SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ન ૨૩૨ ]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ અર્થાત–આ શરીર નૌકા છે અને આત્મા નૌકાનું સંચાલન કરનાર નાવિક છે. સંસારસાગરને તે જ મહર્ષિ પાર કરી શકે છે કે જેઓ જિતેન્દ્રિય તથા મનસ્વી હોય છે. આ સંસારસાગરમાં શંકા, કુતર્ક આદિ વાવાઝોડાના ઝપાટાથી ગોથાં ખાતી જીવનનૌકાને પાર લઈ જવી બહુ જ મુશ્કેલ છે. જે નાવિક પિતાના મનને સ્થિર રાખી જીવનનૌકાનું બરાબર સંચાલન કરે તે ધીરે ધીરે જીવનનૌકાને સાગરની સામે પાર પણ લઈ જઈ શકાય. છે. કહેવાનો આશય એ છે કે, જીવનનૌકાને સાગર પાર લઈ જવી કે ડૂબાડી દેવી એ આત્માના હાથમાં જ છે. જે આત્મા મનરૂપી સુકાનને બરાબર સંભાળે તે જીવનનૌકાને સુખપૂર્વક સામે પાર લઈ જઈ શકે છે. ચિત્તને એકાગ્ર રાખવાથી આત્માની જીવનનૌકા ડગમગતી નથી. શાસ્ત્રકારે આત્માને સંબોધીને વારંવાર કહે છે કે, તમારા ચિત્તને એકાગ્ર રાખે. ચિત્તને એકાગ્ર રાખશો તો આત્મા પણ સ્થિર બનશે. આત્મા સ્થિર બનવાથી જીવનનૌકા પણ સુખપૂર્વક પાર જઈ શકશે. આ ઉપરથી કેઈ એમ કહે કે, અમને ચિત્તને એકાગ્ર કરવાનું કહેવામાં તે આવે છે પરંતુ ચિત્તને એકાગ્ર કેવી રીતે બનાવવું એવો કોઈ આધાર અમારી સામે હોય તો અમે તે પ્રમાણે ચિત્તને પરમાત્મામાં એકાગ્ર કરી શકીએ! આ કથનના ઉત્તરમાં ભક્તજને કહે છે કે, પ્રકૃતિમાં એવાં અનેક ઉદાહરણો જોવામાં આવે છે કે જેને જોવાથી તમે તમારા ચિત્તને પરમાત્મામાં એકાગ્ર કરી શકે છે. તમે અજ્ઞાનપૂર્વક તે અનેકવાર ચિત્તને એકાગ્ર કરેલ હશે, પરંતુ જે જ્ઞાનપૂર્વક એકવાર પણ ચિત્તને એકાગ્ર કરે તો આત્માનું કલ્યાણ સાધવામાં વાર ન લાગે. ભક્તજને કહે છે કે, હે સંસારના મનુષ્યો! જરા આંખ ખોલી જુઓ કે, કુદરતનાં સામાન્ય જીવો કેવી નિષ્ઠાપૂર્વક પિતાનું કામ કરે છે અને તમારામાં વિવેકજ્ઞાન હોવા છતાં કેવું કામ કરે છે ? ચાર ઈન્દ્રિયવાળો ભ્રમર પુષ્પની ગંધ પ્રતિ એવી પ્રીતિ રાખે છે કે તે પછી દુર્ગધ તરફ આકૃષ્ટ પણ થતા નથી. આ જ પ્રમાણે આપણે આપણું મનને પણ પરમાત્માની ભક્તિમાં એકનિષ્ઠાપૂર્વક એકાગ્ર કરવું જોઈએ. પરમાત્માની ભક્તિમાં મનને પ્રવૃત્ત કરવા છતાં મનને અહીંતહીં ભટકવા દેવું એ વાત પરમાત્મા પ્રત્યે એકનિષ્ઠા પ્રીતિ છે એમ સૂચવતી નથી. ભ્રમર પુષ્પની સુગંધ પ્રત્યે એકનિષ્ઠા પ્રીતિ રાખે છે અને એટલા જ માટે કોઈ તેને સુગંધ લેવા જતો અટકાવવા માટે લાખ પ્રયત્ન કરે તો પણ તે દુર્ગધ તરફ જ નથી. ભ્રમરની સુગંધ પ્રતિ જેવી પ્રીતિ હોય છે તેવી એકનિષ્ઠાપૂર્વક પરમાત્મા પ્રત્યે પ્રીતિ જ્યારે આપણું મન પણ કરવા લાગે ત્યારે સમજવું કે, આપણું મનમાં પરમાત્મા પ્રતિ સાચી ભક્તિભાવના પેદા થઈ છે. આજે આપણું મન, માખીની માફક ભાવ-અશુચિ તરફ જવા લાગ્યું છે. માખીને એવો સ્વભાવ છે કે, તે મિષ્ટાન્ન ઉપર પણ બેસે છે અને અશુચિ ઉપર પણ બેસે છે. મિષ્ટાન્ન ઉપર બેસીને ન જાણે એવી ધૂન આવે છે કે તે મિષ્ટાન્ન ઉપરથી ઉડીને અશુચિ ઉપર જઈ બેસે છે. આ જ પ્રમાણે આપણું મન પણ માખી જેવું બની રહ્યું છે કે, છેડી વાર તે પરમાત્માનું ભજન કરવામાં પ્રવૃત્ત રહે છે અને પાછું વિષયવાસના તરફ દેડયું
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy