SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સતી અંજના ચરિત્ર–ર [ ૨૨૭ વિષે તમે ધર મેળેજ વિચાર કરી શકેા છે. ” પરંતુ વાસ્તવમાં ખીજાની હિતસલાહ લેવાની પતિ સારી હતી એટલા માટે કાઇએ પણ આથી વિરુદ્ધ કાંઇ કહ્યું નહિ. વળી, આ પતિ ખરાબ છે એમ તમે પણ કહી ન શકેા. તમે આ પદ્ધતિને સારી તે કહેશે। પરંતુ શું તમે આ પદ્ધતિને અપનાવી છે? તમારામાં એવી ભાવના હાવી જોઇએ કે, જે સારું હાય તેને પેાતાનું માની અપનાવવું જોઇએ અને જે મારું છે તે જ સારું છે એવી ભાવના રાખવી ન જોઈએ. તમારું કલ્યાણ તેમાં જ રહેલું છે કે, જે સારું હોય તેને જ અપનાવા. શાસ્ત્ર કહે છે કે, આત્મા પેાતાનું કલ્યાણ પોતે જ કરી શકે છે. જો આત્મા સત્ય વસ્તુને અપનાવે તેા જ પોતે પોતાનું કલ્યાણ કરી શકે છે. આ ઉપરથી કાઇ એમ કહે કે, આ વાત સારી છે કે નહિ? એ વાત અમે કેવી રીતે જાણી શકીએ ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે, જે વસ્તુને તમે સારી સમજી રહ્યા છે તે સત્ય વસ્તુને નિષ્કપટ ભાવે તમે અપનાવે! તે તેમાં કલ્યાણુ રહેલું છે. પરંતુ સારી વાત હોવા છતાં તેના વિષે જો તમારા હૃદયમાં કપટભાવ હાય તે। તે સત્ય વાત પણ તમારા માટે ખાટી જ છે. કહેવાતા આશય એ છે કે, જે વસ્તુ પ્રત્યે તમારું હૃદય સરળ છે તે વસ્તુ તમારા માટે સત્યરૂપ જ છે. જે વાત સારી ડાય છે તે વાતને પ્રગટ કરવામાં કાઇ પ્રકારને ભય રહેતા નથી. ખોટી વાત કહેવામાં કે બતાવવામાં જ ભય રહે છે. જો તમારું સેાનું સાચું હશે તે તે સાનું તમે હરાઈને બતાવવા તૈયાર રહેશે, પરંતુ જો સેનું નકલી હશે તે તે સાનું બતાવવામાં તમને ભય તથા સકાય થશે. રાજા મહેન્દ્ર પણ વિચાર કર્યાં કે, જ્યારે મારી કન્યા વિવાહયેાગ્ય થઈ ગઇ છે તે! ખીજાને બતાવવામાં શા વાંધા છે? મને કઇ વાતને ભય છે? વળી મારે એવા દુરાગ્રહ રાખવા પણ ઠીક નથી કે મારી કન્યા છે એટલા માટે તેના વિવાહને વિચાર હું જ કરુ? મને તે એ જ ઠીક લાગે છે કે, હું આ વિષે સભાજનેની ઉચિત સમ્મતિ લઉ. આ પ્રમાણે વિચાર કરી રાજાએ બધા સભાજનેને પોતાની *ન્યાને વિવાહ કાની સાથે કરવા ઠીક છે એ વિષે પ્રશ્ન પૂછ્યા. રાજાએ મનમાં એવેા દૃઢ નિર્ણય કર્યો હતા કે, જો બધા સભાજનેાની દૃષ્ટિએ આ કન્યા કાઇ ગરીબને આપવી યાગ્ય જણાય તથા કન્યા પણ એ વાતને સ્વીકાર કરે તે એ દશામાં કાઇ ગરીબ મુરતીયાને પણ કન્યા દેવામાં કાંઈ વાંધા નથી. રાજા મહેન્દ્રનું કથન સાંભળી સભાજને પ્રસન્ન થયા. સભાજને મનમાં કહેવા લાગ્યા કે, જ્યારે રાજા પેાતાની કન્યા વિષે અમારી સલાહ લે છે તે એ અવસ્થામાં અમારે પણ અમારા કવ્ય વિષે વિચાર કરવા જોઇએ. જ્યારે રાળ અમારા વચનની કદર કરે છે તે અમારે પણ રાજાની સલાહ માનવી જોઇએ. ‘યથા રાજા તથા પ્રા' એવી એક કહેવત છે, પરંતુ આ કહેવતની સાથે સાથે ખીજી પણ કહેવત છે કે, જેવી પ્રજા હોય છે તેવા જ રાજા પણ હોય છે. આ લાક્રાતિ પ્રમાણે રાજા અને પ્રજા વચ્ચેને સંબંધ ઘનિષ્ટ છે. રાજા મહેન્દ્રે ઉપસ્થિત સભાજતાને કન્યાને યાગ્ય વરની પસંદગી કરવા વિષે પ્રશ્ન
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy