________________
૨૩૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
| [ અમદાવાદ
પચાસમો બોલ (५०) भावसच्चेणं भंते ! जीवे किं जणयइ ?
અર્થાત-ભાવ સત્યથી (શુદ્ધ અંતઃકરણથી) જીવાત્માને શો લાભ થાય છેઆ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીરે ફરમાવ્યું કે- - -
____भावसच्चेण भावविसोहिं जणयइ, भावसोहीए वट्टमाणे जीवे अरहन्तपन्नत्तस्स धम्मस्स आराहणयाए अब्भुट्टेइ, अरहन्तपन्नत्तस्स धम्मस्स आराहणयाए अब्भुहित्ता परलोगधम्मस्स आराहए भवइ ॥५०॥
અર્થાત-ભાવસત્યથી હૃદયવિશુદ્ધિ ઉત્પન્ન થાય છે અને વિશુદ્ધ અન્તઃકરણવાળો જીવાત્મા જ અહંન્ત પ્રભુના બતાવેલા ધર્મની આરાધના કરી શકે છે અને તે ધર્મની આરાધનામાં ઉદ્યમી થઈ પરલોકમાં પણ ધમને આરાધક બને છે.
ભાવસત્ય વિષે વિશેષ વિચાર કરીએ તે પહેલાં ભાવસત્ય એટલે શું ? એ વિષે વિચાર કરવો આવશ્યક છે. સત્યને ચાર ભેદ છે. એક સત્ય તો કેવળ ઉપરછલું જ હોય છે. આ ઉપરછલું સત્ય વાસ્તવમાં સત્ય હોતું નથી, અર્થાત્ આ પહેલું સત્ય એવું છે કે જે ઉપરથી તે સત્યરૂપ જણાય છે પણ અંદરથી સત્યરૂપ હોતું નથી. બીજું સત્ય એવા પ્રકારનું હોય છે કે જે બહારથી પણ સસ્થરૂપ હોય છે અને અંદરથી પણ સત્યરૂપ હોય છે. ત્રીજું સત્ય એવા પ્રકારનું હોય છે કે જે અંદરથી તે સત્યરૂપ હોય છે પણ બહારથી સત્યરૂપ હોતું નથી. અને ચોથું સત્ય એવા પ્રકારનું હોય છે કે જે અંદરથી પણ સત્યરૂપ હેતું નથી અને બહારથી પણ સત્યરૂપ હેતું નથી, છતાં તેને સત્ય કહેવામાં આવે છે. સત્યના આ ચાર ભાંગા અર્થાત પ્રકાર છે. શ્રી સ્થાનાંગ સૂત્રમાં આ વિષે ઉદાહરણ આપી સમજાવવામાં આવ્યું છે કે, એક ઘડો એવો હોય છે કે જેની અંદર વિષ હોય છે, પણ તેનું ઢાંકણું અમૃતમય હોય છે. બીજો ઘડો એવો હોય છે કે જેની અંદર પણ વિષ હોય છે અને તેનું ઢાંકણું પણ વિષમય હોય છે. ત્રીજો ઘડો એવો હોય છે કે જેની અંદર અમૃત ભરેલું હોય છે, પરંતુ તેનું ઢાંકણું વિષમય હોય છે. અને એ ઘડો એ હોય છે કે જેની અંદર પણ અમૃત હોય છે અને તેનું ઢાંકણું પણ અમૃતમય હોય છે. આ ઉદાહરણ પ્રમાણે સત્યના પણ ચાર પ્રકાર છે.
ભાવસલ્ય વિના આત્મા, અહંત પ્રરૂપિત ધર્મની આરાધના કરી શકતો નથી. શ્રી ઉપનિષતમાં પણ કહ્યું છે કે, જે ઉપાસના વિદ્યાપૂર્વક કરવામાં આવે છે તે જ સાચી ઉપાસના છે. અને જે ઉપાસના અજ્ઞાનપૂર્વક કરવામાં આવે છે તે સાચી ઉપાસના નથી. ઉપનિષતકાર જેને વિદ્યા કહે છે તેને આપણે સમ્યજ્ઞાન, દર્શન તથા ચારિત્ર કહી શકીએ. ઉપનિષતકારનું કથન છે કે, જ્યાં સુધી વિદ્યાપૂર્વક ઉપાસના કરવામાં આવતી નથી ત્યાં સુધી મોક્ષ પ્રાપ્ત થઈ શકતો નથી. જેનશાસ્ત્રમાં પણ કહ્યું છે કે
नाणं च दसणं चेव चरित्तं च तवो तहा।।
एस मग्गो त्ति पन्नत्तो जिणेहिं वरदंसिहि ॥ उ० २८-२ અર્થાત-જિનેશ્વર ભગવાને સમ્યગજ્ઞાન, દર્શન, ચારિત્ર તથા તપને જ મેક્ષને માર્ગ બતાવ્યો છે. અર્થાત સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર તથા તપ એ જ મેક્ષનાં ચાર માર્ગો છે,