________________
ચાતુર્માસ ]
સમ્યક્ત્વ પરાક્રમ—૫૦ મા મેલ
[ ૨૪૫
મેળવ્યા છે. દ્રવ્યાત્મા, કષાયાત્મા, યોગાત્મા, ઉપયોગાત્મા, જ્ઞાનાત્મા, દનાત્મા, ચારિત્રાત્મા અને વીર્યંત્મા. આ આઠે પ્રકારના આત્મામાંથી કેવળ એક કષાયાત્માને જીતી લેવાથી તમે આત્મ-વિજય પ્રાપ્ત કર્યાં છે. વાસ્તવમાં કષાય એ જ સંસાર છે કારણ કે સ'સારને વધારનારાં એ ચાર કષાયા જ છે. જે કાઈ વ્યક્તિ આ ચાર કષાયાને જીતી લે છે તે વ્યક્તિ આત્મા ઉપર વિજય પ્રાપ્ત કરી સંસારને ઉચ્છેદ કરી શકે છે.
સાંભળવામાં આવે છે કે, યુરોપમાં યુદ્ધની તૈયારીઓ ચાલે છે. પાશ્ચાત્ય લોકા યુદ્ધની તૈયારી કરી રહ્યા છે, તે તમે પણ ક્રોધ, માન, માયા તથા લાભ એ આંતરશત્રુ સાથે યુદ્ધ કરવાની તૈયારી કરી છે કે નહિ? બાહ્ય યુદ્ધ કરવા કરતાં આંતર યુદ્ધ કરવું ઉચિત છે. ખાદ્ય યુદ્ધ કરવામાં માનવિહંસા, રક્તપાત તથા જન–ધનની હાનિ તેા થાય છે, પરંતુ સાથેસાથે ખીજાને લૂટવાની, પદદલિત કરવાની મિલન મનેાવૃત્તિ વૈરવૃત્તિ–પણ હૃદયમાં પેદા થાય છે. વૈરવૃત્તિ વધવા પામશે તેમ તેમ સંસારમાં અશાન્તિનું સામ્રાજ્ય વધતું જશે અને પરિણામે સંસારમાંથી સુખ અને શાન્તિ અદૃશ્ય થશે. આથી વિપરીત જો વૈરવૃત્તિને ત્યાગ કરી ક્રોધ, માન, માયા તથા લાભ (જેને કારણે સંસારમાં વિધ્વંસકારી વિપ્લવ જાગે છે) –આ ચાર કષાયાને જીતવા માટે કષાયાત્મા સાથે દયા ક્ષમા, આદિ અહિંસાત્મક શસ્રો દ્વારા આંતરયુદ્ધ ખેડવામાં આવે તે ખીજાને લૂટવાની, પદદલિત કરવાની જે મલિન મનોવૃત્તિવૈરવૃત્તિ છે તેના ઉપર વિજય મેળવી શકાશે, અને વૈર ઉપર વિજય પ્રાપ્ત કરવાના પરિણામે આત્મશાન્તિ થવાની સાથે સાથે વિશ્વમાં પણ શાન્તિ સ્થાપિત થઈ શકશે. વિશ્વમાં સુખશાન્તિ સ્થાપિત કરવા માટે ધ્યા, ક્ષમા આદિ અહિંસાત્મક સાધને દ્વારા કષાયાત્માને જીતવા એજ એક અમેાધ મા છે. આજે રામં પ્રતિ રાજ્યં અર્થાત્ વૈરને બદલે વૈરથી લેવામાં આવે છે પરંતુ આ પ્રકારને વૈરયુક્ત વ્યવહાર કરવાથી સંસારમાં ક્રાઇ દિવસ શાન્તિ સ્થાપિત થઇ શકી નથી અને થઈ પણ શકે નહિ. કારણ કે શાન્તિને સ્થાપિત કરવાને આ સાચે મા` નથી. શાન્તિ સ્થાપવાના સાચા અને અમેધ મા તે રાયં પ્રત્યપિ સત્યમ્ અર્થાત્ વૈરના બદલા પણ ક્ષમાથી આપવાને છે. વિશ્વશાન્તિ ત્યારે જ સ્થાપિત થઇ શકે કે જ્યારે થપાડના બદલા પણ ક્ષમાથી આપવામાં આવે. શાસ્ત્રકાર તા આ વાત ઘણા વર્ષોથી પેાકારી પાકારીને કહ્યા કરે છે, પરંતુ હવે તેા ગાંધીજી જેવા રાજનીતિજ્ઞ પણ એજ કહે છે. વાસ્તવમાં શાન્તિ ત્યારેજ મળી શકે કે જ્યારે ખીજાને શાન્તિ આપવામાં આવે. બીજાને અશાન્ત કરી પોતે શાન્તિ ચાહું તેા એ દશામાં શાન્તિ કદાપિ મળી શકે નહિ, અશાન્તિ વધારવાથી શાન્તિ નહિ પણ અશાન્તિ જ વધવા પામે છે
૧૯૧૪માં બ્રિટિશ અને જર્મન લેાકા વચ્ચે મહાયુદ્ધ થયું હતું. કહેવામાં આવે છે કે, એ યુદ્ધમાં અંગ્રેજોએ જર્મનેાને પરાજિત કર્યાં હતા અને શાન્તિ સ્થાપિત કરી હતી; પરંતુ વાસ્તવમાં તે શાન્તિ ભારેલા અગ્નિ જેવી કેવી ઉત્પાત કરનારી હતી તે આજે પ્રત્યક્ષ જોવામાં તથા સાંભળવામાં આવે છે. આ ઉપરથી એટલેા સાર અવશ્ય નીકળે છે કે શસ્ત્રબળથી કાઇને થોડા સમય માટે ભલે પરાજિત કરી લેવામાં આવે, પરંતુ તેથી કાંઇ સ્થાયી શાન્તિ સ્થાપિત થઈ શકતી નથી. જ્યાંસુધી વૈરવૃત્તિના હૃદયમાં વિનાશ થતા નથી ત્યાંસુધી અશાન્તિ પણ મટી શકતી નથી. અશાન્તિને દૂર કરવી આવશ્યક