________________
ચાતુર્માસ ] સતી અંજના ચરિત્ર-–૩.
[ ૨૩૯ વૃક્ષનાં એક ગાડી લાકડાંથી પણ કરી શકાતી નથી. આ જ પ્રમાણે ભલે અલ્પાયુષી હેય પણ જે તે ક્ષગામી છે તે એવા મહાપુરુષની થોડા દિવસની પણ સેવા સારી જ છે.
અંજના પિતાની સખીઓની વાતો ચૂપચાપ સાંભળી રહી હતી. તેણીએ કાઈની પણ વાતમાં રસ કે ભાગ લીધે નહિ. અંજનાને ચૂપ બેસેલી જોઈ પવનકુમાર મનમાં તેના ઉપર કુદ્ધ થઈ ગયા. તેઓ પોતાના મનમાં કહેવા લાગ્યા કે, આ સ્ત્રી કેવી છે કે જે પર પુરુષની પ્રશંસા અને જેમની સાથે પિતાનો વિવાહ થવાનો છે તેની નિંદા સાંભળી ચૂપ બેસી રહી છે. જે સ્ત્રી પોતાના પતિની પણ નિંદા સાંભળીને બેસી રહે છે તે સ્ત્રી શા કામની? આ પ્રમાણે પવનકુમાર ફુદ્ધ થઈ અંજનાને તથા નિંદા કરનાર સખીને તલવારને પ્રહાર કરવા તત્પર થઈ ગયા.
આ પ્રમાણે કુદ્ધ થઈ પવનકુમાર મ્યાનમાંથી તલવાર ખેંચી અંજના તથા તેની સખીને મારી નાંખવા માટે જવા લાગ્યા, પરંતુ તેમના મિત્ર પ્રહસ્તે તેમને કહ્યું કે, તમે કયાં જઈ રહ્યા છો? જરા ઉભા રહો અને વિચાર કરે. પવનકુમારે જવાબમાં કહ્યું કે, જોતા નથી કે મારી કેવી નિંદા કરવામાં આવે છે છતાં અંજના મારી નિંદા અને પરપુરુષની પ્રશંસા ચૂપચાપ સાંભળી રહી છે. મારી નિંદા કરનાર સ્ત્રીને તથા અંજનાને દંડ આપ્યા વગર રહીશ નહિ. પ્રહસ્તે કહ્યું કે, જરા શાન્ત થાઓ ! આટલા બધા ઊતાવળા ન થાઓ ! પહેલી વાત તો એ છે કે, સ્ત્રી અવધ્ય છે એટલે કેઈ સ્ત્રીએ ગમે તેટલો અપરાધ કર્યો હોય છતાં તેને મારવી જોઈએ નહિ, કારણ કે સ્ત્રી અબળા કહેવાય છે. બીજી વાત એ છે કે, અંજના નિર્દોષ છે. મિશ્રકેશીના કથનનું અંજનાએ સમર્થન કર્યું નથી. વળી અંજનાની સખી તો કેવળ બોલી છે, જ્યારે તમે તો વીર પુરુષ થઈને એક અબળા સ્ત્રી ઉપર તલવારને પ્રહાર કરવા તૈયાર થયા છે એ શું ઉચિત છે? જરા શાન્તિથી વિચાર કરો અને આ પ્રમાણે ઉચ્છખલ બની જવું એ તમને છાજતું નથી.
સાચો મિત્ર તે જ છે કે જે ખરાબ કામ કરતાં અટકાવે છે. જે ખરાબ માગે લઈ જાય તે મિત્ર નહિ પણ શત્રુ જ છે. પ્રહસ્ત પવનકુમારને સાચે શુભચિંતક મિત્ર હતા. તેણે પવનકુમારને સમજાવીને શાન્ત કર્યા અને બન્ને જણા પાછા વિમાનમાં બેસી સ્વસ્થાને આવ્યા.
પવનકુમાર મનમાં એમ વિચારતા હતા કે, જે સ્ત્રી મારી તે નિંદા અને પર પુરુષની પ્રશંસા સાંભળી ચૂપ બેસી રહે છે તે સ્ત્રી શા કામની ? આવી સ્ત્રી સાથે વિવાહ કરવાથી શું લાભ થવાને છે? આ તો “પ્રથમ ગ્રાસે મક્ષિકાપાત જેવી વાત થઈ
પવનકુમારે પિતાના હૃદયગત વિચારે પિતાના મિત્ર પ્રહસ્તની સામે પ્રગટ કર્યા. પ્રહસ્તે કહ્યું કે, ભાઈ! આ પ્રમાણે વિચાર કરવાથી તો પ્રત્યેક સ્ત્રીમાં છિદ્રો જોવામાં આવશે. જો તમે આવી સાધારણ વાતથી જ અષ્ટ થતા હો તો એ દશામાં તો તમારા માટે એ જ યોગ્ય છે કે તમે સંયમ ધારણ કરે. પવનકુમારે જવાબમાં કહ્યું કે, મારાથી સંયમ તો ધારણ કરી શકાય એમ નથી. પ્રહસ્તે કહ્યું કે, જે તમારાથી સંયમ ધારણ કરી શકાય એમ નથી તે પછી તમે અંજનાની સાથે વિવાહ કરો એ જ યોગ્ય છે. તમે બીજી કોઈ સ્ત્રી સાથે વિવાહ કરે એ ઠીક નથી; કારણ કે તમારી સ્વીકૃતિ લીધા બાદ જ તમારા પિતાશ્રીએ અંજનાની સાથે વિવાહ .