SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ ] જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ એવી જે તમારામાં દ્રઢ ભાવના હશે તે તમે પણ સાચી દયા કરી શકશે. અહંકાર કે અભિમાનને જીતી જે તમારા આત્માને સરળ તથા નમ્ર બનાવશે તો તમે તમારા આત્માનું કલ્યાણ કરવાની સાથે બીજાનું પણ કલ્યાણ કરી શકશો. આત્માને સરળ તથા નમ્ર બનાવવાથી સ્વ-પરનું કેવી રીતે કલ્યાણ થાય છે એ વાત હવે સતી અંજનાના ચરિત્ર ઉપરથી સમજાવવાનો પ્રયત્ન કરું છું :સતી અંજના ચરિત્ર–૨. સતી અંજનાની ચરિત્રકથામાંથી પણ અહંકાર-અભિમાનને જીતવાની જ શિક્ષા મળે છે. આજે તે કોઈ સારા કામમાં બીજાની હિતસલાહ લેવી એ પણ હલકું કામ માનવામાં આવે છે, પરંતુ પ્રાચીન સમયમાં લેકે બીજાની સલાહ-સૂચના પ્રમાણે કાર્યારંભ કરવામાં જ પિતાનું હિત સમજતા હતા. રાજા મહેન્દ્ર અંજનાને વિવાહ કરવા વિષે બીજાની સલાહ લીધી ન હોત તો તેમનું કાર્ય કાંઈ અટકી શકે એમ ન હતું. પરંતુ તેમણે વિચાર્યું કે, જે માગે હું ચાલીશ તે જ માગે પ્રજા ચાલશે એટલા માટે પ્રજા સમક્ષ કોઈ ઉચ્ચ આદર્શ ઉપસ્થિત કરે એ એક રાજા તરીકે મારું કર્તવ્ય છે. સર્વ પ્રથમ હું જ પ્રજાની સમક્ષ એવો આદર્શ ઉપસ્થિત કરું કે, કન્યાનું લગ્ન કયારે કરવું જોઈએ ? અને પ્રજાની દ્રષ્ટિએ અંજના વિવાહગ્ય થઈ છે કે નહિ? એ બાબત પિતાની કન્યા બધાને બતાવી જાણું લેવું. આજે બાળવિવાહની પ્રથા બહુ પ્રચલિત છે. આ બાજુ તે બાલવિવાહની પ્રથા ઓછી થઈ ગઈ છે, પરંતુ બીકાનેર (મારવાડ) બાજુ એ પ્રથા બહુ જ પ્રચલિત છે. માતા-પિતા એમ વિચારતા હશે કે, પુત્ર પુત્રી અમારાં જ છે તો અમે ઈચ્છીએ ત્યારે અમારાં સંતાનોને વિવાહ કરી નાંખવાનો અમને અધિકાર છે. વિવાહ કરવા ન કરવા વિષે બીજા કોઈની સલાહ લેવાની શી આવશ્યકતા છે ? આ પ્રમાણે પિતાની પ્રજાની ઉન્નતિ વિષે વિચાર-વિનિમય કરવાની ભાવના બદલી ગઈ છે અને તેનું સ્થાન અભિમાને લઈ લીધું છે. માતાપિતાઓ ધનધ, સત્તાધ કે પ્રેમાંધ બની પિતાનાં સંતાનોનાં બાળલગ્ન કરી અભિમાન કરે છે, પરંતુ આ બાળલગ્નથી પિતાનાં સંતાનોનું ભાવિ જીવન કેવું દુઃખદાયક નીવડે છે તે કહેવું મુશ્કેલ છે. રાજા મહેન્દ્રની આજ્ઞાનુસાર અંજના રાજસભામાં ગઈ. રાજસભામાં રાજા, પ્રધાન તથા પ્રજાજને પણ ઉપસ્થિત હતા. રાજા મહેન્દ્ર પિતાની કન્યાને આ પ્રમાણે રાજસભામાં બોલાવી એ શું ઉચિત હતું? તમે તે રાજા મહેન્દ્રના આ કાર્યને અનુચિત સમજતા હશે. પરંતુ વાસ્તવમાં રાજાનું આ કાર્ય અનુચિત નહિ પણ ઉચિત જ હતું. પિતાની કન્યા હેય તે પણ તેના લગ્ન સંબંધ વિષે બીજાની હિત સલાહ લેવી તે ગ્ય જ છે. જે આ કાર્ય ઉચિત ન હોત, તે શું તે સભામાં બીજા કેઈ ચતુર માણસ ન હતા કે જેઓ રાજાને એમ કહી શકત કે, “મહારાજા! તમારી કન્યાના લગ્નસંબંધ વિષે અમારી સલાહ લેવાની શી આવશ્યક્તા છે? આ તે તમારા ઘરનું જ કામ છે એટલા માટે સગાઈ સંબંધ
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy