SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ - છે. બીજાને શાન્તિ આપવાથી જ શાન્તિ પેદા થઈ શકે છે. વૈરને બદલે વૈરથી લેવામાં વૈર શમતું નથી પણ વધે જ છે. વૈરવૃત્તિ ઉપર વિજય મેળવવા માટે તથા વિશ્વમાં સ્થાયી શાન્તિ સ્થાપિત કરવા માટે કષાયાત્માને જીતવો અનિવાર્ય આવશ્યક છે. જે આત્મા મૈત્રીપૂર્ણ આચાર તથા વિવેકપૂર્ણ વિચાર દ્વારા કષાયને જીતવાનો પ્રયત્ન કરે તે કષાયને છતી પણ શકે છે અને વિશ્વમાં શાન્તિ પણ સ્થાપિત કરી શકે છે. અત્રે કઈ એવો પ્રશ્ન કરે કે, આપણે કષાયોને જીતી લીધાં છે એ કેવી રીતે ખબર પડે? આ પ્રશ્નને સામાન્ય રીતે ઉત્તર એજ આપી શકાય કે આપણું વ્યવહાર ઉપરથી જ આપણે કષાય ઉપર વિજય મેળવ્યો છે કે નહિ એ વાતની ખબર પડી શકે છે. આચાર અને વિચારનું એકીકરણ હોય એ જ ઈષ્ટકાર્ય સિદ્ધ થઈ શકે છે. નિશ્ચય તથા વ્યવહારમાં આચાર તથા વિચાર એક હોવા જોઈએ. મહાપુરુષોની માનસિક, વાસિક કે કાયિક પ્રવૃત્તિ એક જ પ્રકારની હોય છે. મનદં વચચે વાર્થે મૈ મહાત્માનામ્ અર્થાત મહાત્માઓના મનમાં, વાણીમાં તથા કાર્યોમાં એક સરખી જ પ્રવૃત્તિ હોય છે. જે વ્યક્તિએ ક્રોધ, માન, માયા તથા લેભ આ ચાર કષાયોને જીતી લીધાં હોય છે તે વ્યક્તિને વ્યવહાર પણ સરળ બની જાય છે. નિશ્ચયમાં જે કષાય-વિજયી હોય છે તે વ્યવહારમાં પણ કષાયજિત જણાય છે. ગૌતમ સ્વામીના વ્યવહાર ઉપરથી જ કેશીશ્રમણે તેમને જિતાત્મા તથા કષાયવિજયી કહ્યા હતા. જે ગૌતમ સ્વામીને નિશ્ચય વ્યવહારમાં ન ઉતર્યો હતો તે કશી સ્વામી તેમને જિતાત્મા તરીકે કેવી રીતે ઓળખી શકત? ગૌતમ સ્વામીના વ્યવહારે જ એ બતાવી આપ્યું કે તેમનામાં ક્રોધ, માન, માયા તથા લેભ નથી. જે નિશ્ચયમાં હોય છે તે જ વ્યવહારમાં પણ આવે છે. વ્યવહાર ઉપરથી નિશ્ચય પણ જાણી શકાય છે. કોઈ વૃક્ષ ઉપરથી જ્યારે લીલુંછમ જોવામાં આવે છે ત્યારે તેની જડ પણ લીલી હશે એમ અનુમાન કરી શકાય છે. આ જ પ્રમાણે વ્યવહાર ઉપરથી નિશ્ચયનું પણ અનુમાન કરી શકાય છે. વળી નિશ્ચયની સાથે સાથે વ્યવહારની પણ આવશ્યક્તા રહે છે. કેવળ નિશ્ચયને કે કેવળ વ્યવહારને જ પકડી બેસી રહેવાથી કામ ચાલી શકે નહિ. પરંતુ જ્યારે નિશ્ચય તથા વ્યવહાર બન્ને હોય ત્યારે જ ઇષ્ટકાર્ય સિદ્ધ થઈ શકે છે. વરસાદ વરસે પણ જો બીજ કે અંકુર ન હોય તે શું ઊગી શકે? આ જ પ્રમાણે બીજ કે અંકુર હોય પણ વરસાદ ન વરસે તે પણ બીજ કે અંકુર કેવી રીતે ઉગી શકે ? વરસાદ વરસે અને બીજ પણ હોય તે જ ઉગી શકે છે. આ જ પ્રમાણે નિશ્ચય અને વ્યવહાર બને છે તે જ કામ ચાલી શકે, કેવળ એકથી કામ ચાલી શકે નહિ. સંસારમાં અનેક મત-મતાન્તરે છે. આ મતમતાન્તરેની વિપુલતાને કારણે લેકેની બુદ્ધિ ચક્કરમાં પડી ગઈ છે; પરંતુ આપણે તે તેજ ઠીક માનવું જોઈએ કે જે કેશી સ્વામી તથા ગૌતમ સ્વામીએ કહેલ છે. આપણને તે તેજ વાત માન્ય હોવી જોઈએ કે જે વીતરાગ પ્રભુ સર્વજ્ઞ તીર્થંકરદેવે બતાવેલ છે. જે કોઈ વાત આપણી બુદ્ધિમાં સમજવામાં ન આવે તે પણ આપણું હૃદયમાં એ વાતનો દઢ વિશ્વાસ હોવો જોઈએ કે - तमेव सच्चं निस्संकियं जं जिणेहिं पवेइयं-एवं सद्दहमाणा, एवं पत्तयमाणा, एवं रोयेमाणा देवाणुप्पियाणं आणाए आराहियं भवइ ? हंता गोयमा! भवइ ।
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy