________________
ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાક્રમ—બોલ ૪ મે [ ૨૨૩ નિર્લોભતા, સરળતા આદિ ગુણેને ધારણ કરવાથી આત્માને શું લાભ થાય છે એ વિષે આગળ વિચાર કરવામાં આવેલ છે. જે આત્મા વિનમ્ર હોય છે તે જ વાસ્તવમાં સરળ બની શકે છે. એટલા માટે હવે માર્દવતા અર્થાત વિનમ્રતા ગુણ વિષે અત્રે વિચાર કરવામાં આવે છે. માવતા શું છે? અને તે દ્વારા જીવાત્માને શું લાભ થાય છે? એ વિષે ગૌતમસ્વામી મહાવીર ભગવાનને પ્રશ્ન પૂછે છે કે –
બોલ ઓગણપચાસમો (४९) मद्दवयाएं णं भंते ! जीवे किं जणयइ ?
અર્થાત – હે ભગવાન ! મૃદુતા (નિરભિમાનતા–નમ્રતા )થી જીવાત્માને શે લાભ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે –
___ मद्दवयाए अणुस्सियत्तं जणयइ, अणुस्सियत्तेण जीवे मिउमद्दवसंपन्ने अट्ठमयट्ठाणाई निट्ठावेइ ॥ ४९॥
અર્થાત–મૃદતાથી જીવાત્મા અભિમાનરહિત થાય છે અને નિરભિમાની બનવાને કારણે કમળ મૃદુતાને પ્રાપ્ત કરી આઠ પ્રકારના મદરૂપ શત્રુને સંહાર કરી શકે છે.
માર્દવતા અર્થાત વિનમ્રતા બધા ગુણોની આધારભૂમિકા છે. આધાર વિના આધેય ટકી શકતું નથી. જે પ્રમાણે વૃક્ષ આદિને માટે પૃથ્વી આધારભૂત છે અર્થાત પૂથ્વીના આધાર વિના વૃક્ષ આદિ સ્થિર રહી શકે નહિ તે જ પ્રમાણે બધાં ગુણોની આધારભૂમિકા માર્દવતા અર્થાત વિનયશીલતા છે. વિનયશીલતા વિને કાઈ પણ ગુણ ટકી શકતાં નથી. અને એટલા જ માટે આર્જવતા બાદ માતાને પ્રશ્ન કરી એ બતાવવામાં આવ્યું છે કે, આજવતા ગુણની સાથે સાથે માર્દવતા ગુણને પણ પ્રાપ્ત કરવો જોઈએ.
માદવતા ગુણને ધારણ કરવો એ તે લાભદાયક છે જ, પરંતુ માર્દવતાને ધારણ કરવાથી જીવાત્માને શો લાભ થાય છે એ વિષે વિચાર કરવો આવશ્યક છે.
દ્રવ્ય અને ભાવથી નમ્રતા ધારણ કરવી તેનું નામ માર્દવતા અર્થાત વિનયશીલતા– નિરભિમાનતા છે. શરીર આદિ દ્રવ્યમાં પણ નમ્રતા હોવી જોઈએ અને ભાવમાં પણ નમ્રતા હેવી જોઈએ. જ્યાં નમનભાવ હોય છે ત્યાં જ બધાં ગુણે ટકી શકે છે. જેમનામાં નમ્રતા હોય છે તે જ વિનયશીલ વ્યક્તિ બીજાં ગુણોને પણ પ્રાપ્ત કરી શકે છે. કહેવત પણ છે કે, જે નમે છે તે પરમાત્માને ગમે છે. મિષ્ટ ફળ પણ તે જ વૃક્ષમાં આવે છે કે જે વૃક્ષમાં નમ્રતા હોય છે. આથી વિરુદ્ધ જે વૃક્ષમાં નમ્રતા હોતી નથી તે વૃક્ષનાં ફળ પણ મિષ્ટ તેમજ સારાં હોતાં નથી. આમ્રવૃક્ષ કેરીઓ આવવાને કારણે નીચે નમી જાય છે અને એટલા જ કારણે આંબાની કેરીઓ મીઠી હોય છે; પરંતુ એરંડાનું વૃક્ષ અક્કડ ઊભું રહે છે એટલા માટે તેનાં ફળ પણ તેવાં જ આવે છે. તમને પણ નમનભાવ પસંદ છે. અનમ્રતા તમને પણ પસંદ નથી. આંબાની મીઠી કેરીઓ તો તમે આનંદપૂર્વક ખાઈ જશો, પરંતુ જો તમને એરંડાનું ફળ કાઈ ખાવા આપે તો શું તમે એરંડાનાં ફળ ખાશે ખરા? જ્યાં કમળતા હોય છે ત્યાં જ નમનભાવ હોય છે, અને જ્યાં નમનભાવ હોય છે ત્યાં વિનય પણ હોય છે. વિનયભાવ બધાં ગુણોને પિતાની તરફ ખેંચી લાવે છે. સદ્દગુણોને પોતાની તરફ ખેંચી આણવાની આકર્ષણ શક્તિ વિનયભાવમાં રહેલી છે.