SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [અમદાવાદ અમે અમારી કન્યા અંજનાનો વિવાહ તમારા ચિરંજીવી પવનકુમાર સાથે કરવાનો નિશ્ચય કર્યો છે. એટલા માટે અમુક દિવસે તમે પણ પવનકુમારને લઈને માનસરોવર ઉપર આવી જશે અને અમે પણ તે નિશ્ચિત સમયે ત્યાં પહોંચી જઈશું. - રાજા મહેન્દ્ર દ્વારા રાજા પ્રલાદની પાસે આમંત્રણપત્ર મોકલવામાં આવ્યો. તે પત્રકાર મહેન્દ્રરાજા પિતાની કન્યા અંજનાને વિવાહ પિતાના પુત્ર પવનકુમાર સાથે કરાવવા ચાહે છે એ શુભ-સમાચાર જાણી રાજા પ્રહલાદ ઘણો પ્રસન્ન થયો. અંજના ઘણી સારી કન્યા છે અને તે કુળનું ગૌરવ વધારશે એમ સૌ લેકે અંજનાની પ્રશંસા કરવા લાગ્યા. પવનકુમારને પણ ખબર પડી કે, મારે વિવાહ અંજના સાથે થવાને નિશ્ચય થયો છે. તેમણે પણ લેકેદ્વારા અંજનાની પ્રશંસા સાંભળી. કથામાં તો પવનકુમાર અંજનાને જવાનો વિચાર શા માટે કર્યો એ વાત બીજા સ્વરૂપમાં કહેવામાં આવી છે પરંતુ પવનકુમાર જેવા મહાપુરુષ સ્ત્રી પ્રત્યે આ પ્રમાણે આકર્ષિત થાય એ વાત સંભવિત નથી. એટલા માટે એમજ કહેવું ઉચિત જણાય છે કે, પવનકુમારે અંજના વિષે પ્રશંસા સાંભળી એવો વિચાર કર્યો છે, જેમની આટલી બધી પ્રશંસા કરવામાં આવે છે તે અંજનાને એકવાર જોવી જોઈએ કે વાસ્તવમાં તે કેવી છે! પહેલાં પતિ પત્નીને અને પત્ની પતિને એ વિચારને દૃષ્ટિ સમક્ષ રાખી વિવાહ કર્યા પહેલાં જોઈ લેતા હતા કે, જેમની સાથે મારે વિવાહ કરવામાં આવે છે તેમની સાથે મારે જીવનવ્યવહાર બરાબર ચાલી શકશે કે નહિ ? આ પ્રકારના વિચારને દૃષ્ટિ સમક્ષ રાખી પવનકુમારે પણ અંજનાને જોવાનો વિચાર કર્યો અને પિતાને વિચાર પોતાના મિત્ર પ્રહસ્તની આગળ વ્યકત પણ કર્યો. પવનકુમારને વિચાર જાણી પ્રહસ્તે કહ્યું કે, કન્યાને જોવાનો તારે વિચાર છે તો આપણે જોઈ આવશું. પવનકુમાર વિદ્યાધર હતા. વિદ્યાધરની પાસે વિમાન હોય છે. આજે તે ભૌતિક વિજ્ઞાનથી વિમાને ચાલે છે એ કારણે લોકોને વિમાનની વાત ઉપર વિશ્વાસ બેસે છે. પરંતુ પહેલાં જ્યારે વિમાન વિષે વાત કરવામાં આવતી હતી ત્યારે આશ્ચર્ય પ્રગટ કરવામાં આવતું હતું. લેકેને ભૌતિક વિજ્ઞાન ઉપર જેટલે વિશ્વાસ છે તેટલે વિશ્વાસ આધ્યાત્મિકતા ઉપર પ્રગટ થતો નથી એ દુઃખદ બીના છે. એક દિવસ પવનકુમાર પિતાના મિત્ર પ્રહસ્તની સાથે વિમાનમાં બેસી મહેન્દ્રપુર આવ્યા પરંતુ અંજનાને કેવી રીતે જેવી એ પ્રશ્ન તેમની સમક્ષ ઉપસ્થિત થયા. અંજનાને ઘેર જવું તો તેમને અનુચિત લાગ્યું. પ્રહસ્તે પવનકુમારને કહ્યું કે, તમે ધૈર્ય રાખો. જો તમારું મન સ્વચ્છ હશે તે તમારી મનઃકામના પણ પૂર્ણ થઈ જશે. અંજનાના વિવાહની વાત મહેન્દ્રપુરમાં પણ ફેલાઈ ગઈ હતી. તેની સખીઓ અંજનાની સાથે બાગમાં બેસી આ વિષેજ ચર્ચા કરી રહી હતી. પ્રહસ્તે પવનકુમારને કન્યાઓ તરફ અંગુલિનિર્દેશ કરીને કહ્યું કે, પવનકુમાર! જુઓ તે કન્યાઓમાં જે તારાઓમાં ચંદ્રમા જેવી જણાય છે તે જ અંજના છે. પવનકુમાર અંજનાને જોઈ પ્રસન્ન થયા. હવે આગળ શું થાય છે તે વિષે હવે પછી યથાવસરે વિચાર કરવામાં આવશે.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy