________________
i's
us
at htt*: *'': ર -
-
-
-
-
.'' :*
૧
:
-
ર૩૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
| [ અમદાવાદ
સંયમની જ માફક સત્ય પણ એક વ્યાવહારિક અને બીજું પારમાર્થિક એમ બે પ્રકારનું હોય છે. પારમાર્થિક સત્યને જ ભાવ-સત્ય કહેવામાં આવેલ છે. અને ભાવસત્ય હોય તે જ ભાવશુદ્ધિ થઈ શકે છે. પારમાર્થિક સત્ય કોને કહેવું એ વાતને સમજાવવા માટે શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે
समयं ति मण्णमाणे समया वा असमया वा समया होइ त्ति उविहाए।
અર્થાત-જેને તું સત્ય માને છે અર્થાત્ જેને વિષે તારા હૃદયમાં કોઈ પ્રકારને સંદેહ નથી તે તારા માટે સત્યરૂપ જ છે. આ પ્રકારના ભાવસત્યને અર્થાત પારમાર્થિક સત્યને
જ્યારે અપનાવવામાં આવે છે ત્યારે જ આત્માનું કલ્યાણ થઈ શકે છે. ભાવસત્યને અપનાવ્યા વિના નવ પૂર્વનું જ્ઞાન જેમને પ્રાપ્ત થએલું હોય તેવા જ્ઞાનીજને પણ પોતાનું આત્મકલ્યાણ સાધ્યા વિનાના રહી જાય છે. આવા જ્ઞાનીજનોના ઉપદેશથી ધર્મોન્મુખ થએલ લેકે તે મેક્ષ પ્રાપ્ત કરી પણ લે છે, પરંતુ તે જ્ઞાનીઓ ભાવસત્ય ન અપનાવવાને કારણે તેવાને તેવા રહી જાય છે. આ ઉપરથી ભાવસત્યનું કેટલું બધું મહત્વ છે તે જાણી શકાય એમ છે.
ભાવસત્યને અપનાવવાથી જીવાત્માને શું લાભ થાય છે ? એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું છે કે, ભાવસત્યદ્વારા ભાવની વિશુદ્ધિ થાય છે અર્થાત ચિત્તશુદ્ધિ થાય છે. ભાવવિશુદ્ધિ અર્થાત ચિત્તશુદ્ધિ દ્વારા જીવાત્મા અહંન્તપ્રરૂપિત ધર્મની આરાધના કરી શકે છે. જે સર્વજ્ઞ તથા સર્વદર્શી છે તે અન્ત ભગવાન છે. આ અહંત ભગવાન દ્વારા જે ધર્મ પ્રરૂપવામાં આવે છે તે અન્ત પ્રરૂપિત ધર્મ કહેવામાં આવે છે. જ્યારે ભાવસત્યદ્વારા ભાવની વિશુદ્ધિ થાય છે ત્યારે જ અતપ્રરૂપિત ધર્મની આરાધના થઈ શકે છે. ધર્મની આરાધના માર્ગ ચિત્તની શુદ્ધિ જ છે. શ્રાવક-શ્રાવિકા જે ધર્મકાર્ય કરે છે તે ધર્મકાર્ય પણ તેઓ ચિત્તની શુદ્ધિ કરવા માટે જ કરે છે. એટલા માટે ધર્મની આરાધના કરવા માટે ચિત્તની શુદ્ધિ કરવી આવશ્યક છે.
જે વાતને આપણે જોઈ કે જાણી શકતા ન હોઈએ તે વાતને ભગવાન તે જાણે જ છે. જે કપટપૂર્વક સત્ય બોલવામાં આવે તો ભગવાનની દૃષ્ટિએ તે કપટપૂર્વક સત્ય પણ અસત્ય જ છે, અને કપટરહિત સરળ ભાવે બોલવામાં આવેલું અસત્ય પણ સરળ આત્માની દૃષ્ટિએ સત્ય જ છે.
કહેવાનો આશય એ છે કે, ભાવસત્યને જે જીવનમાં અપનાવવામાં આવે તે જ ચિત્તની વિશુદ્ધિ થાય છે. અને ચિત્તની વિશુદ્ધિ થાય તો જ અહંતપ્રરૂપિત ધર્મની આરાધના થઈ શકે છે. ધર્મની આરાધના કરવાથી કેઈપણ સમયે કષ્ટ પેદા થતું નથી. જે કદાચિત કેઈ કષ્ટ પેદા થયું હોય તે તે કષ્ટ ધર્મની આરાધના કરવાને કારણે પેદા થયું છે એમ કહી શકાય નહિ, પરંતુ તે કષ્ટ કોઈ બીજા કારણે જ પેદા થયું હશે એમ કહી શકાય. સાકર કઈ દિવસ કડવી હોતી જ નથી પરંતુ કોઈ કારણવશાત સાકર કડવી લાગતી હોય તે તે કડવાશ કેાઈ બીજા કારણે સાકરમાં આવી હશે એમ જ કહી શકાય. આ જ પ્રમાણે ધર્મની આરાધના કરવાથી કદાપિ કષ્ટ પેદા થતું નથી. ભગવાન સ્પષ્ટરૂપે કહે છે કે, જેમનામાં ભાવસત્ય હોય છે તેમના ભાવોમાં વિશુદ્ધિ આવે છે, અને જેમનામાં ભાવશુદ્ધિ હોય છે તેઓ જ ધર્મની આરાધના બરાબર કરી શકે છે. આ જ પ્રમાણે જે વ્યક્તિ ધર્મની બરાબર આરાધના કરે છે તે જ વ્યક્તિ પરલોકની પણ આરાધના કરે છે.