્કાર સાનંદ સંપન્ન થયા. પવનકુમાર વિવાહ તા કર્યાં પણ વિવાહ કરતી વખતે લેાકેામાં જે આનંદ તથા જે પ્રસન્નતા જોવામાં આવે છે તે આનંદ તથા તેવી પ્રસન્નતા પવનકુમારના મુખ ઉપર જોવામાં આવતાં ન હતાં. રાજા મહેન્દ્રે પ્રેમપૂર્વક પવનકુમારની સાથે અંજનાના વિવાહ કરાવ્યા અને પેાતાની શક્તિ પ્રમાણે પહેરામણી પણ આપી. રાજા પ્રહ્લાદ પોતાના પુત્ર તથા પુત્રવધૂને લઈ ઘેર આવ્યા. રાજા પ્રહ્લાદ તથા તેમની પત્ની કેતુમતિ, પુત્રવધૂ અંજનાને જોઈ ધણા જ પ્રસન્ન થયા. અંજના પણ ઘેર સાનંદ પહે ંચ્યા બાદ સાસુ-સસરાના પગે પણ પડી. અંજના પ્રતિ બધા પ્રસન્ન હતા પરંતુ પવનકુમારના મનમાં અંજના પ્રતિ વૈર હોવાને કારણે તેઓ અંજના ઉપર અપ્રસન્ન રહ્યા કરતા હતા. રાજા પ્રહ્લાદે અંજનાને રહેવા માટે એક ઊંચા મહેલ બનાવી દીધા. પવનકુમારને આ ન ગમ્યું. તે મનમાં એમ વિચારતા હતા કે, પિતાજીએ આના માટે આવા સુંદર મહેલ શામાટે બનાવી દીધે। ! આ પ્રમાણે વિચાર કરવાની સાથે તેમણે એમ પણ વિચાર્યુ કે, પિતાજીને એ વાતની શી ખબર કે, મને આ પત્ની પસંદ નથી અથવા મારા હૃદયમાં તેના પ્રત્યે વૈર છે. એટલા માટે તેઓશ્રી અજનાને આદર આપે એ સ્વાભાવિક છે, પરંતુ હું અંજના પ્રતિ પ્રેમભાવ પ્રકટ કરી શકું એમ નથી. મે તે અંજનાને ત્યાગ જ કર્યાં છે. પવનકુમાર અંજનાનું મુખ પણ જોતા ન હતા છતાં અંજના ધૈ ધારણ કરતી હતી. તે પેાતાના મનમાં એમ વિચારતી કે મે એવા શે। અપરાધ કર્યાં છે કે, પતિદેવ મારા ઉપર આટલા બધા રુષ્ટ રહે છે ? મેં આ જન્મમાં તે કોઇ એવું પાપ કર્યું નથી પરંતુ પહેલાના જન્મમાં મેં એવું કેાઈ પાપકમ અવશ્ય કર્યું હશે કે જેનું આજે મારે ફળ ભાગવવું પડે છે. કરેલાં કર્માંને ભાગવ્યા સિવાય છૂટકો નથી.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy