________________
ચાતુમાસ]
સમ્યકત્વ પરાક્રમ–૫૦ મો બોલ
મોક્ષમાર્ગ ક્રમ બતાવતાં કહેવામાં આવ્યું છે કે, જેમને સમ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે તેને જ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે અને જેમને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે તેને જ સમ્યકુચારિત્ર પણ પ્રાપ્ત થાય છે. અજ્ઞાનીને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતી નથી અને જેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ નથી તેને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? કારણ કે સમ્યગ્દર્શન વિના સમ્યક ચારિત્ર પ્રાપ્ત થઈ શકતું નથી. આ સંબંધમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮ મા અધ્યયનમાં
नादसणिस्त नाणं नाणेण विणा न हुन्ति चरणगुणा।
अगुणिस्त नत्थि मोक्खो नत्थि अमोक्खस्स निव्वाणं ॥ उ० २८-३० અર્થાત-જે અજ્ઞાની હોય છે તેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતી નથી, જેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થએલ નથી, તેને સમ્મચારિત્ર પ્રાપ્ત થઈ શકતું નથી, જેને સમ્મચારિત્ર પ્રાપ્ત થયું નથી તેને મેક્ષ મળી શકતો નથી, અને જેને મેક્ષ પ્રાપ્ત થયો નથી તે નિર્વાણને પ્રાપ્ત થઈ શકતો નથી.
આ કથન ઉપરથી અત્રે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, પહેલાં સમ્યજ્ઞાન પેદા થાય છે કે સમ્યગ્દર્શન? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, નિશ્ચયમાં તે સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ એક સાથે જ થાય છે, પણ વ્યવહારમાં બેસવાના ક્રમથી સમ્યજ્ઞાન પહેલાં બોલવામાં આવે છે અને સમ્યગ્દર્શન બાદમાં બોલવામાં આવે છે. વાસ્તવમાં બન્ને સાથે જ પેદા થાય છે. ઉદાહરણ તરીકે સૂર્યોદય થવાથી પહેલાં પ્રકાશ નીકળે છે કે તાપ ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, જે કે પ્રકાશ અને તાપ બન્ને એક સાથે જ સૂર્યમાંથી નીકળે છે, કારણ કે જે કિરણોમાંથી પ્રકાશ નીકળે છે તે જ કિરણોમાંથી તાપ નીકળે છે, છતાં બોલવામાં પહેલાં પ્રકાશ અને પછી તાપ નીકળે છે, એમ કહેવામાં આવે છે. આ જ પ્રમાણે
જ્યારે જ્ઞાનાવરણીય કર્મને ક્ષયોપશમ થાય છે અને મિથ્યાત્વ મેહનીય કર્મને ઉદય થાય છે ત્યારે મિથ્યાજ્ઞાન પેદા થાય છે, પરંતુ જ્યારે જ્ઞાનાવરણીયના ક્ષપશમની સાથે જ મિથ્યાત્વ મેહનીયને પણ પશમ થાય છે ત્યારે સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન સાથે જ પ્રાપ્ત થાય છે. માત્ર બલવાના ક્રમમાં પહેલાં સમ્યજ્ઞાન બોલવામાં આવે છે અને પછી સમ્યગ્દર્શન બોલવામાં આવે છે. આ પ્રકારનું સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન તથા સમ્મચારિત્ર પ્રાપ્ત થવાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે.
અત્રે કઈ એવો પ્રશ્ન કરે કે, સમ્મચારિત્ર તો સંયમ ધારણ કરવાથી જ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્મચારિત્રને ભિન્ન ભિન્ન કહેવામાં આવેલ છે. આવી દશામાં જેમણે સંયમ ધારણ કર્યો નથી તેમને સમ્યજ્ઞાન તથા સમ્યગ્દર્શન પ્રાપ્ત થવા છતાં મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે ? આ કથનને એ ઉત્તર છે કે, સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન જેમનામાં હોય છે તે વ્યવહારમાં ભલે સંયમ ધારણ કરી શક્યા ન હોય, અર્થાત ચારિત્ર ધારણ કરી શક્યા ન હોય, તે પણ તેમનામાં ભાવથી તે સમ્યક્યારિત્રને પણ અંશ હોય જ છે. વ્યવહારમાં સંયમ ધારણ ન કરવા છતાં પણ જેમને આત્મા નિજગુણુમાં રમણ કરે છે તેમનામાં ભાવ ચારિત્ર હોય જ છે.