________________
ચાતુર્માસ ] સભ્યત્વ પરાક્રમ-૫૦ મે બોલ [ ૨૪૩ સમ્યક્ત્વ પરાક્રમ–બેલ ૫૦ મે ચાલુ
શાસ્ત્રમાં ભાવ સત્ય વિષે પ્રશ્ન ચાલી રહ્યો છે. ભગવાને કહ્યું છે કે, ભાવસત્યદ્વારા ભાવની વિશુદ્ધિ થાય છે, અર્થાત ચિત્તની શુદ્ધિ થાય છે. ચિત્તની શુદ્ધિ થયા બાદ વસ્તુનું યથાર્થ સ્વરૂપ જોવામાં આવે છે. શાસ્ત્રોમાં અરિહન્ત ભગવાને જે કાંઈ કહ્યું છે તે પૂર્ણપણે ત્યારે જ સમજવામાં આવે છે કે જ્યારે હૃદયના ભાવ શુદ્ધ બને છે. મેં જે કોઈ ગ્રન્થ કે શાસ્ત્ર જેયાં તથા જાણ્યાં છે તે બધામાં ચિત્તને શુદ્ધ કરવાની વાત પ્રધાનરૂપે કહેવામાં આવી છે. બધાં શાસ્ત્રકારોએ તથા નીતિકાએ ચિત્ત–શુદ્ધિને પ્રધાનતા આપી છે એમ મારા જાણવામાં આવ્યું છે. ભગવાન મહાવીરે તેર બોલને અભિગ્રહ કર્યો હતો. ભગવાનને અભિગ્રહ શું છે ? એ વાત સાધારણ લેકે જાણી શક્યા ન હતા, પરંતુ ભગવાનનું ચિત્ત શુદ્ધ હતું એટલા માટે મહાવીર ભગવાન, ચંદનબાલાની આંખમાં આંસુઓ ન જવાને કારણે અને આ પ્રમાણે પિતાના અભિગ્રહની પૂર્તિમાં એક બોલની ઉણપ હોવાને કારણે ચંદનબાલાના દ્વાર ઉપર જઈ પાછા ફર્યા હતા. સીતાજીનું ચિત્ત શુદ્ધ હતું એટલા જ માટે તેણે કષ્ટોને સહવાનું તો સહર્ષ સ્વીકાર્યું, પરંતુ રામ સિવાય બીજા કોઈને પતિરૂપે સ્વીકાર્યા નહિ. જે સીતાજીનું ચિત્ત શુદ્ધ ન હતી તે આ પ્રમાણે કોને સહેવા તૈયાર ન થાત. આ પ્રમાણે ભાવશુદ્ધિ, ચિત્તશુદ્ધિ કે આત્મશુદ્ધિને બધાંએ મહત્ત્વ આપેલ છે. આત્મશુદ્ધિનું કેટલું બધું મહત્ત્વ છે એ વાત કેશગૌતમના સંવાદમાં સ્પષ્ટરૂપે બતાવવામાં આવેલ છે. કેશીકુમાર સ્વામી આત્માની સ્થિતિ બતાવતાં ગૌતમસ્વામીને પૂછે છે કે –
अणेगाणं सहस्साणं मझे चिट्ठसि गोयमा!।
ते य ते अहिगच्छन्ति कहं ते निजिया तुमे ॥ उ० २३-३५ અર્થાત હે ગૌતમ ! હજારે વૈરીની વચ્ચે તમે વસી રહ્યા છે, વળી તે તમારી સામે ઝઝૂમી રહ્યા છે, છતાં તે બધાને તમે શી રીતે જીતી શકે છે ? કેશી સ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં ગૌતમ સ્વામીએ જણાવ્યું કે
एगे जिए जिया पंच पंच जिए जिया दश ।
दशहा उ जिणित्ताणं सव्वसत्तू जिणामिहं ॥ उ० २३-३६ અર્થાત– હું માત્ર એક (આત્મા)ને જીતવા સતત પ્રયત્ન કરું છું, કારણ કે તે એકને જીતવાથી પાંચ અને પાંચને જીતવાથી દશ અને દશને જીતવાથી સર્વ શત્રુઓ સ્વયં છતાઈ જાય છે.
ગૌતમ સ્વામીને આ ઉત્તર સાંભળી કેશી સ્વામીએ પુનઃ પૂછ્યું કે, હે ગૌતમ! તમે શત્રુ કોને કહે છે અને એકને જીતવાથી પાંચ અને પાંચને જીતી લેવાથી દશ તથા દશને જીતી લેવાથી બધા શત્રુઓ છતાઈ જાય છે આ બધું કોના વિષે કહો છો? કેશીકુમારના આ પ્રશ્નના ઉત્તરમાં ગૌતમસ્વામીએ કહ્યું કે
एगप्पा अजिए सत्तू कसाया इन्दियाणि य । ते जिणित्ता जहानायं विहरामि अहं मुणी ॥ उ० २३-३८