________________
ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાક્રમ-૫૦ મો બેલ [૨૩૩ જાય છે. આ પદ્ધતિ આત્માને માટે હાનિપ્રદ છે. આ પદ્ધતિને પરિત્યાગ કરી મનને પરમાત્મામાં એવું એકાગ્ર કરવું જોઈએ કે જેથી તે પાછું ખરાબ કામમાં પ્રવૃત્ત ન થાય. જે કામ લૌકિક દૃષ્ટિએ કે શાસ્ત્રીય દષ્ટિએ ખરાબ માનવામાં આવ્યું છે તે ખરાબ કામરૂપી અશુચિ તરફ મનને જવા ન દેતાં પરમાત્માની ભક્તિમાં પરોવવું જોઈએ. આત્મા એકનિષ્ઠા પ્રીતિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે છે. આત્મા પોતાના મનને પરમાત્માની ભક્તિમાં પરોવે નહિ તે આત્મા સાંસારિક અશુચિને છોડવા ચાહતો નથી એમ કહી શકાય. જાગ્રતાત્મા તે પરમાત્માનો સાક્ષાત્કાર કરવાને જ પ્રયત્ન કરે છે. સુષુપ્તાત્મા જ સાંસારિક પ્રવૃત્તિઓમાં ર પ રહે છે. જાગૃતાત્મા મનને વશીભૂત કરી મનને પરમાત્માની ભક્તિમાં પરેવી આત્મકલ્યાણ સાધે છે, અને સુષુપ્તાત્મા ઈ િઅને મનને વશીભૂત થઈ પરમાત્માને ભૂલી જઈ ઈદ્રિય તથા મનનો ગુલામ બને છે; અને જે ઇનિો ગુલામ બને છે તે પરાધીન આત્મા પોતાનું કે બીજાનું કલ્યાણ સાધી શકતો નથી. જાગૃતાત્મા અને સુષુપ્તાત્મા–સ્વાધીન આત્મા અને પરાધીન આત્મામાં આ જ મેટું અંતર છે. જે જાગ્રતાત્મા હોય છે તે તે પિતાના મનને પરમાત્માની પ્રાર્થના કરવામાં પરોવે છે પરંતુ સુષુપ્તાત્મા સાંસારિક વસ્તુઓમાં આસક્ત રહે છે.
જે કામ દ્વારા આત્માની શુદ્ધિ થાય તે સારું કામ છે અને જે કામદ્વારા આત્મા અશુદ્ધ બને તે ખરાબ કામ છે. ક્યા કામ દ્વારા આત્માની શુદ્ધિ થાય છે એ વાત શાસ્ત્રદ્વારા જાણીને જે પ્રવૃત્તિ કરવામાં આવે તો એ દશામાં આત્માનું કલ્યાણ સહજ રીતે થઈ શકે છે. તમે જે સમ્પ્રવૃત્તિ કરવાને દઢ નિશ્ચય કરી લેશે તો પછી કુદરતને જે કરવાનું હશે તે તો કરશે જ. વરસાદ વરસવાથી જમીનનું કામ જમીન કરશે, બીજનું કામ બીજ કરશે અને ખેડતનું કામ ખેડત કરશે. આ પ્રમાણે બધાને પરસ્પર સહકાર પ્રાપ્ત થશે ત્યારે જ અન્નની ઉત્પત્તિ થશે. જે બધાનો સહકાર પ્રાપ્ત ન થાય તે અન્નોત્પત્તિ કેવી રીતે થઈ શકે ? અન્નોત્પત્તિને લાભ ખેડુતને ત્યારે જ મળી શકે છે કે જ્યારે ખેતીનું કામ ખેડુત કરે છે. આ જ પ્રમાણે આપણે આપણું કામ સંપન્ન કરશું તો કુદરત પણ પિતાનું કામ સંપન્ન કરશે જ. એટલા માટે તમે તમારા હૃદયમાં એવો દૃઢ નિશ્ચય કરે છે, જે કામ દ્વારા આત્મા અશુદ્ધ બને છે એવાં કામ કરવામાં મનને કદાપિ પ્રવૃત્ત નહિ કરીએ, પરંતુ જે કામ દ્વારા આત્મા શુદ્ધ બને છે એવાં કામોમાં જ મનને પ્રવૃત્ત કરશું.
કેવાં કામોમાં મનને પ્રવૃત્ત કરવાથી આત્મા શુદ્ધ, બુદ્ધ તથા મુક્ત બને છે એ વાત હવે શાસ્ત્રદ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું છું – સમ્યક્ત્વ પરાક્રમ-બેલ ૫૦ મો. - ક્ષમા, નિરભિમાનતા, આર્જવતા, વિનયશીલતા આદિ ગુણદ્વારા આત્મા સરળ તથા શાન્ત બને છે. આત્માને કમમેલથી શુદ્ધ કરવા માટે ઉપરનાં ગુણો ધારણ કરવાં આવશ્યક છે. ક્ષમાદિ ગુણોને ધારણ કરવાથી આત્માની શુદ્ધિ કેવી રીતે થાય છે એ વિષે આગળ વિચાર કરવામાં આવેલ છે. હવે અંતઃકરણની શુદ્ધિ કેવી રીતે થાય છે અને તેથી જીવાત્માને શો લાભ થાય છે એ વિષે ગૌતમ સ્વામી મહાવીર ભગવાનને પ્રશ્ન પૂછે છે કે -