________________
૨૪૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અમદાવાદ
અર્થાત્—હે મુનિ! એક (મનની દુષ્ટ પ્રવૃત્તિને વશ થએલા) જીવાત્મા ો ન જીતાય તે તે શત્રુ છે, (આત્માને ન જીતવાથી કષાયે ઉત્પન્ન થાય છે) અને એ શત્રુના પ્રતાપે ચાર કષાયે પણ શત્રુ છે અને પાંચે ઇન્દ્રિયા પણ શત્રુ છે. એમ આખી શત્રુની પરંપરાને જૈનશાસનના ન્યાય પ્રમાણે જીતીને શાન્તિપૂર્વક હું વિહાર કર્યાં કરુ છું.
ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર કમાયા કહેવાય છે. તેના તરતમ ભાવે સેાળ ભેદો છે. દુષ્ટ મન એ પણ શત્રુ છે. પાંચ ઇન્દ્રિયાનેા અસદ્વેગ થવાથી એ પણ શત્રુ જેવું કાર્ય કરે છે. પરંતુ બધાનું મૂળ એક માત્ર દુરાત્મા જ છે. તેથી દુરાત્માને જીતી લેવાથી બધાને સરળતાથી જીતી શકાય છે. જૈનશાસ્ત્રને ન્યાય એ છે કે, અહારનાં યુદ્ધ કરવા કરતાં આત્મયુદ્ધ કરવું તે ઉત્તમ છે. અને ક્ષમા, દયા, તપશ્ચર્યાં અને ત્યાગ એ તેમને હવાનાં શસ્ત્રો છે. આ શસ્ત્રદ્વારા જ કશત્રુ હણાઇ જાય છે.
ગૌતમ સ્વામીએ જે કાંઈ કહ્યું છે તે જ અનાથી મુનિએ × પણ શ્રેણિક રાજાને કહ્યું હતું. અનાથી મુનિએ શ્રેણિક રાજાને કહ્યું હતું કે, સુખ કે દુઃખ, નરક કે સ્વ, મિત્ર કે શત્રુ આ આત્મા જ છે, બીજો કાઇ નથી. આપણા આત્મા જે શુદ્ધ હોય તેા બધી વસ્તુ શુદ્ધ સ્વરૂપમાં જોઇ શકાશે, અને જો આત્મા અશુદ્ધ હશે તે બધી વસ્તુઓનું યથાર્થ સ્વરૂપ જાણવામાં કે જોવામાં નહિ આવે. ફૂટશામાલી વૃક્ષ, વૈતરણી નદી અથવા કામધેનુ ગાય કે નન્દધન અર્થાત્ સમુચ્ચયરૂપે બધાં સુખ કે બધાં દુઃખ અથવા સ્વર્ગ કે નરક આપણા આત્મા જ છે. આ વાતને બરાબર જાણવાને કારણે જ જ્ઞાનીજને સુખના સમયમાં ફુલાઈ જતા નથી અને દુઃખના સમયમાં ગભરાઈ જતા નથી. પરંતુ સમભાવ જ રાખે છે. જ્ઞાતીજને કહે છે કે, જ્યારે નરક કે ફૂટશામલી વૃક્ષનાં દુઃખ આપણા આત્મામાંથી જ પેદા થાય છે એવી અવસ્થામાં તેને આપણે ખરાબ કેવી રીતે કહી શકીએ ? જો આપણે આપણા આત્માને જીતી લઈએ તે એ દુઃખો આપણી પાસે આવીજ કેમ શકે? એક આત્માને બરાબર રીતે જીતી લેવાથી બધાં દુઃખા જીતી લેવાય છે અને જ્યારે આત્માને જીતી શકાતા નથી ત્યારે દુઃખો આવી પડે એ સ્વાભાવિક છે. દુઃખોને દૂર કરવા માટે આત્માને જીતી લેવા આવશ્યક છે.
સૂર્ય અને દીપક બન્ને પ્રકાશ આપે છે. સૂર્ય તે સ્વતંત્રરૂપે પ્રકાશ આપે છે પરંતુ દીપક તેા તેલ પૂરીએ ત્યારે જ પ્રકાશ આપી શકે છે; જો દીપકમાં તેલ પૂરવામાં ન આવે તા દીપક મુઝાઇ જાય. જ્ઞાનીજને કહે છે કે, અમારા આત્મા સૂર્યથી પણ વધારે સ્વતંત્ર છે. જ્યાંસુધી આ આત્મા પરતંત્ર છે ત્યાંસુધી જ તેને દુ:ખ છે. જો તે પરતંત્ર ન બને તા તેને કાઈ પણ પ્રકારનું દુઃખ પેદા થાય એવા સંભવ નથી.
ગૌતમ સ્વામીનું કથન સાંભળી કેશીસ્વામીએ કહ્યું કે, તમે પ્રશ્નોને જે ઉત્તર આપ્યા છે તે બરાબર છે. મારે કહેવાને આશય પણ એ જ હતા. તમે ખરેખર જિનાત્મા છે. તમે ક્રોધ, માન, માયા તથા લાભ આ ચતુર્વિધ કષાયને જીતી લઈને આત્મા ઉપર વિજય
× જુઓ : ઉત્તરાધ્યયન સૂત્રનું “ મહાનિગ્રન્થીય ’ નામનું ૨૦ મૈં અધ્યનન. વિસ્તૃત વર્ણીન માટે જીઓ જવાહિર વ્યાખ્યાન સંગ્રહ:રાજકોટ ચાતુર્માસ.