________________
ચાતુર્માસ ] સતી અંજના ચરિત્ર –૩
[ ૨૩૭ આ વિષે અતિ ગંભીર છે. આ ગંભીર વિષયને સ્પષ્ટરૂપે સમજાવવા માટે પહેલાંને શેડો અનુભવ હોવો આવશ્યક છે એટલા માટે આ શાસ્ત્રીય વિષયને અત્રે જ અધૂરે છોડી ચરિત્રકથા દ્વારા ધર્મની આરાધના કરવા માટે અંતઃકરણની કેવી વિશુદ્ધિ કરવી પડે છે તે સમજાવવાનો પ્રયત્ન કરું છું. સતી અંજના ચરિત્ર -૩
મહેન્દ્ર રાજાએ અંજનાને વિવાહ-સંબંધ પવનકુમાર સાથે જોડવાનો નિશ્ચય કરી પવનકુમારના પિતા પ્રલાદ રાજાની પાસે આમંત્રણપત્ર મેકલ્યો કે, તમે પવનકુમારને લઈ માનસ સરવર ઉપર આવો અને અમે પણ કન્યાને લઈ તે સ્થળે આવીએ છીએ. તે સ્થાને બન્નેના લગ્ન કરી દેવામાં આવશે.
આજે તમે લેકે પૈસાની તો કીમત સમજો છે પરંતુ સમયની કીંમત સમજતા નથી. એક પૈસો ખોવાઈ જાય છે તેને શોધવામાં આખા દિવસનો સમય લગાવી દેશે પરંતુ એટલે વિચાર નહિ કરે કે, એક પૈસાની વધારે કીંમત છે કે તે પૈસાને શોધવામાં લગાવવામાં આવેલે સમય વધારે કીંમતી છે? આ પ્રમાણે તમે લેકે સમયની કીંમત સમજતા નથી અને એ કારણે તમારા વ્યાવહારિક તથા ધાર્મિક કાર્યો અપૂર્ણ રહ્યા કરે છે. - રાજા મહેન્દ્ર અને રાજા પ્રફ્લાદ બન્ને સાધારણ રાજા ન હતા. તેમના પુત્ર-પુત્રીને પહેલે જ વિવાહ થઈ રહ્યો હતો છતાં તેમણે વિવાહનું કામ ત્રણ જ દિવસમાં પતાવી દીધું. આજે વિવાહના નામે કેટલો બધો સમય નષ્ટ કરવામાં આવે છે તેને વિચાર કરે. વિવાહ માટે મહિનાઓનો તમારે અને તમારા સગાં-સંબંધીઓનો સમય નષ્ટ કરવામાં આવે છે. આ બધું સમયની કીંમત ન સમજવાને કારણે જ બને છે. પહેલાનાં લેકે સમયની કીંમત સમજતા હતા અને તે કારણે જ રાજાઓ પણ કેવળ ત્રણ દિવસમાં જ વિવાહાદિનું કામ પતાવી લેતા હતા. વિવાહમાં જે સમય નષ્ટ કરવામાં આવે છે તે સમયને બચાવીને જે ધર્મારાધનમાં સદુપયોગ કરવામાં આવે તે શું વિવાહ આદિ કાર્ય અટકી જશે? શું થોડા સમયમાં વિવાહ થઈ ન શકે? જે થોડા સમયમાં વિવાહ સંપન્ન થઈ શકે એમ છે તે પછી વિવાહમાં સમયને નષ્ટ કરી દેવો એ શું ઉચિત છે ?
ગૃહસ્થ યદિ ધારે તો ડગલે ને પગલે ધર્મારાધન કરી શકે છે પણ લેકેએ તો એમ માની લીધું છે કે, જ્યાંસુધી ઉપાશ્રય કે ધર્મસ્થાનકમાં હોઈએ ત્યાંસુધી જ ધમ થઈ શકે છે, પછી તે પાપ જ કરવાનું હોય છે. આ ખોટી માન્યતાને કારણે કેટલી બધી હાનિ થઈ રહી છે એ કહી શકાય એમ નથી. તમે લેકે એમ સમજે છે કે ધર્મ કેવળ ઉપાશ્રયમાં જ થઈ શકે છે, તે શું દુકાને બેસવાથી શ્રાવક અશ્રાવક થઈ જાય છે ? જ નહિ, તે શું ત્યાં ધર્મનું પાલન થઈ શકતું નથી? અહિંસા, સત્ય આદિ શ્રાવકનાં જે સ્થૂલ વ્રત છે તે વ્રતનું પાલન તે વ્યવહારમાં જ થઈ શકે છે. આવી અવસ્થામાં ધમ કેવળ ઉપાશ્રયમાં જ થઈ શકે છે એ માન્યતા કેટલી બધી ભ્રાતિમૂલક છે?
પવનકુમાર પોતાના મિત્ર પ્રહસ્તની સાથે વિમાનમાં બેસી અંજનાને જોવા માટે મહેન્દ્રપુર આવ્યા છે એ વાત કાલે કહી દેવામાં આવી છે. અંજના પિતાની સખીઓ સાથે