SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાક્રમ—૪૯ મા મેલ [ ૨૨૫ છે. આત્મામાં એક કામળતા તે સ્વભાવતઃ પેદા થાય છે અને બીજી કામળતા પ્રયત્ન દ્વારા પેદા થાય છે. જો પ્રયત્ન દ્વારા આત્મામાં મળતા પ્રગટ થતી ન હોત તેા પછી શાસ્ત્રકારે આત્માને દયા દ્વારા કામળ બનાવવાને ઉપદેશ શા માટે આપત ? માર્દવ ગુણ પ્રયત્ન દ્વારા પણ પ્રગટ થઈ શકે છે અને એટલા જ માટે ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન પૂછ્યા છે કે, માવ ગુણ પ્રગટાવવાથી જીવાત્માને શે। લાભ થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે, માવ ગુણ પ્રગટાવવાથી દરેક પ્રકારના અહંકારને નાશ થાય છે, અર્થાત્ આઠ પ્રકારનાં મદમાંથી કાઈ પણ મદ રહેવા પામતા નથી. જે વ્યક્તિમાં અહંકાર કે અભિમાન હોય છે તે વ્યક્તિ ખીજાને હલકા ગણે છે; પણ વાસ્તવમાં કાણુ મેટા છે અને ક્રાણુ નાના છે એ વિષે પૂજ્યથી ઉદયસાગરજી મહારાજ એક ઉદાહરણ આપ્યા કરતા હતા કે, જોધપુરમાં જે નાનેા પહાડ છે અને તે પહાડ ઉપર જે કિલ્લો છે, તે કિલ્લા ઉપર ચડીને જ્યારે કાઈ માણસ નીચે રહેલા માણસને જુએ ત્યારે તેને નીચે રહેલા માણસ નાના જણાય છે. એજ પ્રમાણે નીચે રહેલા માણસને પણ કિલ્લા ઉપર રહેલા માણસ નાનેા જણાય છે. આજ પ્રમાણે જે ખીજાને નાનેા કે હલકા સમજે છે તે પોતે પણ ખીજા દ્વારા નાના કે હલકા છે. જે વ્યક્તિ બીજાને સમાન બનાવવા ચાહે છે, અને પેાતાને પણ ખીજા સમાન માને એમ ચાહે છે, તે વ્યક્તિએ બીજાની સાથે સમાનભૂમિ ઉપર જ ઊભા રહેવું પડશે. કહેવાને આશય એ છે કે, જે માણુસ અહંકાર ઉપર આન્દ્વ થયેલા છે અને અહંકારવશ ખીજાને હલકા માને છે, તે વ્યક્તિને પણ ખીજા દ્વારા હલકા માનવામાં આવે છે. વાસ્તવમાં મહાન તે તે જ છે કે જે નમ્રતાયુક્તછે. શ્રી કૃષ્ણે એક વૃદ્ધ પુરુષની ઈંટા ઉપાડી હતી એટલે શું તેએ નાના થઈ ગયા હતા ? શું ઇંટા ઉપાડતી વખતે તેઓશ્રીએ એવું અભિમાન કર્યું હતું કે ક્યાં હું દ્વારકાધીશ ! અને કયાં તે વૃદ્ધ ભિખારી ! તેમણે એવું અભિમાન ન કર્યું તે તે મહાન્ કહેવાયા કે નાના ? ધરુચિ મુનિએ કીડીઓની ધ્યા માટે પેાતાના શરીરને પણ ત્યાગ કરી નાખ્યા. તેમણે વિચાયું કે, આ કીડીએ આ વિષમય શાક ખાઈ ને મરી જાય એના કરતાં હું જ આ વિષમય શાંકના આહાર કરી પ્રાણુ–સમર્પણુ કરી દઉં તેા શું ખાટું છે ? તેમણે વિષમય શાકનેા આહાર કરતી વખતે કયાં હું પૉંચેન્દ્રિય માનવી અને ક્યાં આ શુદ્ર કીડીએ ! એવા નાના મેટાને ભેદ ન આણ્યું. જો તેમણે તે વખતે નાના મેટાને ભેદ આગળ કરી અભિમાન કર્યું હાત, તે શું તેએ જગત સમક્ષ જ્વલંત સાચી જીવદયા જીવઘ્યાને અનુપમ આદર્શ ઉપસ્થિત કરી શકત ? આ પ્રમાણે તે જ કરી શકે છે કે જેમનામાં સાચે માવ ગુણ હોય છે, અર્થાત્ કામળતા કે વિનમ્રભાવ હોય છે. જેમનામાં કામળભાવ કે નમ્રભાવ હોતા નથી તેએ સર્વ પ્રથમ તા કાઈ પ્રાણી પ્રત્યે દયાભાવ બતાવી શકતા નથી, અને કદાચ દયાભાવ બતાવે છે તે કેવળ દેખાવ પૂરતી બનાવટી વ્યા બતાવે છે. સાચી ભાવ દયા તે તે વ્યક્તિ જ કરી શકે છે કે જેમનામાં સાચી માવતા હોય છે. તમે લેાકેા પણ સાચી દયા કરવા માટે અહંકારને છતે। અને બધાં જીવા મારા જ જેવા છે. એમ માને. ખીજા જીવાનું હિત કરવાથી પેાતાનું હિત થાય છે અને ખીજા જીવાનું અહિત કરવાથી પેાતાનું પણ અહિત થાય છે ૨૯
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy