SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ રર૪] શ્રી જવાહર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ - જે વ્યક્તિમાં વિનય ભાવ છે તે વ્યક્તિ વિષે ભગવાન કહે છે કે, વિનયશીલ વ્યકિતમાં આઠ પ્રકારનાં મોમાંથી એક પણ મદ રહેવા પામતે નથી. મદનાં આઠ સ્થાને છે. જાતિમદ, કુળમદ, બળદ, રૂપમદ, તપમદ, જ્ઞાનમદ, લાભમદ અને ઐશ્વર્યમદ. આ આઠ પ્રકારનાં મને વિનયશીલ વ્યક્તિ જ ત્યાગ કરી શકે છે, કારણ કે જીવનમાં નમ્રતા આવ્યા વિના મને ત્યાગ કરવો શકય નથી. સંસારમાં પ્રાયઃ જોવામાં આવે છે કે, લેકે સામાન્ય વાતમાં પણ અભિમાન કરવા લાગી જાય છે. જોકે નવાં બૂટ પહેરી એવું અભિમાન કરવાં લાગી જાય છે માને તેઓ અભિમાનથી પુલ્યા સમાતા નથી. વળી નવાં બૂટ પહેરવાની સાથે સુંદર નવાં કપડાં પહેર્યા હેય ત્યારે તે તેમના અભિમાનની સીમા રહેતી નથી. આવી દશામાં જે ઉચ્ચ જાતિ તથા ઉચ્ચ કુળમાં પેદા થયો હોય અને વધારામાં ધનસત્તા, વૈભવ તથા પ્રભુતા પ્રાપ્ત થયેલ હોય તે પછી તેના અભિમાનની વાત જ શી પૂછવી ? પણ કેઈનું અભિમાન ટકી શકતું નથી. અભિમાન સદા સર્વદા હાનિ જ કરે છે. જ્યારે રાજા રાવણનું અભિમાન પણ ન રહ્યું તે પછી સામાન્ય માણસનું અભિમાન ટકી ન શકે તો તેમાં આશ્ચર્ય શું છે ? અભિમાન અર્થાત મદ એકાન્ત રૂપે હાનિપ્રદ છે અને એટલા જ માટે અભિમાનને મદ તરીકે ઓળખવવામાં આવે છે. મધ અને દૂધમાં કેટલું બધું અંતર છે? સરકારે મદ અથવા મદ્યને તે નિષેધ કર્યો છે પરંતુ દૂધને કયાંય પણ નિષેધ કરવામાં આવ્યો હોય એવું સાંભળવામાં આવ્યું છે ? માથી હાનિ થાય છે અને દૂધથી લાભ થાય છે. તમે લેકે શરાબને જ મદ્ય માને છે પરંતુ પ્રખ્યાએ મદની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે – बुद्धि लुम्पति यद् द्रव्यं मदकारी तदुच्यते । અર્થાત્ – જે પદાર્થના સેવનથી બુદ્ધિ વિકૃત થાય છે તે બધાં પદાર્થો મદકારી છે. અભિમાન કરવું એ પણ એક પ્રકારને મદ છે કારણ કે અભિમાનથી પણ બુદ્ધિ વિકૃત થાય છે. લેકેને જાતિ તથા કુલ વગેરેને પણ મદ પેદા થાય છે. પણ શાસ્ત્રકાર કહે છે કે જાતિ, કુળ વગેરેનો અહંકાર પણ એક પ્રકારને મદ જ કહેવાય છે. સુજ્ઞપુરુષોનું કથન છે કે, જેઓ જાતિસંપન્ન કે કુળસંપન્ન હોય તેમણે તો નમ્ર તથા નિરભિમાની રહેવું જોઈએ. જે ઉચ્ચ જાતિવંત કે ઉચ્ચ કુલીન હશે તે તો વિનમ્ર જ રહેશે, અભિમાન નહિ કરે. આથી વિપરીત જે વ્યક્તિને જાતિ કે કુળને માટે અભિમાન હોય તેને માટે એમ સમજવું જોઈએ કે, તેની જાતિ કે કુળમાં કાંઈક અંતર હશે! ગૌતમ સ્વામી માટે શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે તેઓ જાતિસંપન્ન તથા કુળસંપન્ન હતા. માતૃવંશને જાતિ તથા પિતૃવંશને કુળ કહેવામાં આવે છે. જાતિ કે કુળ ઉચ્ચ હોવું એ તો પુણ્યનું કારણ છે, તે પછી જાતિ કે કુળને કારણે અભિમાન શા માટે કરવું જોઈએ? જાતિમદ, કુળમદ અથવા કોઈ પણ પ્રકારનો મદ કરવો એ એક પ્રકારનું અભિમાન જ છે અને અભિમાન કરવું એ પાપનું મૂળ કારણ છે. કવિ તુલસીદાસજીએ પણ “પાપ મૂળ અભિમાન” એમ કહી અભિમાનને ત્યાજ્ય ગણવેલ છે. કહેવાનો આશય એ છે કે, જીવનમાં માવગુણ પ્રગટ થવાથી જાતિ કે કુળ આદિનું પણ અભિમાન રહેવા પામતું નથી. આત્મામાં કમળતા આવવાથી અનેક ગુણે પ્રગટ થાય
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy