________________
ચાતુર્માસ ]
સતી અંજના ચરિત્ર-૪
[ ૨૪૭
અર્થાત્–કદાચિત્ કાઈ વાત આપણી બુદ્ધિમાં ઊતરતી ન હોય તેપણ એ વાતને વિશ્વાસ આપણા હૃદયમાં દૃઢ હોવા જોઇએ કે, વીતરાગ જન ભગવાને જે કાંઈ કહ્યું છે તે સત્ય છે. તેના સંબંધમાં મને કઇ પ્રકારને સંદેહ નથી. હું તેમના કથન ઉપર શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ રાખું છું. ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું કે, જે આ પ્રમાણે કહીને આપના વચન ઉપર શ્રદ્ધા રાખે છે તે આરાધક છે? ગૌતમ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે, હા, ગૌતમ ! તે જીવાત્મા આરાધક છે. આ પ્રમાણે તીર્થંકર દેવે જે કાંઇ કહ્યું છે તે આપણી બુદ્ધિમાં ન ઉતરે તાપણ તેમના કથન ઉપર શ્રદ્ધા રાખવી જોઇએ. શ્રદ્ઘા તે આત્માને પ્રકાશિત કરનારી જ્વલંત દીપિકા છે. આત્માને તેજસ્વી બનાવનારી જ્યેાતિર્મયી દીવી છે.
કહેવાનો આશય એ છે કે, ચિત્તની શુદ્ધિ અથવા ભાવવિશુદ્ધિનું મહત્ત્વ કેશી મહારાજ તથા ગૌતમ સ્વામીએ પણ બતાવેલ છે. એટલા માટે ભાવસત્યદ્વારા ચિત્તને શુદ્ધ કરવાને પ્રયત્ન કરવા જોઇએ. આ સંસારમાં સયેગા તે અનેક પ્રકારનાં પ્રાપ્ત થાય છે પરંતુ તે સંયેાગેને કારણે પોતાના ભાવેામાં અશુદ્ધિ આવવા દેવી ન જોઇએ. વિષમ સંયેાગે જીવનમાં ઉપસ્થિત થાય તાપણ ચિત્તને અજના સતીની માફક શુદ્ધ રાખવાને પ્રયત્ન કરવા જોઇએ. અજના સતીએ જીવનમાં વિષમ પરિસ્થિતિ ઉપસ્થિત થવા છતાં પેાતાના ચિત્તને કેવી રીતે સમભાવયુક્ત તથા શુદ્ધ રાખ્યું તે વાત હવે અજના સતીની ચરિત્રકથા ઉપરથી સમજાવું છું. સતી અંજનાનું જીવનચરિત્ર આપણા માટે આદર્શભૂત છે એટલા માટે આપણું જીવન પણ આદર્શ કેવી રીતે બને તે વાત આ રિત્રકથામાંથી લેવાની તથા આચરણમાં ઉતારવાની ખાસ જરૂર છે.
સતી
અજના ચરિત્ર–૪
જે વ્યક્તિ, માથે આવી પડેલી વિપત્તિએને પણ પાતાની સંપત્તિ બનાવી લે છે, તેજ વ્યક્તિ, આત્માહાર કરવાની સાથે જગત સમક્ષ એક ઉચ્ચ આદર્શ ઉપસ્થિત કરી જાય છે. કીડીના જેવું જીવતર જીવનારા સંસારમાં અનેક લાકે જોવામાં આવે છે, પરંતુ તેમનું જ જીવન ઉચ્ચ, આદર્શી તથા સફળ ગણવામાં આવે છે કે જેમનું જીવન ખીજાઓને માટે અનુકરણીય બને છે. આપણે જેમના જીવનની ચરિત્રકથા કે યશેાગાથા કરીએ છીએ તેમનું જીવન પણ આપણા માટે આદર્શો તેમજ અનુકરણીય છે. જેમના જીવન-પ્રસંગામાંથી આત્મવિકાસનાં તત્ત્વ પ્રગટે છે તે જીવન–પ્રસંગ કહેવા તેમજ સાંભળવેા લાભપ્રદ જ છે. સતી અજનાનું જીવન–ચરિત્ર પણ આત્મવિકાસનાં તત્ત્વોથી આતપ્રેત છે, એટલા માટે અંજના સતીના જીવન-ચરિત્રને એકાગ્રચિત્તે સાંભળશે। અને તેમના ચરિત્રાંશને થોડેઘણે અંશે જીવનમાં ઉતારશે! તે તમને આત્મલાભ થયા વિના નહિ રહે.
અજના સતી કેટલી બધી ધૈવતી હતી એ વાત તેમની જીવન ઘટનામાંથી જાણવા મળે છે.
મિશ્રકેશીદ્વારા કરવામાં આવેલી વિદ્યુત્પની પ્રશંસા સાંભળી અંજના એ વિચારથી ચૂપ બેસી રહી હતી કે, મહાપુરુષોની પ્રશ ંસામાં વિઘ્નબાધા ઉપસ્થિત કરવી ન જોઈએ. અજનાને એ વાતની ખબર ન હતી કે તેના મૌનનું કેવું ખરાબ પરિણામ આવશે !