SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] પ્રાર્થના વિચાર [ ૨૩૧ વ્યાખ્યાન: સંવત્ ૧૯૬ શ્રાવણ શુદિ ૧૩ રવિવાર – – પ્રાર્થના સુમતિ છણેસર સાહિબાજી, મેઘરથ નૃપનો નંદ; સુમંગલા” માતા તણે, તનય સદા સુખકંદ. પ્રભુ ત્રિભુવનતિલેજ. ૧ –વિનયચંદ્રજી કુંભટ ચેવશી. શ્રી સુમતિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આ પ્રાર્થનામાં આત્માને પ્રેરક ઉપદેશ આપવામાં આવ્યો છે. મધદરિયામાં વાયુના ઝપાટાથી ગોથાં ખાતી નૌકાની જેવી ડામાડોલ સ્થિતિ હોય છે તેવી જ સ્થિતિ સંસારસાગરમાં શંકા, કુતર્ક આદિ વાયુરૂપી ઝપાટાથી અસ્થિર બનેલા આત્માની છે. જે નાવિક મનને સ્થિર રાખી નૌકાનું સુકાન બરાબર સંભાળે તો નૌકાને સુખરૂપ સાગરને પાર લઈ જઈ શકે છે; પરંતુ જે નાવિક નૌકાની ડગમગતી સ્થિતિ જોઈ બેબાકળો બની જાય, અને મનને એકાગ્ર રાખી ન શકે અને નૌકાનું સુકાન બરાબર ન સંભાળે તે નૌકા સાગરમાં ડૂબી જાય એવો ભય રહે છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે – जा उ अस्साविणी नावा, न सा पारस्स गामिणी । जा उ निस्साविणी नावा, सा उ पारस्स गामिणी ॥ उ० २३-७१ અર્થાત – નૌકામાં છિદ્ર પડી જાય તો સામે પાર જઈ શકાય નહિ. છિદ્ધ વિનાની નૌકા જ સામે પાર જઈ શકે છે. આ જ પ્રમાણે આ પ્રાર્થનામાં ભક્તકવિ આત્માને સંબોધીને કહે છે કે, “હે! આત્મા ! ચિત્તને એકાગ્ર કરી તારી જીવનનૌકાનું સંચાલન કર, નહિ તે કઈ ખડક સાથે નૌકા અથડાઈ જવાથી તારી જીવનનૌકામાં છિદ્ર પડી જશે અને પરિણામે સંસારસાગરમાં તારી નૌકા ડૂબી જશે. હે આત્મા! તારી જીવનનૌકાને નાવિક તું જ છે, તારી જીવનનૌકાનું સૂકાન પણ તારા જ હાથમાં છે. તું મધદરિયામાં તારી જીવનનૌકાને ચલાવી રહ્યો છે. આ અપાર સાગરને તારે પાર કરવાને છે. માટે તારા ચિત્તને એકાગ્ર રાખી જીવનનૌકાનું બરાબર સંચાલન કર, કે જેથી તું સુખપૂર્વક સાગરને પાર કરી શકે.” સંસારસાગરને પાર કેવી રીતે કરી શકાય એ વિષે શાસ્ત્રકાર પણ કહે છે કે – सरीरमाहु नावत्ति, जीवो वुच्चइ नाविओ। संसारो अण्णवो वुत्तो, जं तरन्ति महेसिनो ॥ उ० २३-७३
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy