________________
ચાતુર્માસ ] સતી અંજના ચરિત્ર-૨
[ ર૨૯ સભાસદે વચ્ચે આ પ્રમાણે વિચાર-વિનિમય થતો રહ્યો. રાજાએ સભાસદેને કહ્યું કે આ પ્રકારની વાતચીતથી આ પ્રશ્નનો ઉકેલ કેવી રીતે આવશે ? રાજાના પ્રશ્નના ઉત્તરમાં પ્રજાજનોએ કહ્યું કે, અમે આ વિષયમાં પરસ્પર વિચાર-વિનિમય કરી તમને નિશ્ચિત ઉત્તર આપીશું.
રાજકુમારીને વિવાહ–સંબંધ કોની સાથે નિશ્ચિત કરે એ વિષે પ્રજાજને પરસ્પર વિચાર-વિનિમય કરવા લાગ્યા. એક પ્રજાજને કહ્યું કે, રાજા પ્રલાદને પુત્ર પવનછ રાજકુમારી માટે દરેક રીતે યોગ્ય વર છે. તે હજુ સુધી અવિવાહિત છે અને સદાચારી પણ છે. તે દરેક રીતે નિષ્કલંક છે. એટલા માટે તેમની સાથે રાજકુમારીનો વિવાહ કરવો ઠીક રહેશે. આ કથનનું બીજા પ્રજાજનોએ પણ સમર્થન કર્યું. બધા પ્રજાજને આ નિશ્ચિત ઉત્તર લઈ રાજા પાસે ગયા. રાજાને પણ આ સમ્મતિ પસંદ આવી. પ્રજાજનોએ રાજાને કહ્યું કે, આપણે તો આ વિચાર કર્યો છે પરંતુ આ વિષે રાજકુમારીની પણ શી ઈચ્છા છે? તે જાણી લેવું જોઈએ!
આ પ્રમાણે વિચાર કરી રાજાએ અંજનાને પૂછ્યું કે, તારે વિવાહ પવનજીની સાથે કરવાને અમે વિચાર કર્યો છે. આ સંબંધમાં તારી શી ઈચ્છા છે? પિતાને આ પ્રશ્ન સાંભળી અંજના શરમાઈ ગઈ અને સભામાંથી ઉઠી ઘેર ચાલી ગઈ
શું કન્યાના વિવાહ-સંબંધ વિષે કન્યાને જ આ પ્રમાણે પૂછવું ઉચિત છે? આજે તે પોતાના મનની ઈચ્છા પ્રમાણે કન્યાને વિવાહ કરી દેવામાં આવે છે. એટલે કન્યાને વિવાહ–સંબંધ વિષે પ્રશ્ન પૂછવાની વાત જ પેદા થતી નથી. જો કન્યા મોટી તથા સમજણ હોય તે તેને વિવાહ-સંબંધી પ્રશ્ન પણ પૂછી શકાય, પરંતુ જ્યારે બાળપણમાં જ કન્યાને વિવાહ કરી દેવામાં આવતો હોય ત્યારે કન્યાને વિવાહ-સંબંધી પ્રશ્ન પૂછવાની વાત જ કયાં પેદા થાય છે ? કારણ કે જે કન્યા અજ્ઞાન છે, અર્થાત્ વિવાહ કોને કહેવાય એ જાણતી પણ નથી તે કન્યા પિતાના વિવાહ વિષે સમ્મતિ પણ શું આપી શકે? પ્રાચીન સમયમાં બાલપણમાં વિવાહ કરવામાં આવતો નહિ, પરંતુ રિસા વયા સરિસા તથા આદિ શાસ્ત્રપાઠ અનુસાર, કન્યા તથા વર દરેક પ્રકારે સમાન જોવામાં આવતા ત્યારે કન્યા તથા વરની સ્વીકૃતિ “ લઈ વિવાહ-સંબંધ કરવામાં આવતું હતું.
પિતાનો પ્રશ્ન સાંભળી અંજના શરમાઈ ગઈ અને રાજસભામાંથી ઊડીને ચાલી ગઈ. તે શરમને કારણે હા પણ ન કહી શકી તેમજ ના પણ ન કહી શકી. પ્રજાજનોએ રાજાને કહ્યું કે, રાજકુમારીએ લજજાને કારણે વિવાહ-સંબંધી કાંઈ કહ્યું નહિ, પણ તેમણે વિવાહસંબંધ જોડવા વિષે નિષેધ પણ કર્યો નથી. એ ઉપરથી એ જ જણાય છે કે, રાજકુમારીને પણ પવનની સાથે વિવાહ કરવો સ્વીકાર છે. અંજનાએ વિવાહ-સંબંધ વિષે કાંઈ વિરોધ કે નિષેધ નહિ કરવાને કારણે રાજા મહેન્દ્ર પણ એમજ માન્યું કે, અંજના પવનકુમાર સાથે વિવાહ કરવા ચાહે છે, અને એટલા માટે તેમણે પવનકુમારની સાથે અંજનાની સગાઈ કરવાની સાથે જ વિવાહ કરી દેવાનો નિર્ણય કર્યો. તેમણે સગાઈ કરવાના ઉપલક્ષ્યમાં કાંઈ બાહ્ય આડંબર કર્યો નહિ પણ રાજા પ્રલાદની પાસે એક આમંત્રણપત્ર મેકલ્યો કે,