________________
૨૨૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ પૂ. ઉપસ્થિત સભાજનોએ પ્રધાનને સંબોધીને કહ્યું કે, તમે બધા કરતાં વધારે બુદ્ધિમાન તેમજ અનુભવી છો એટલા માટે તમે જ રાજકન્યાને યોગ્ય વર બતાવો. પ્રધાને જવાબમાં કહ્યું કે, રાજા રાવણુ મોટો રાજા છે અને બળવાન પણ છે. જે રાજકુમારીને વિવાહ રાજા રાવણની સાથે કરવામાં આવે તો એ અવસ્થામાં આપણું બળ પણ અનેકગણું વધી જશે, કારણ કે રાજા રાવણ આપણે જમાઈ બનશે તે તેનું રાજ્યબળ પણ આપણું રાજ્યબળમાં જ વૃદ્ધિ કરશે; એટલા માટે મારી તો એવી સલાહ છે કે, રાજકુમારીને વિવાહ રાજા રાવણની સાથે કરવામાં આવે એ જ યોગ્ય છે.
પ્રધાનના આ કથનના ઉત્તરમાં બીજા સભાસદે કહ્યું કે તમે તમારું કે રાજ્યનું જ ભલું જુઓ છો? કે રાજકન્યાનું પણ ભલું જુઓ છો રાજા રાવણુ કેવો અહંકારી અને ઉન્મત્ત છે તે તે તમે બધા સારી રીતે જાણે છે. રાવણ અહંકાર તથા અભિમાનથી મત્ત બની કોઈને જરાપણ ગણકારતો તો નથી. આવા અભિમાની પુરુષમાં ગુણનો વાસ કયાંથી સંભવે ? એવા અહંકારી રાવણને કન્યા આપવી એ તે વિષવેલને વધારવા સમાન છે. વિષવેલમાં હમેશાં વિષફળ જ આવે છે. આ જ પ્રમાણે અભિમાન રૂપી વેલનું ફળ કટુ આવે છે. રાજા રાવણ અહંકારી તથા અભિમાની હોવાની સાથે ઉંમરમાં પણ મોટો છે એટલા માટે તેની સાથે રાજકુમારીને વિવાહ સંબંધ જોડવો યોગ્ય નથી. આ સિવાય રાવણને એક પત્ની પણ છે. એક પત્ની ઉપર પોતાની કન્યા આપવી એ તો સર્વથા અનુચિત છે.
એક સ્ત્રી હોય ત્યારે પિતાની કન્યા ન આપવી એવું એક સદસ્યનું કથન શું યુક્તિસંગત નથી? આજે તે આ વાત કડવી લાગે છે. પરંતુ એ સમય હવે બહુ દૂર નથી કે
જ્યારે આજની બહુવિવાહની જે પદ્ધતિ પ્રચલિત થએલ છે તેમાં પરિવર્તન થયા વગર નહિ રહે. કાયદાદ્વારા પરિવર્તન થાય તેની અપેક્ષાએ પિતાની મેળે જ સમજીને પદ્ધતિમાં પરિવર્તન કરવામાં આવે એજ યોગ્ય છે.
સભાજનમાંથી બીજા સભ્ય પેલા સભ્યના પ્રસ્તાવને અનુમોદન આપતાં કહ્યું કે, વાસ્તવમાં રાજા રાવણની સાથે રાજકન્યાને વિવાહ કરે ઠીક નથી. રાવણ કરતાં તેના પુત્ર મેઘનાદની સાથે કન્યાનો વિવાહ કરવો ઠીક રહેશે. બીજા સભ્યના કથનના ઉત્તરમાં ત્રીજા સભ્ય કહ્યું કે, જ્યારે રાજા રાવણ સારે નથી તે પછી તેને પુત્ર સારે ક્યાંથી હોઈ શકે ? “વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા” એ લેક્તિ પ્રસિદ્ધ જ છે. જ્યારે બાપ અહંકારી છે ત્યારે તેને પુત્ર પણ અહંકારી હોય એ સ્વાભાવિક છે. અને એટલા માટે મેઘનાદની સાથે પણ રાજકન્યાનો વિવાહ–સંબંધ જોડવો મને ઠીક લાગતો નથી. એના કરતાં વિદ્યુત્પર્વની સાથે વિવાહ–સંબંધ જોડવો મને ઠીક લાગે છે, કારણ કે વિદ્યુત્પર્વ ત્યાગી અને સદાચારી છે.
ચોથા સદસ્ય કહ્યું કે, વિદ્યુત્પર્વ અલ્પજીપી છે. તે અઢાર વર્ષની અવસ્થામાં તે સંયમ ધારણ કરશે અને ૨૬ વર્ષની અવસ્થામાં મોક્ષને પ્રાપ્ત કરશે એવી ભવિષ્યવાણી છે. આવી અવસ્થામાં તેમની સાથે પણ વિવાહ કરવો ઉચિત કેમ કહી શકાય ?