SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ ઘણું કામ પડે છે. એ વાત અત્રે ભૂલવી ન જોઇએ કે, વ્યવહારમાં નામની સાથે સાથે ખીજા કામેા પણ કરવાં પડે છે; આજ પ્રમાણે પરમાત્માનું નામસંકીર્ત્તન કરવાની સાથે સાથે આત્મ કલ્યાણ સાધવા માટે હિતકારી કાર્યાં પણ કરવાં પડે છે. અત્રે કાઇ એવા પ્રશ્ન કરે કે, પરમાત્માનું નામસંકીર્ત્તન કરવું એ તે ઠીક છે પરંતુ લૉકા ભિન્નભિન્ન પરમાત્માને માને છે એટલા માટે કયા પરમાત્માનું નામસંકીર્ત્તન કરવું જોઇએ ? આ પ્રશ્નને ઉચિત ઉત્તર એક કવિએ આ પ્રમાણે આપ્યા છે કેઃ— રામ કહેા રહેમાન કહેા, કાઈ કાન્હ કહેા મહાદેવ રી. પારસનાથ કહા કાઇ બ્રહ્મા, સલ વિશ્વ ત્વમેવ રી; નિજ પદ્મ રમે રામ સેા કહિયે, રહમ કરે રહમાન રી, કરસે કર્મ કાન્હ સાકહિયે, મહાદેવ નિર્વાણુ રી. પરસે સ્વરૂપ પાર્શ્વ સે। કહિયે, બ્રહ્મ ચિન્હ સે બ્રહ્મા રી. આ કવિતામાં કવિ કહે છે કે, નામમાં ભેદ છે પરંતુ કામ તે બધાનાં એક જ સરખાં છે. આ ઉપરથી કાઈ એમ પૂછી શકે કે, એ કેમ બની શકે કે નામમાં તે ભેદ હાય અને કામ બધાનાં એક સરખાં જ હાય ! અમારી સમજમાં તે આ વાતમાં આકાશપાતાળ જેટલું અંતર જણાય છે! હિન્દુનું મુખ જો પૂમાં રહે છે તે। મુસલમાનનું મુખ પશ્ચિમમાં રહે છે. આવી દશામાં એમ કેવી રીતે માની શકાય કે કેવળ કામમાં ભેદ નથી.' આ પ્રકારની દલીલના ઉત્તરમાં કવિ કહે છે કે, આ પ્રકારના ભેદ અપૂર્ણને જ જણાય છે. પૂર્ણ વ્યક્તિને આમાં કશા ભેદ જણાતા નથી. કારણ કે રામ તે કહેવાય છે કે જે પેાતાના રૂપમાં રમણ કરે છે. રામની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે, રન્તિ યોશિનાં તિ રામઃ અર્થાત્ જે યાગીઓમાં રમણ કરે છે તે રામ છે. અને જે બધા ઉપર રહમ–યા કરે છે તે રહેમાન છે. દયા કરવી કે પેાતાના પદમાં રમણ કરવું એ બન્ને એક જ વાત છે. આમાં કેવળ નામના જ ભેદ છે, કામનેા કશે। ભેદ નથી. છતાં અપૂર્ણાં લોકા નામના ભેદમાં પડીને પરસ્પર ક્લેશ કંકાસ કરવા લાગે છે. કવિ સ્પષ્ટરૂપે કહે છે કે, નામમાં ગમે તેટલા ભેદ હોય પણ કામમાં કાઈ પ્રકારના ભેદ નથી. કામને જોઈ નામ લેવામાં આવે તે પછી ભલે કાઇનું પણ નામ લેવામાં આવે, અને કાઇના નામનું પણ સંકીર્ત્તન કરવામાં આવે, તે તે એક જ વાત છે. નામમાં જ ભેદ છે, 6 ભાજન ભેદ કહાવે નાના એક સ્મૃત્તિકા રૂપ રી; તે સે ચે સખ ભેદ્દે કલ્પના એક ચિદાનંદ સ્વરૂપ ી.’ અર્થાત્—જે પ્રમાણે ભાજનમાંના નામમાં તે ભેદ છે, પરંતુ માટીની દૃષ્ટિએ તે બધાં પાત્રા એક જ સરખાં છે; તે જ પ્રમાણે નામની દૃષ્ટિએ ભલે ભેદ જણાતા હાય પરંતુ કામની દિષ્ટએ જોવામાં આવે તે તેમાં કેાઈ પ્રકારના ભેદ જાણવામાં આવશે નહિ. જ્યાં ભાવતી વિશુદ્ધિ હાય છે ત્યાં કાઈ પ્રકારના ભેદભાવ પણ રહેવા પામતા નથી. જે કાઈ મનુષ્ય પોતાના ભાવની વિશુદ્ધિ કર્યાં બાદ પરમાત્માના નામનું સંકીર્ત્તન કરે છે તે મનુષ્ય સ્વપરનું કલ્યાણ અવશ્ય સાધી શકે છે. ભાવ વિશુદ્ધિ કેટલી બધી આત્મસાધક તથા લાભપ્રદ છે એ વાત હવે શાસ્ત્રદ્રારા સમજાવું છુંઃ—
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy