________________
૨૩૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ બગીચામાં બેઠેલી છે અને વિવાહ સંબંધી વાતચીત કરી રહી છે ત્યાં પવનકુમાર તથા પ્રહસ્ત છુપાઈને બેસી ગયા અને અંજના તથા તેની સખીઓ વચ્ચે થતી વાતચીતને સાંભળવા લાગ્યા.
તે વખતે અંજનાની એક સખી કે જેનું નામ વસન્તમાલા હતું તે અંજનાને કહી રહી હતી કે, સખી! તમારે વિવાહ પવનકુમારની સાથે થઈ રહ્યો છે તે ઘણું જ આનંદની વાત છે. પવનકુમાર યુવક છે, સુંદર છે તથા તમારી માફક ધર્માભિમાની પણ છે. આ સુંદર પતિ મળવો એ સૌભાગ્યની વાત છે. વસન્તમાલાએ આ પ્રમાણે પવનકુમારની પ્રશંસા કરી. પવનકુમારની પ્રશંસા સાંભળી અંજનાએ મુખથી કાંઈ કહ્યું નહિ પણ તે હસી પડી. અંજનાને હસતી જઈ તેની સખીઓ સમજી ગઈ કે, અંજના પવનકુમારની સાથે વિવાહ કરવામાં પ્રસન્ન છે.
વસન્તમાલાનું કથન પૂરું થયા બાદ બીજી સખી કહેવા લાગી કે, સખી અંજના ! હવે તમારે પતિવ્રતા ધર્મનું પાલન કરવું પડશે. પતિવ્રત ધર્મને પ્રારંભ સગાઈ થવાની સાથે જ થઈ જાય છે. તમારી સગાઈ થઈ ચૂકી છે એટલા માટે હવે તમારા માટે પવનકુમાર સિવાય બાકીના બધા પુરુષો પિતા અથવા ભાઈ સમાન છે.
પતિવ્રતા ધર્મનું ઘણું જ મહત્ત્વ છે. જે સ્ત્રીઓ પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરી શકે નહિ તેઓ પતિવ્રતા ધર્મનું પાલન કરીને પણ આત્મહિત સાધી શકે છે. સીતા પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરતી ન હતી પણ તે પતિવ્રત ધર્મનું પાલન કરતી હતી. જે પ્રમાણે સ્ત્રીઓને માટે પતિવ્રત છે, તેજ પ્રમાણે પુરુષો માટે પણ પત્નીવ્રત છે. તમે જો પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરી શકે નહિ તે પતિવ્રત તથા પત્નીવ્રતનું તો અવશ્ય પાલન કરે.
અંજના તથા તેની સખીઓ બગીચામાં આનંદપૂર્વક વાર્તાલાપ કરી રહી હતી. પ્રત્યેક વાતમાં બે પક્ષ પડી જાય છે. આ કથનાનુસાર અંજનાના વિવાહ-સંબંધમાં પણ તેની સખીઓ વચ્ચે બે પક્ષ પડી ગયા. બીજા પક્ષમાં મિશ્રકેશી નામની સખી હતી. તેણીએ કહ્યું કે, “અમારી સખી અંજનાનો વિવાહ વિદ્યુતપર્વની સાથે ન થતાં પવનકુમારની સાથે થઈ રહ્યો છે એ વાતને તે હું દુર્ભાગ્યપૂર્ણ સમજું છું. વિદ્યુત્પર્વ કેવા મહાપુરુષ છે. તેમની બરાબરી પવનકુમાર કદાપિ કરી શકે નહિ. જે પ્રમાણે સાગર અને જલબિંદુમાં અંતર છે તેવું જ અંતર વિદ્યુત્પર્વ અને પવનકુમાર વચ્ચે છે. ”
મિશ્રકેશીના આ કથનના ઉત્તરમાં ત્રીજી સખીએ કહ્યું કે, વિધુત્પર્વ ગમે તેવા હોય પણ તે અલ્પાયુષી છે. વિદ્યુત્પર્વ વિષે એવી ભવિષ્યવાણી સાંભળવામાં આવે છે કે, તેઓ અઢાર વર્ષની અવસ્થામાં જ દીક્ષા ગ્રહણ કરશે અને ૨૬ વર્ષની અવસ્થામાં જ મોક્ષે જશે. આવા અલ્પાયુષીની સાથે વિવાહ કરવાથી સખી અંજનાને વૈધવ્ય જ ભોગવવું પડશે. ચોથી સખીએ આ વાતને પ્રતિવાદ કરતાં કહ્યું કે, જેમણે મોક્ષ પ્રાપ્ત કર્યો છે એવા મેગામી પતિની વિધવા થવું શું ખરાબ છે? મેક્ષગામી મહાપુરૂષની પત્ની બની થેડા દિવસ સૌભાગ્યવતી રહેવું અને અધિક દિવસ વૈધવ્ય ભોગવવું સારું જ છે. ચંદનના લાકડાને એક ટુકડો પણ સારે હેય છે પરંતુ તે ચંદનના લાકડાને એક ટૂકડાની સમાનતા બીજા