SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ કરવાની સ્વીકૃતિ આપેલ છે. માતા-પિતાએ જે વચન આપેલ છે તે વચનનું પરિપૂર્ણ પાલન કરવું એ તમારું કર્તવ્ય છે. આ પ્રમાણે પ્રહસ્તના સમજાવવાથી પવનકુમારે અંજના સાથે વિવાહ કરવાની હા * પાડી; પરંતુ તેમના મનમાં એવી ભાવના તે પેદા થઈ કે, વિવાહ બાદ અંજના મારી થઈ જશે, ત્યારે હું તેને બદલે લીધા વિના નહિ રહે. પવનકુમારના મનમાં આ કપટભાવ રહેવાને કારણે કેટલી હાનિ થઈ અને સરળભાવ આવવાને કારણે કેટલે લાભ થયે એ વિષે હવે પછી યથાવસરે વિચાર કરવામાં આવશે. વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૬ શ્રાવણ વદ ૧ બુધવાર પ્રાર્થના પ પ્રભુ પાવન નામ તિહારે, પતિત ઉધારનહારે; જદપિ ધીવર ભીલ કસાઈ, અતિ પાપિષ્ટ જમારે; તદપિ જીવહિંસા તજ પ્રભુ ભજ, પાવૈ ભવાનિધિ પારે. ૫૦ ૧ –વિનયચંદ્ર કુંભટ વીશી શ્રી પદ્મપ્રભુ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આ પ્રાર્થનાની કડીઓમાં ભગવાનના નામ-સંકીર્તનને મહિમા બતાવવામાં આવેલ છે. પરમાત્માના નામ-સંકીર્તનને મહિમા અનન્ત, અગમ્ય અને અપાર છે, અને આપણું જેવા બાળ જીવો માટે પરમાત્માનું નામ-સંકીર્તન આધારભૂત છે. પરમાત્માનું નામ-સંકીર્તન કરવામાં અનેક લાભ રહેલાં છે પરંતુ તે લાભ શ્રદ્ધા વિના પ્રાપ્ત થઈ શકતાં નથી. જે વાત બુદ્ધિદ્વારા સમજવામાં આવતી નથી તે વાત શ્રદ્ધાદ્વારા જ સમજી શકાય છે. પરમાત્માના નામને મહિમા પણ શ્રદ્ધાગમ્ય છે, કારણ કે તે બુદ્ધિમાં ઊતરી શકતું નથી. અત્રે કઈ એમ કહી શકે કે, કોઈ પ્રકારના આધાર વિના શ્રદ્ધા કેવી રીતે રાખી શકાય ? પરમાત્માના નામ ઉપર શ્રદ્ધા રાખવા માટે કેાઈ આધાર તે હોવો જોઈએ ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, જે મહાત્માઓએ પરમાત્માના નામનો મહિમા બતાવેલ છે તેમણે જે પરમાત્માના નામમાં કોઈ પ્રકારની વિશેષતા જોઇ ન હોય તો તે મહાત્માઓ પરમાત્માના નામ-સંકીર્તનનો આટલો બધો મહિમા બતાવત નહિ. મહાત્માઓએ પણ પરમાત્માના નામને આધાર લીધો છે, એટલા માટે આપણે પણ પરમાત્માના નામ ઉપર શ્રદ્ધા રાખવીજ જોઈએ. કારણ કે કહ્યું પણ છે કે, મીઝનો ચેન તિઃ સ ન્યાઃ અર્થાત મહાપુરુષો જે માગે ગયા છે તે માર્ગ ઉપર ચાલવામાં અકલ્યાણ નહિ પણ કલ્યાણ જ થાય છે. જે જે મહાપુરુષ
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy