SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] પ્રાર્થના વિચાર [ ૨૪૧ થઇ ગયા છે તે બધાંએ પરમાત્માના નામ–સકીનનેા આધાર લીધા છે. ગણુધરાએ પણ શાસ્ત્રમાં પરમાત્માનું નામ–સંકીત્તન કર્યું છે. પરમાત્માના નામ–સંકીર્તનને સાક્ષાત્કાર તે કાઇ મહાત્માએ જ કરી શકે છે, પરંતુ તેમનું અનુકરણ તેા બધા લેાકેા કરી શકે છે. રેલ્વે, સ્ટીમર આદિને આવિષ્કાર કરનારા તા થાડા જ હાય છે અને રેલ્વે આદિને બનાવનારા પણ ઓછા જ હાય છે, પરંતુ તેમને લાભ ધણા લેાકેા લે છે. રેલ્વે તથા સ્ટીમર આદિને લાભ જે લેાકા લે છે તે લેાકેા શું રેલ્વે આદિને બનાવી શકે છે ? બધા લેાકેા રેલ્વે આદિને બનાવી તે। શકતા નથી. આજ પ્રમાણે પરમાત્માના નામનેા સાક્ષાત્કાર કરનારા અનુભવીએ તે। વિરલ જ હેાય છે. પરંતુ પરમાત્માના નામને લાભ તેા બધા લેાકેા લઇ શકે છે. અત્રે એક વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે કે, પરમાત્માના નામ–સકીત્તનના લાભ ત્યારે જ પ્રાપ્ત થઇ શકે છે કે જ્યારે નામ-સકીનને જીવનમાં અનુભવ કરવામાં આવે. ગાય જ્યાંસુધી ચાવેલા ઘાસને વાગાળી પચાવતી નથી ત્યાંસુધી તેને રસ પેદા થઇ શકતા નથી, તેજ પ્રમાણે જ્યાંસુધી પરમાત્માના નામ-સ’કીનને જીવનમાં સક્રિયરૂપ આપવામાં આવતું નથી ત્યાંસુધી તે દ્વારા યથેષ્ટ લાભ પ્રાપ્ત થઈ શકતા નથી. પરમાત્માનું નામ સંકીર્ત્તન એ તેા જીવનની જડીબુટ્ટી છે. આ જડીબુટ્ટીના સેવનથી ગમે તેવે પાપાત્મા પણ પાવન–પવિત્ર બની જાય છે. પાપાત્માને પણ પવિત્રાત્મા બનાવવાની આ જડીમુટ્ટી છે. અનુભવી લોકેા પરમાત્માના નામ સંકીર્ત્તનનું માહાત્મ્ય બતાવતાં કહે છે કે, જે પ્રમાણે ઘાસની માટી ગંજીને અગ્નિની એક સામાન્ય ચિનગારી પણુ બાળીને ભસ્મીભૂત કરી નાંખે છે, તે જ પ્રમાણે પાપના પહાડને પણ પરમાત્માનું સામાન્ય નામસંકી`ન પણ છિન્નભિન્ન કરી નાંખે છે. કહેવાના આશય એ છે કે, પરમાત્માના નામ–સંકીત્તનનું ઘણું જ મહત્ત્વ છે, પરંતુ આ વિષય શ્રદ્ધાગમ્ય છે; એટલા માટે મહાત્માઓએ જે અગત મહિમા બતાવેલ છે તે ઉપર આપણે પણ શ્રદ્ઘા રાખવી જ જોઇએ. વ્યવહારમાં પણ શ્રદ્ઘા રાખ્યા વિના કામ ચાલી શક્યું નથી. કાહીનૂર હીરાને તમે જેયેા નથી, પરંતુ કેવળ તે બહુ કીંમતી હીરે છે એવું તમે સાંભળ્યું છે, છતાં તમે કેવળ શ્રદ્ધાથી તેને કી'મતી હીરા માને છે. તેા પછી જે મહાત્માએ પરમાત્માના નામ સંકીત્તનના મહિમા બતાવે છે તેમના વચન ઉપર પણ શા માટે શ્રદ્ધા રાખવી ન જોઇએ ? વાસ્તવમાં નિસ્પૃહી મહાત્મા શ્રદ્ધાભાજન છે, એટલા માટે મહાત્માઓના કથન ઉપર શ્રદ્ધા રાખી જે લોકેા પરમાત્માના નામસ’કીનને આશ્રય લે છે તે લકાના આત્માનું કલ્યાણ થયા વિના રહેતું નથી. તમે લેાકા જે પ્રમાણે ભાતિક વૈજ્ઞાનિકાના કથન ઉપર વિશ્વાસ કરે છે, તે જ પ્રમાણે આધ્યાત્મિક વૈજ્ઞાનિક મહાત્માઓના કથન ઉપર પણ વિશ્વાસ રાખેા. મહાપુરુષાએ પરમાત્માના નામસકીનના મહિમા વિષે જે કાંઈ કહ્યું છે તે ઉપર અશ્રદ્ધા રાખવાનું કાઇ પણ કારણ નથી. આપણે વિચાર કરશું તે આપણને માલુમ પડશે કે, વાસ્તવમાં નામનું કેવું મહત્ત્વ છે ? વ્યવહારમાં પણ નામ વિના કામ ચાલી શકતું નથી. કાઇ વકીલના કાર્ટમાં કેસ ચાલતા હોય પણ જો તે વકીલ પેાતાના અસીલનું કેપ્રતિવાદીનું નામ બતાવી ન શકે તે શું તે કેસ ચાલી શકે ખરા? આ પ્રમાણે વ્યવહારમાં પણ નામનું ૩૧
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy